Tribal Development Department Gujarat Website | Beauty Parlour Loan Scheme In Gujarati | Gujarat Adijati Vikas Corporation | Adijatinigam Gujarat Gov In Gtdc loan | આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા બ્યુટી પાર્લરના Buisness માટે લોન સહાય
ગુજરાત સરકાર દ્વારા બ્યુટી પાર્લર માટેની લોન આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. Beauty Parlour Loan Scheme 2023 ના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના જે લોકો આર્થિક રીતે નબળા છે અને પોતાનનું બ્યુટી પાર્લર ખોલવા માંગતા હોય તેવા ભાવુક લોકોને ગુજરાત સરકાર લોન આપશે. આદિજાતિના બહેનો અને ભાઈઓ બંને આ લોન માટે અરજી આપી શકે છે.
પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી બ્યુટી પાર્લર લોન કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. એના સિવાય આપણે આ લોન માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈસે તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.
બ્યુટી પાર્લર લોન 2023
ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે યુવાધન માટે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, લેપટોપ સહાય યોજના ચાલે છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન, પોલ્ટ્રી ફોર્મ તથા તબેલા વગેરે માટે ધિરાણ ખૂબ ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે. આ પોસ્ટના માધ્યમથી ગુજરાતનાં જે ભાઈઓ અને બહેનો બ્યુટી પાર્લર ચલાવવા માંગે છે, પણ એ લોકોને કોઈ આર્થિક પૈસાની તકલીફ હોવાથી તેઓ પોતાનું બ્યુટી પાર્લરનું સ્ટાર્ટઅપ શરૂ નથી કરી શકતા એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી Online અરજી કરવાની રહેશે.
બ્યુટી પાર્લર લોન યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મહિલાઓને કે નવયુવકોને નવો વ્યવસાય કરવા માટે લોન યોજનાઓ પણ આપવામાં આવે છે. જેવી કે “મહિલા સ્વાવલંબન યોજના, ટ્રેકટર લોન યોજના વગેરે યોજનાનો લાભ આપવામાં આવે છે. આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને બ્યુટી પાર્લર કે અન્ય નવો Business ચાલુ કરવો હોય તો તેમને ધિરાણ સહાય કરવામાં આવે છે. બેંકો, ફાઇનાન્સ કંપનીઓ કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી ન પડે, તે માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.
Important Point of Beauty Parlour Yojana
યોજનાનું નામ | Beauty Parlour Loan Scheme 2023 |
આર્ટિકલની ભાષા | English અને ગુજરાતી |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિ(એસ.ટી.) ના લોકો બ્યુટી પાર્લરનો Business કરવો હોય તો આર્થિક ધિરાણ સહાય આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. |
લોન પર વ્યાજદર | આ ધિરાણ માત્ર 4% વ્યાજદર લોન સહાય |
યોજના હેઠળ લોનની રકમ | આ લોન યોજના હેઠળ બ્યુટી પાર્લરના Buisnessના સાધનોની ખરીદી માટે 75,000/- આપવામાં આવશે. |
Online Apply | Apply Now |
Official Website | Click Here |
Document Required for Beauty Parlour Yojana
Adijati Nigam Gujarat દ્વારા બેરોજગાર લોકોને Beauty Parlour Scheme યોજના હેઠળ નવો Buisness ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને આ Loan લેવા માટે નીચે ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
- રેશનકાર્ડની નકલ
- બેંક એકાઉન્ટની પાસબુક
- બ્યુટી પાર્લરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- Beauty Parlour માં કામ કર્યાનું અનુભવનું પ્રમાણપત્ર
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
- જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
- જામીનદાર-2 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
- જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે.
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
આ પણ વાંચો- 5 લાખ સુધી ની લોન જોઈએ છે તો તાત્કાલિક અહીંયા અરજી કરો | IPPB Personal Loan Online Apply
બ્યુટી પાર્લર લોન માટેની લાયકાત અને પાત્રતા
જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.
- અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
- અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
- અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- અરજદારે જે બ્યુટી પાર્લરનો course નો અભ્યાસ કર્યો હોય તેનું પ્રમાણપત્રો.
- અરજદારની વાર્ષિક આવક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 હોવા જોઇએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000 હોવા જોઇએ.
- બ્યુટી પાર્લર કે તેના લગતી સંસ્થા પાસેથી કામગીરી કર્યાનું અનુભવનું પ્રમાણપત્ર
આ પણ વાંચો- આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન ધિરાણ યોજના | Loan financing scheme for Tribal Caste
બ્યુટી પાર્લર લોન માટે ધિરાણ મર્યાદા
આ લોન મંજુર થયા બાદ અરજદારે બ્યુટી પાર્લરના સાધન તથા સામાન ખરીદવાનું રહેશે. અરજદારને રૂપિયા 75,000 લોન આ યોજના હેઠળ મળશે.
બ્યુટી પાર્લરના લોનમાં વ્યાજદર અને ફાળો
બ્યુટી પાર્લર લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.
- લાભાર્થીને રૂપિયા 75,000/- નું ધિરાણ મળશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- બ્યુટી પાર્લર ધિરાણ યોજના હેઠળ જો લોન પરત ચુકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- અરજદારે બ્યુટી પાર્લર લોન મેળવવા માટે ધિરાણના 10% ફાળો આપવાનો રહેશે.
બ્યુટી પાર્લર લોન પરત કરવાનો સમય
આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે. અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે Loan ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
આ પણ વાંચો- PF Account Interest Rate Latest News in Gujarati | પીએફ પર મળશે 8.15 ટકા વ્યાજ
Beauty Parlour Loan Scheme 2023 Apply Online
Tribal Development Department દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અનુસુચિત જનજાતિ(ST) ના બેરોજગાર યુવતીઓને બ્યૂટી પાર્લરનો નવો Buisness ચાલુ કરવા ધિરાણ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Beauty Parlour Scheme યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
- હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “બ્યુટી પાર્લર” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
Important links of Beauty Parlour Yojana
Adijati Nigam Gujarat Official Website | Click Here |
Direct Beauty Parlour Apply for Loan | Click Here |
Login here | Click Here |
Register Here | Click Here |
Home Page | Click Here |
FAQ of Beauty Parlour Sahay Yojana Gujarat
Que.1 બ્યુટી પાર્લર યોજનાનો લાભ કોને આપવામાં આવે છે ?
Ans.1 Adijati Vikas Nigam,Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.
Que.2 Beauty Parlour Loan Scheme હેઠળ Loan કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?
Ans.2 બ્યૂટી પાર્લરનો નવો Business ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.
Que.3 બ્યુટીપાર્લર લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?
Ans.3 આ Loan યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 75,000/- ની લોન આપવામાં આવે છે.
Que.4 બ્યુટીપાર્લર ધિરાણ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
Ans.4 કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
Disclaimer – Beauty Parlour Sahay Yojana Gujarat
Beauty Parlour Sahay Yojana Gujarat અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Beauty Parlour Sahay Yojana Gujarat ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
5 thoughts on “Beauty Parlour Loan Scheme 2023 | બ્યુટી પાર્લર ધિરાણ યોજના”