Shri Vajpayee Bankable Yojana 2023 | શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના

શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના ફોર્મ । Vajpayee Bankable Loan Yojana In Gujarati | Shree Vajpayee Bankable Yojana Online Apply | Vajpayee Bankable Yojana Pdf | Subsidy Yojana Gujarat

પ્રિય વાંચકો, આજે Government Loan Yojana વિશે વાત કરીશું. કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી યોજનાઓ કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુકત રીતે ચલાવવામાં આવે છે. જેવી કે મહિલા સ્વાવલંબન યોજના, વિદેશ અભ્યાસ યોજના, લેપટોપ સહાય યોજના વગેરે ઘણી બધી લોન યોજનાઓ ચાલે છે.

Shri Vajpayee Bankable Yojana Online Application

Table of Contents

Government of Gujarat દ્વારા ઘણા બધા વિભાગોમાં અલગ- અલગ યોજનાઓ ચાલે છે. જેમાં આ આર્ટિકલ દ્વારા કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં જ્‍યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્‍યાણ યોજના, ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર તથા Shri Vajpayee Bankable Yojana ચલાવવામાં આવે છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે પણ વિશેષ યોજના ચાલે છે. જેનું નામ છે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના.

Shri Vajpayee Bankable Yojana નો હેતુ

Shree Vajpayee Bankable Yojana દ્વારા રાજ્યના યુવાન અને યુવતીઓને સ્વ-રોજગારી મળી રહે તે ધ્યાનમાં લેવામાં આવે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાન, યુવતીઓ, વિકલાંગ અને અંધયુવાનોને સ્વરોજગારીની મોકો મળે તે ખૂબ જરૂરી છે. જે હેતુ માટે શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના આપવામાં આવશે. આ લોન યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે શકે તે મુખ્ય હેતુ છે. અને આવા શિક્ષિત બેરોજગાર નાગરિકો તેઓ સ્વાવલંબી બને તે હેતુસર Shri vajpayee bankable yojana  કાર્યરત છે.

VBY યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા ચાલુ કરેલ ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે મળવાપાત્ર ધિરાણ તેમજ સબસીડી નક્કી કરેલ દર(મર્યાદા)માં મળશે.

Shri Vajpayee Bankable Yojana ની પાત્રતા

ગુજરાત સરકારની આ લોન યોજના શ્રી વાજપાઇ બેંકેબલનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. નીચે મુજબની આપેલી છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • આ યોજના માટે લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
  • આ લોન યોજના મેળવવા માટે વ્યવસાય, ધંધાને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી 1 માસની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજના માટે લાભાર્થી લાયક ગણાશે.
  •  લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજના માટે સક્ષમ ગણાશે.
  • શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
  • આ યોજના હેઠળ લાભાર્થીઓને Vajpayee Bankable Yojana Bank List જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક મારફતે ધિરાણ મળવાપાત્ર થશે.
  • Shri Vajpayee Bankable Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે અથવા
  • આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ લીધેલો હશે તો તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
  • vajpayee bankable yojana નો એક વ્યક્તિને માત્ર એક જ વખત લાભ મળશે.
  • સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને આ Gujarat Sarkar Loan Yojana 2022 નો લાભ મળવાપાત્ર થશે.
Shri Vajpayee Bankable Yojana 2022 | vajpayee bankable yojana online form | blp.gujarat.gov.in | vajpayee bankable yojana online application | vajpayee bankable yojana bank list
Shri Vajpayee Bankable Yojana 2023

Vajpayee Bankable Yojana Documents Required

Shree Vahpayee Bankable Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

  • ચૂંટણીકાર્ડ
  • આધારકાર્ડની નકલ
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC) / જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
  • જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર (છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ)
  • 40% કે તેથી વધુ અપંગ / અંધ લાભાર્થીઓના કિસ્સામાં અપંગતા/અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
  • લાભાર્થીએ લીધેલ તાલીમ/અનુભવનું પ્રમાણપત્ર.
  • જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો વેટ / ટીન નંબરવાળા ભાવપત્રક અસલ આપવા.
  • નક્કી કરેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. (ભાડાચિઠ્ઠી / ભાડાકરાર / મકાન વેરાની પહોંચ અસલ રજૂ કરવું.
  • વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર / ઇલેક્ટ્રિક બિલ.

Read More:- How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી

Read Also More:- How to Link Voter ID With Aadhaar Card Online | મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો

વાજપાઈ બેંકેબલ યોજનામાં બેંક ધિરાણની મર્યાદા

Commissioner of Cottage and Rural Industries દ્વારા વિવિધ ક્ષેત્રો માટે લોન ધિરાણની મર્યાદા નક્કી કરેલ છે. આ ઉપરાંત Vajpayee Bankable Yojana Loan form નિયત નમૂનામાં અને ઓનલાઈન પોર્ટલ પર નક્કી કરેલ છે.

