ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ એ એક પ્રબળ ખેલાડી છે. અને ભારતનું સૌથી મોટું એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ છે. જે ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મનો લાભ લેતા મુસાફરોને એરપોર્ટનો વધુ અનુભવ કરાવે છે.
IPOમાં વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થતો હતો જેમાં કંપનીના પ્રમોટર્સે 1,72,42,368 ઇક્વિટી શેર્સનું વેચાણ કર્યું હતું. પ્રમોટરો લિબરથા પીટર કલ્લાટ, દિનેશ નાગપાલ અને મુકેશ યાદવ છે. IPOમાં ઇક્વિટી શેર દીઠ ₹308 થી ₹326ની પ્રાઇસ બેન્ડ હતી.