How to Save Tax For Salary Above 10 Lakhs | Save Tax

How to Save Tax For Salary Above 10 Lakhs | How to Save Income Tax in India | Income Tax Saving Tips | Income Tax Saving Schemes | ટેક્સ સેવિંગ ટિપ્સ

How to Save Tax For Salary Above 10 Lakhs: અત્યારે નોકરીયાતો માટે ટેક્સ એ મહત્વપૂર્ણ બાબત છે. જેમ જેમ આવક વધે છે તેમ ટેક્સ ભરવાની જવાબદારી પણ ખૂબ વધી રહી છે. તો આજે આપણે સ્માર્ટ રીતે પ્લાનિંગ કરી અને ટેક્સ ની બચત કઈ રીતે કરી શકાય તે જોઈએ. જો તમારી આવક 10 લાખ સુધીની છે તો પણ તમે સંપૂર્ણ રીતે ટેક્સમાંથી મુક્તિ મેળવી શકશો.

તેથી જ અમે તમને આ લેખમાં How to Save Tax For Salary Above 10 Lakhs વિશે વિગતવાર જણાવીશું. જેથી પ્રિય વાંચકો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

Table of Contents

How to Save Tax For Salary Above 10 Lakhs

આજે આપણે જેમ આવક વધે છે, તેમ આપણી ટેક્સ ભરવાની જવાબદારી પણ વધે છે. પરંતુ વર્ષની શરૂઆતથી જ જો તમે પ્લાનિંગ સાથે આયોજન કરશો તો, ખૂબ વધુ પગાર હોવા છતાં પણ ટેક્સમાંથી મૂકી મેળવી શકશો. આજે આપને 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ જોઈએ.

જો તમારો આખા વર્ષનો પગાર 10 લાખ રૂપિયા છે તો તમારે ટેક્સ ભરવો પડશે. જો તમે ઈન્કમ ટેક્સ ભરતા કરદાતા છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, જેમ જેમ આવક વધે છે તેમ તેમ કર જવાબદારી પણ વધે છે. પરંતુ જો આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો ઉચ્ચ પગાર હોવા છતાં કર બચત કરી શકાય છે. જો તમારો પગાર વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ભારે ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી સેલેરી 10.5 લાખ રૂપિયા છે તો તમે આ સેલરી પર પણ 100% ટેક્સ બચાવી શકો છો.

Point of How to Save Tax For Salary Above 10 Lakhs

વિગતોમાહિતી
આર્ટિકલનું નામHow to Save Tax For Salary Above 10 Lakhs
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુટેક્સ સેવિંગ ટિપ્સની માહિતીનો હેતુ
ઓફીશીયલ વેબસાઈટMore Details…
Home PageMore Details…
Point of How to Save Tax For Salary Above 10 Lakhs

આ પણ વાંંચો- કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More :- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More :- Best LIC Insurance Plans List 2022 in Gujarati | શ્રેષ્ઠ જીવન વીમા પ્લાન

10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ

ભારતમાં, આવકવેરા વિભાગ વ્યક્તિની આવક પર તેઓ જે ટેક્સ સ્લેબ ધરાવે છે તેના આધારે કરવેરો કરે છે. કરદાતાઓ હંમેશા પગાર પર શૂન્ય કર ચૂકવવા માટેના પગલાં શોધી રહ્યા છે. પરંતુ તેઓ વેતન ઑપ્ટિમાઇઝેશનથી ચૂકી જાય છે. જો તમે 10 લાખથી વધુના પગાર પર ઝીરો ટેક્સ ભરવા માંગતા હો, તો આ લેખ વાંચો. અહીં તમને 10 લાખથી વધુના પગાર માટે ટેક્સ પ્લાનિંગ અંગેની વિવિધ ટિપ્સ મળશે.

ચાલો આપણે ઉદાહરણ થી સમજીએ ધારો કે તમારો એક વર્ષનો પગાર રૂ.10,50,000 છે અને તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે. તો તમે 30% સુધીના ટેક્સ સ્લેબમાં આવશો. હવે આપણે જોઈએ કે તમે ટેક્સ કેવી રીતે બચાવી શકો છો.

સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે રૂ.50,000 બચત

ઉદાહરણ પ્રમાણે જોઈએ કે જો તમારી વાર્ષિક આવક રૂ.10,50,000 છે તો તમને સૌથી પહેલા તો રૂ.50,000 નું સીધું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આથી હવે તમારી કરપાત્ર આવક 10 લાખ રૂપિયા થઈ જશે.

  • કુલ કરપાત્ર આવક = 10,50,0000 માંથી 50,000 બાદ કરતા = રૂ.10 લાખ બચત વધશે.

બીજું કે હવે તમને 80C હેઠળ 1.5 લાખની બચત બાદ મળશે.

પહેલા સ્ટાન્ડર્ડ ડિડક્શન પછી તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ 1,50,000 રૂપિયા બચાવી શકો છો. આ બચતમાં તમે EPF, PPF, ELSS, NSCમાં કોઈ પણ રોકાણ કરી શકો છો. સાથે સાથે તમે તમારા બે બાળકો માટે ટ્યુશન ફી માટેના વાર્ષિક રૂ.1,50,000 સુધીની ટેક્સ બચતનો લાભ લઈ શકો છો.

  • આથી હવે તમારી કરપાત્ર આવક = 10,000,000 – માંથી 1,50,000 બાદ કરતાં = રૂ.8.5 લાખ રૂપિયા વધશે.

ત્રીજું 80CCD હેઠળ 50 હજારનું ડિસ્કાઉન્ટ મળશે.

આ 2 રોકાણ ની માહિતી બાદ હજી તમે NPS માં દર વર્ષે રૂ.50,000 સુધીનું રોકાણ કરી અને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80CCD હેઠળ અલગથી બાદ મેળવી શકો છો.

  • આમ, ત્રીજા સ્ટેપમાં વધેલી આવક = 8,50,000 – માંથી 50,0000 બાદ કરતાં = રૂ.8 લાખ રૂપિયા બચત રહેશે.

આ બધા રોકાણ બાદ તમે હોમ લોન બાદ મેળવી શકો છો.

હવે જો તમને કોઈ હોમ લોન લીધેલી હોય તો તમે ઈન્કટેકસ ની કલમ 24B હેઠળ 2 લાખ રૂપિયા સુધી તેનું વ્યાજ તમે બાદ લઈ શકશો. જે તમને સીધું જ બાદ મળે છે.

  • આમ હવે કરપાત્ર આવક = 8,00,000 માંથી- 2,00,000 હોમ લોન નું વ્યાજ બાદ કરતાં = રૂ.6 લાખ રૂપિયા વધશે.

ત્યાર બાદ મેડિકલ વીમા પર 75000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

હવે અન્ય વીમા ની માહિતી જોઈએ તો, આવકવેરાની કલમ 80D હેઠળ, તમે મેડિકલ વીમા પ્રીમિયમ માટે રૂ. 25,000 સુધીની ટેક્સ બાદ મેળવી શકો છો. અને તમારા માતા પિતા નો મેડિકલ વીમો લેશો તો 50000 તેના પણ બાદ મળશે.

  • આ રીતે તમે કુલ કરપાત્ર આવક = 6,00,000 માંથી – 75,000 મેડિકલ વીમો બાદ કરતાં = રૂ.5.25 લાખ વધશે

હવે અન્ય ડોનેશન પર 25 હજાર રૂપિયા ટેક્સ બાદ મળશે.

હવે અંત માં જોઈએ કે આવકવેરાની કલમ 80G હેઠળ, તમે કોઈ પણ સંસ્થાઓને દાન અથવા દાન તરીકે આપવામાં આવેલી રકમ પર ટેક્સ કપાત મેળવી શકો છો. ડોનેશન દ્વારા તમે 25000 રૂપિયા સુધીની ટેક્સ બાદ મેળવી શકો છો.

  • હવે જોઈએ તો કુલ કરપાત્ર આવક = 5,25,000 માંથી – 25,000 ડોનેશન બાદ લેતા = રૂ.5 લાખ રૂપિયા વધશે.