      Service SectorMinimum Loan
ઉદ્યોગ ક્ષેત્ર માટે
(For Industries)
8 Lakh Minimum
Loan Amount
સેવા ક્ષેત્ર માટે
(For Service)
8 Lakh Minimum
Loan Amount
વેપાર ક્ષેત્ર માટે
(For Business)
8 Lakh Minimum
Loan Amount
વાજપાઈ બેંકેબલ યોજનામાં બેંક ધિરાણની મર્યાદા

વાજપાઈ બેંકેબલ લોન પર સહાયના દર

Kutir And Gram Udyog Gujarat દ્વારા વિવિધ જ્ઞાતિઓ માટે સહાયના દર નક્કી થયેલા છે. શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તારGeneral
(જનરલ)
અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST),
માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે
તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય વિસ્તાર25%40%
શહેરી વિસ્તાર20%30%
વાજપાઈ બેંકેબલ લોન પર સહાયના દર

લોન સહાયની મર્યાદા રૂપિયા

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા જુદા-જુદા ક્ષેત્રો માટે અલગ-અલગ લોન આપવામાં આવે છે. તેવી જ રીતે અલગ-અલગ જ્ઞાતિઓ માટે સહાય એટલે કે સબસીડીની પણ જુદી-જુદી મર્યાદામાં આપવામાં આવે છે. જે નીચે મુજબના કોષ્ટક પરથી સમજી શકાશે.

ક્રમક્ષેત્રસબસીડીની રકમની મર્યાદા
(રૂપિયામાં)
1ઉદ્યોગ ક્ષેત્ર માટે (For Industries)1,25,000/-
(એક લાખ પચ્ચીસ હજાર)
2સેવા ક્ષેત્ર માટે (For Service)1,00,000/-
(એક લાખ)
3વેપાર ક્ષેત્ર માટે (For Business)શહેરી વિસ્તારના
જનરલ કેટેગરી માટે 60,000/-
  ગ્રામ્ય વિસ્તાર
જનરલ કેટેગરી માટે 60,000/-
  શહેરી/ગ્રામ્ય બન્નેમાં
રિઝર્વ કેટેગરી માટે 80,000/-

નોધ:- દિવ્યાંગમાં અંધ અને અપંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે સહાય 1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) રહેશે.

કુટિર ઉદ્યોગ ખાતાના Project Profile

Shri Vajpayee Bankable Yojana 20222 અન્‍વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલા છે. આ યોજના હેઠળ કુલ-17 પ્રકારના પ્રોજેક્ટ પ્રોફાઈલ્સમાં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

અ.નં.Project Profileસંખ્‍યા
1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ53
2કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ42
3ટેક્ષટાઈલ ઉદ્યોગ32
4પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ12
5ખેત પેદાશ આધારિત ઉદ્યોગ10
6પ્લાસ્ટિક ઉદ્યોગ22
7ખાદ્ય પદાર્થ ઉદ્યોગ18
8હસ્તકલાઅ ઉદ્યોગ18
9જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ17
10ખનીજ આધારિત ઉદ્યોગ9
11ડેરી ઉદ્યોગ5
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ6
13ઈલેક્ટ્રીકલસ/ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ18
14ચર્મોદ્યોગ6
15અન્ય ઉદ્યોગ23
16સેવા પ્રકારના વ્યવસાય51
17વેપાર પ્રકારના ધંધાઓ53
  395

Also Read More: How to IPPB Zero Balance Account Opening Online | પોસ્ટ ઓફિસ ખાતું કેવી રીતે ખોલવું

Read More- Paytm Loan App Review In Gujarati | Paytm થી Loan કેવી રીતે મેળવવી

Shri Vajpayee Bankable Yojana Apply Online Step by Step

ગુજરાત સરકારના Finance Department દ્વારા Bankable Loan Registration માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ Bankable Scheme Portal દ્વારા વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ કરી શકાશે. આ આર્ટિકલ દ્વારા Vajpayee Bankable Yojana ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

    ● સૌપ્રથમ Google માં Bankable Scheme Portal ટાઈપ કરવાનું રહેશે.

    ● જ્યાં તમને https://blp.gujarat.gov.in/ દેખાશે.


Shri Vajpayee Bankable Yojana | nigam loan gujarat| gujarat government gruh udyog| vajpayee bankable yojana gujarat form pdf |vajpayee bankable yojana in gujarati | finance department gujarat
Image Source:- Government Official Bankable Scheme Portal

    ● બેંકેબલ સ્કીમ યોજનાની official website ખોલ્યા બાદ “Bankable Loan Registration” પર ક્લિક કરો.

    ● જો તમે આ પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો “REGISTER” પર ક્લિક કરો.

    ● Register પર ક્લિક કરવાથી હવે તમારે મોબાઈલ નંબર અને Captcha Code નાખીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.

Shri Vajpayee Bankable Yojana | vajpayee bankable yojana online apply
Bankable Scheme Portal | vajpayee bankable loan yojana

    ● ત્યારબાદ Name, Email Id, Password અને Captcha Code નાખીને registration ની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.

    ● સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા login કરવાનું રહેશે.


Shri Vajpayee Bankable Yojana 2022 | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર | vajpayee bankable yojana 2021| વાજપાઇ બેન્કેબલ યોજના | vajpayee bankable yojana pdf
Image Source:- Government Official Bankable Scheme Portal

    ● Bankable Scheme Portal પર લોગીન કર્યા બાદ “New Application” કરવાનું રહેશે.

    ● હવે તમે “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Bankable Scheme Portal | vajpayee bankable yojana online application | Shri Vajpayee Bankable Yojana 2022 Online Apply
vajpayee bankable yojana online application

    ● હવે તમારે Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.

    ● ત્યારબાદ Scheme Details માં Project Deatils, Business Details તથા Finance Required ની માહિતી ભરવાની રહેશે.

    ● હવે તમારે Deatil of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    ● છેલ્લે Attachment માં Required Documents ની PDF ફાઈલ અપલોડ કરીને “Submit Application” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Vajpayee Bankable Yojana ની વધુ માહિતી માટે

Vajpayee Bankable Yojana 2022 અંતગર્ત આ લોન યોજનાનો લાભ લેવા માટે આપના જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ પરથી રૂબરૂ જવાનું રહેશે. આ યોજનાની એપ્લિકેશન હવે ઓનલાઈન કરવાની રહેશે.

Vajpayee Bankable Yojana pdf

કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા વાજપાઇ બેંકબલ યોજના ફોર્મ નો નિયત નમૂનો તૈયાર કરેલ છે. પરંતુ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વાજપાઈ બેંકેબલ યોજનાની અરજીઓ ઓનલાઈન સ્વીકારવાનું નક્કી કરેલ છે. જેથી હવે આ યોજનાનો લાભ લેવા માટે Vajpayee Bankable Yojana pdf જરૂર રહેશે નહિ.

વાજપાઇ બેંકબલ યોજના સબસીડી ફોર્મ

Vajpayee bankable yojana નો લાભ લેવા માટે હવે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. લાભાર્થી દ્વારા Bankable Scheme Portal પર ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત કચેરી દ્વારા લોન મંજુર કરવામાં આવશે. ત્યારબાદ લાભાર્થીએ આ યોજનામાં સબસીડી મેળવવા માટે મેન્યુઅલ અરજી કરવાની રહેશે. Vajpayee Bankable Yojana Subsidy Form પોતાના જિલ્લાની ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ ની કચેરી ખાતે રૂબરૂ આપવાની રહેશે.

FAQ’S of Shri Vajpayee Bankable Yojana

વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ લોંચ કરેલ છે. તેમ છતાં નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક સર્વ સામાન્ય પ્રશ્નો મનમાં હોય છે. જે પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.

પ્રશ્ન:-1 વાજપાઈ બેંકેબલ યોજના કયા વિભાગ અને કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ:-કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર અને જિલ્લા ખાતે ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ દ્વારા આ કચેરી ચલાવવામાં આવે છે.

પ્રશ્ન-2 Vajpayee Bankable Yojana Form ઓનલાઈન ભરવા માટે ક્યું પોર્ટલ બનાવવામાં આવેલ છે?

જવાબ:- આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે ફાઈનાન્‍સ વિભાગ દ્વારા “Bankable Scheme Portal” બનાવેલ છે.

પ્રશ્ન:-3 શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ કેટલી લોન રકમ મળી શકે છે?

જવાબ:- આ યોજના હેઠળ 8 લાખ સુધી લોન પ્રાપ્ત થઈ શકે છે.

પ્રશ્ન-4 VBY યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ?

જવાબ:- શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદાર ઓછામાં ઓછું 4 પાસ હોવો જોઈએ.

પ્રશ્ન:-5 Vajpayee Bankable Yojana form Gujarati નો લાભ ક્યા-ક્યા ક્ષેત્ર માટે મળે છે?

જવાબ:- ઉદ્યોગ ક્ષેત્ર માટે, સેવા ક્ષેત્ર માટે તથા વેપાર ક્ષેત્ર માટે વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ મળે છે.

Important links of Shri Vajpayee Bankable Yojana

Official WebsiteClick Here
Bankable Scheme
Portal
Click Here
Bankable Loan
New Registration
Click Here
Citizen LoginClick Here
Cottage Gujarat YojanaClick Here
Home PageClick Here
Important links of Shri Vajpayee Bankable Yojana

Disclaimer

આ આર્ટીકલથી તમને લાભકારક Shri Vajpayee Bankable Yojana ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી તે લોકોને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Shri Vajpayee Bankable Yojana” વિશે કોઈપણ પ્રશ્ન  હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US  માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

11 thoughts on “Shri Vajpayee Bankable Yojana 2023 | શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના”

Leave a Comment

Shri Vajpayee Bankable Yojana Apply Online
Shri Vajpayee Bankable Yojana Apply Online