FInancial

સોનું કટોકટીમાં હાથવગી કેશ

સોના અંગે કેટલીક ચળકતી વાતો

ખાણોમાંથી અત્યાર(2021) સુધીમાં 1,90,040 ટન સોનું કાઢવામાં આવ્યું હોવાનો અંદાજ છે. એમાંથી બે તૃતીયાંશ સોનું અર્થાત 1.26 લાખ ટન સોનું 1950ના વર્ષ પછી કાઢવામાં આવ્યુ છે.

દુનિયાભરમાં વર્ષે દહાડે 3 હજાર ટન સોનું ખાણોમાં ખોદ્કામથી કાઢવાનાં આવે છે. જમીનમાં કેટલું સોનું છે તેનું અવલોકન નવા નવા ખનન પછી ખ્યાલ આવે છે અત્યારે કોઈ નક્કી આંકડો નથી.

જગતભરમાં સોનાનો જેટલો પણ જથ્થો ઉપલબ્ધ છે એનો આશરે 48 ટકા હિસ્સો ઝવેરાતરૂપે છે. વર્તમાન સમયે જેટલું સોનું ખાણકામથી લવાય છે તેના 49 ટકામાંથી જવેરાત બને છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે વિશ્વમાં રહેલું બધુ સોનું લઈને 5 માઈક્રોનનો તાર બનાવાય તો વિશ્વ આખાને 112 લાખ વખત વિંટાળી શકાય

સોનામાં રોકાણ એ કટોકટી સમયે હાથવગી કેશ સમાન ગણાય છે. સોનાનો એક ટ્રોય ઔંસનો બહાવ વિશ્વબજારમાં બોલાય છે, ટ્રોય ઔંસ એટલે 31.103 ગ્રામ થાય.

મનુષ્યોના શરીરનું સરેરાશ તાપમાન 37 ડિગ્રી હોય છે. સોનું ઝડપભેર એની સાથે અનુકૂલન કરી લે છે એટલે જ તે દાગીના સ્વરૂપે મૂલ્યવાન છે.

મનુષ્યોના શરીરનું સરેરાશ તાપમાન 37 ડિગ્રી હોય છે. સોનું ઝડપભેર એની સાથે અનુકૂલન કરી લે છે એટલે જ તે દાગીના સ્વરૂપે મૂલ્યવાન છે.

1849 માં કેલિફોર્નિયા ગોલ્ડ રશ થયું હતું. એમાં 40,000 હજાર જેટલા ખાણકામના મજૂરો જોડાયેલા અને તેને 49 ઈઆરએસ કહેવાય છે. એમાંથી બહુ ઓછાં લોકો પૈસાદાર થઈ શક્યા.

SBG Disclaimer 

SBG અંગેની માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.