અદાણી જૂથના મુખ્ય વ્યવસાયમાઇનિંગ સર્વિસિસ, ખાદ્યતેલ અને ફુડ્સ, વોટર, ડેટા સેન્ટર, ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ, એગ્રો, સોલાર મેન્યુફેક્ચરીંગ, ડિફેન્સ એન્ડ એરો સ્પેસ, એરપોર્ટ્સ, રોડ્સ, મેટ્રો એન્ડ રેઇલનો સમાવેશ થાય છે.
FPOની રૂપિયા 20,000 કરોડની આવકમાંથી રૂપિયા 10,869 કરોડનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, હાલના એરપોર્ટ પર કામ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણ માટે કરવામાં આવશે. અન્ય રૂપિયા 4,165 કરોડ તેની એરપોર્ટ્સ, રોડ અને સોલાર પ્રોજેક્ટની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી માટે હશે.