આમ છેલ્લે જોઈએ તો આવકવેરાના નિયમો મુજબ, રૂ.5,00,000 આવક પર રૂ.12,500 (રૂ.2.5 લાખના 5%) ટેક્સ છે. અને તે ઈન્કમ ટેક્સ સેક્શન 87A હેઠળ 12500 રૂપિયા સુધીની છૂટ મળે છે, એટલે હવે તમે ટેક્સ ભરવા માંથી મુક્ત છો. તમારે હવે કોઈ ટેક્સ ભરવો પડશે નહિ.

કુલ ટેક્સ કપાત = રૂ.5,00,000

કુલ ચોખ્ખી આવક = રૂ.5,00,000

ટેકસની જવાબદારી = રૂ.0

આ રીતે 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ જોઈએ તે મુજબ અમલ કરશો તો તમે ટેક્સ ભરવા માંથી મુક્ત થઈ જશો.

How to Save Tax For Salary Above 10 Lakhs | Save Tax
How to Save Tax For Salary Above 10 Lakhs | Save Tax

How to Save Tax For Salary Above 10 Lakhs – સરકારી યોજના લિસ્ટ

સુકન્યા સમૃધ્ધિ યોજનાવધુ માહિતી માટે અહીં ક્લીક કરો…
Post Office Recurring Deposit Schemeવધુ માહિતી માટે અહીં ક્લીક કરો…
Public Provident Fund Schemeવધુ માહિતી માટે અહીં ક્લીક કરો…
જીવન વીમા માહિતીવધુ માહિતી માટે અહીં ક્લીક કરો…
How to Save Tax For Salary Above 10 Lakhs – સરકારી યોજના લિસ્ટ

How to Save Tax For Salary Above 10 Lakhs– વિડીયો સ્વરૂપે માહિતી

How to Save Tax For Salary Above 10 Lakhs Video Credit By – MyOnlineCA You Tube Channel

FAQ’s – How to Save Tax For Salary Above 10 Lakhs

સેક્શન 80C હેઠળ કપાતનો દાવો કેવી રીતે કરવો?

જ્યારે તમે દરેક આકારણી વર્ષના અંતે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો ત્યારે તમે કલમ 80C હેઠળ કપાતનો દાવો કરી શકો છો.

ઈન્કમ ટેક્સ એક્ટ મુજબ કેટલી આવક કરમુક્ત છે?

આવકવેરા કાયદા અનુસાર, પ્રતિ વર્ષ 2,50,000 રૂપિયા સુધીની કમાણી કરનાર વ્યક્તિ કરમુક્ત છે.
જો કે, 80 અને તેથી વધુ ઉંમરના લોકો માટે રૂ.5,00,000 કરમુક્ત છે. તેવી જ રીતે, 60 થી 79 વર્ષની વયના લોકો માટે 3,00,000 રૂપિયાની કર મુક્તિ મર્યાદા છે.

શું એક કરતાં વધુ રોકાણ નીતિ માટે રૂ. 1.5 લાખની કપાતનો દાવો કરી શકાય?

ના, સેક્શન 80C મુજબ, રૂ. 1.5 લાખ એ મહત્તમ કપાતની રકમ છે જેનો તમે રોકાણ પોલિસીની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના દાવો કરી શકો છો.

શું તમે 100% કર બચાવી શકો છો?

હા, ટેક્સમાં 100% બચત શક્ય છે. જો કે, તેના માટે પર્યાપ્ત ટેક્સ પ્લાનિંગ અને રોકાણની જરૂર છે.

શું કોઈ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરીને કર કપાતનો લાભ લઈ શકે છે?

હા, તમે પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરીને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર બચાવી શકો છો.

Last Word – How to Save Tax For Salary Above 10 Lakhs

How to Save Tax For Salary Above 10 Lakhs અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની તેમજ લોન લેવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા અથવા લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Save Tax For Salary Above 10 Lakhs ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો જો તમને અમારો 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ આર્ટિકલ ગમ્યો હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment