LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati | જીવન લાભ વીમા પોલિસી

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati | Best LIC Insurance Plans List 2023 in Gujarati | एलआईसी जीवन लाभ योजना | LIC Jeevan Labh 936 | જીવન લાભ પોલિસી

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દેશની સૌથી વિશ્વસનીય વીમા કંપનીઓમાંની એક છે. આ કંપનીની જુદી જુદી પોલિસી છે. જેમાં કરોડો લોકો પોતાની મહામૂલી આવકનું રોકાણ કરે છે. સરકાર દ્વારા સંચાલિત આ કંપનીની પોલિસીમાં રોકાણ કરીને, રોકાણકારોને પોતાની પરસેવાની કમાણી ડૂબવાનો ડર હોતો નથી.

આ આર્ટીકલ LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati દ્વારા LIC’s જીવન લાભ પોલિસી વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે. જેથી પ્રિય વાંચકો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati

એલઆઇસી જીવન લાભ પોલીસી સ્કીમ (LIC Jeevan Labh Policy) એક એવી પોલીસી છે, જેમાં તમે દરરોજ માત્ર 251.7 રૂપિયાનું રોકાણ કરીને રિટર્ન તરીકે 20 લાખ રૂપિયા મેળવી શકો છો. આ પોલિસી એક મર્યાદિત પ્રીમિયમ ભરવાની યોજના છે, જે તમારા ભવિષ્ય માટે રક્ષણ અને બચત આપે છે.

આ એક નોન લિંક્ડ પોલીસી છે, જેથી આ પોલીસીનો શેર માર્કેટ સાથે કોઇ સંબંધ નથી. બજારમાં આવતા વધારા ઘટાડાની અસર તેના પર થતી નથી. એટલે કે આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે.આ એક લિમિટેડ પ્રીમીયમ પ્લાન છે.

About LIC of India

Life Insurance Corporation Of India એ ભારત સરકારની માલિકીનું રોકાણ અને વીમા નિગમ છે. LIC એ ભારતીય જાહેર ક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યાપક હાજરી ધરાવે છે. તે 8 ઝોનલ અને 113 વિભાગીય કચેરીઓ દ્વારા કાર્ય કરે છે.

તેના મહત્વાકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રયાસના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર સુધીમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને સૂચિબદ્ધ કરવાનું લક્ષ્ય રાખે છે.

       LIC ભારતની સૌથી મોટી વીમા પ્રદાતા કંપની છે. નવા બિઝનેસ પ્રીમિયમમાં તેનો બજાર હિસ્સો 66.2% થી વધુ છે. કંપની સહભાગી વીમા ઉત્પાદનો અને બિન-ભાગીદારી ઉત્પાદનો જેમ કે યુનિટ-લિંક્ડ વીમા ઉત્પાદનો, બચત વીમા ઉત્પાદનો, ટર્મ વીમા ઉત્પાદનો, આરોગ્ય વીમો અને વાર્ષિકી અને પેન્શન ઉત્પાદનો ઓફર કરે છે.

LIC 2048 શાખાઓ, 113 વિભાગીય કચેરીઓ અને 1,554 સેટેલાઇટ કચેરીઓ દ્વારા કાર્ય કરે છે. તે Fiji, Mauritius, Bangladesh, Nepal, Singapore, Sri Lanka, UAE, Bahrain, Qatar, Kuwait, અને the United Kingdom માંવૈશ્વિક સ્તરે કાર્યરત છે.

Point of LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati

વિગતોમાહિતી
આર્ટિકલનું નામLIC Jeevan Labh Life Insurance Plan in Gujarati
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુLIC’s જીવન લાભ પ્લાનની માહિતીનો હેતુ
Policy Documents PDFMore Details…
અરજી કેવી રીતે કરવાનીonline / offline
આ અરજી કરવા માટે ઉમર મર્યાદાMin. 8 વર્ષ થી max. 59 વર્ષ
કોની પાસે આ યોજના નું ફોર્મ ભરવુંLIC ના એજન્ટ પાસે
ઓફીશીયલ વેબસાઈટMore Details…
Home PageMore Details…
Point of LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati

આ પણ વાંંચો- કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More :- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More :- Best LIC Insurance Plans List 2022 in Gujarati | શ્રેષ્ઠ જીવન વીમા પ્લાન

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati: જો તમે યુવાન છો અને ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવવા માંગો છો, તો LIC ની જીવન લાભ પોલિસી પર વિચાર કરો.

એલઆઈસી (LIC) પોતાના ગ્રાહકો માટે ઘણા શાનદાર પ્લાન રજૂ કરતુ રહે છે. જો તમે પણ સુરક્ષિત રોકાણની સાથે લાખોપતિ બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો એલઆઈસીની આ પોલિસી તમારા માટે ખુબ કામની છે. એલઆઈસી જીવન લાભ (LIC Jeevan Labh) સ્કીમ એક એવી પોલિસી છે જેમાં તમે દર મહિને બસ 233 રૂપિયા જમા કરી 17 લાખનું ફંડ મેળવી શકો છો. આવો જાણીએ આ પોલિસી વિશે..

LIC જીવન લાભ પોલિસીના લાભો

  • આ એક નોન લિંક્ડ પોલિસી છે જેનું નામ જીવન લાભ (LIC jeevan Labh, 936). આ કારણ છે કે પોલિસીને શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. બજાર ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર પડશે નહીં. આ સ્કીમમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન (Limited Premium Plan) છે. આ પ્લાન બાળકોના લગ્ન, શિક્ષણ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.
  • એલઆઈસીની જીવન લાભ (LIC Jeevan Labh Plan feature) પોલિસી નફો અને સુરક્ષા બંને આપે છે.
  • આ પોલિસીને 8થી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી લઈ શકે છે.
  • 16થી 25 વર્ષ સુધી પોલિસીની ટર્મ લઈ શકાય છે.
  • ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો એશ્યોર્ડ લેવો પડશે.
  • તેમાં વધુ રકમની કોઈ મર્યાદા નથી.
  • 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
  • પ્રીમિયમ પર ટેક્સ છૂટ અને પોલિસી ધારકના મૃત્યુ પર નોમિનીને વીમાની રકમ અને બોનસના લાભ મળે છે.
  • તમે માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક ધોરણે નિયમિતપણે પ્રીમિયમ ચૂકવી શકો છો.

પોલિસી ધારકને મળશે ડેથ બેનીફિટ

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati : જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસીની અવધિ દરમિયાન થાય છે અને તેણે મૃત્યુ સુધીનું પ્રીમિયમ જમા કર્યું છે, તો તેના નોમિનીને મૃત્યુ લાભના રૂપમાં મૃત્યુ પર મળનાર ડેથ રકમ, સિંપલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડીશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.

મેચ્યોરિટી બેનિફિટ કેલ્ક્યુલેશન

જીવન લાભ પોલિસી તમને દર મહિને રૂ. 233ના નજીવા રોકાણ પર રૂ. 17 લાખ મેળવવામાં મદદ કરી શકે છે. જેની ગણતરી કરો તો તમારે દરરોજ રૂ. 8 કરતા પણ ઓછાનું રોકાણ કરવાનું રહેશે. આ પોલિસી એક નોન-લિંક્ડ સ્કીમ છે, જેનો મતલબ છે કે તેનું વળતર કોઈપણ સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડ પર આધારિત નથી. જેના કારણે આ સ્કીમ બજારમાં સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક છે.

જો કોઈ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે પોલિસીમાં પ્રવેશ કરે છે અને 16 વર્ષ માટે દરરોજ 251.7 રૂપિયા ચૂકવે છે, તો તેને 45 વર્ષની ઉંમરે 20 લાખ રૂપિયા મળશે.

LIC Jeevan Labh Life Insurance Plan કેવી રીતે રોકાણ કરવું?

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati: આ પોલિસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિઓ સરળ, પ્રમાણભૂત, વ્યક્તિગત સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, તેઓ આ પોલિસી નીચે દ્વારા પણ ખરીદી શકે છે:

  • LIC એજન્ટ દ્વારા લઈ શકો છો.
  • નજીકની LIC ઓફિસમાં.
  • LIC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને.

કેવી રીતે કરી શકશો પ્રીમિયમની ચૂકવણી

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati : આ સ્કીમ હેઠળ 1 લાખ રૂપિયાનું એશ્યોર્ડ લેવુ જરૂરી છે. તેમાં રોકાણની કોઈ મહત્તમ સીમા નથી. તમે જેટલી ઈચ્છો એટલી રકમનું એશ્યોર્ડ લઈ શકે છે. ન્યૂ જીવન આનંદ પોલીસીની સમયગાળામાં 15 થી 35 વર્ષ છે. આ સ્કીમને તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. આ પોલિસી માટે તમે વર્ષના છ મહીના અને પ્રતિ મહીનાના આધાર પર પ્રીમયમની ચૂકવણી કરી શકો છો. પોલિસી ખરીદ્યાના ત્રણ વર્ષ બાદ તમે પોતાની પોલિસી પર કરજ પણ લઈ શકો છો.

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati | જીવન લાભ વીમા પોલિસી
LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati | જીવન લાભ વીમા પોલિસી

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati – સંપર્ક સૂત્ર

સંપર્ક સૂત્ર

Company NameLife Insurance of India
IRDAI Registration No.512
REGISTERED OFFICEYogakshema, Jeevan Bima Marg, Nariman Point, Mumbai-400021  
Contact LIC Call Center+91-022 6827 6827
EMAILco_cc@licindia.com
WEBSITEwww.licindia.in
LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati– સંપર્ક સૂત્ર

LIC Jeevan Labh Life Insurance Plan– વિડીયો સ્વરૂપે માહિતી

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati Video Credit By – Insurance Technical You Tube Channel

FAQ’s of LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati

LIC કંપની એ કોના દ્વારા સંચાલિત છે ?

LIC કંપની એ સરકાર દ્વારા સંચાલિત છે.

LIC ની ઓફીશીયલ વેબસાઈટ કઈ છે ?

LIC ની ઓફીશીયલ વેબસાઈટ www.licindia.in છે.

LIC પાકતી મુદતની રકમની ગણતરી કેવી રીતે કરવી ?

સરળ રીત છે મૂળભૂત સમ એશ્યોર્ડ + બોનસ + અંતિમ વધારાનું બોનસ (જો લાગુ હોય તો).

આ યોજના માટે ક્યાં અરજી કરવી?

આ યોજના માટે LIC ના અજેંટ પાસે અથવા તો નજીક ની LIC માં ઓફિસ એ અરજી કરવાની રહેશે.

Is LIC Jeevan Labh a good policy?

In addition, you are protected against market fluctuations that may be a risk with market-linked investments. All the above-mentioned factors make LIC Jeevan Labh a low-risk and well-favored life insurance scheme.

What is LIC Jeevan Labh interest rate?

10 lakh to Rs. 14.9 lakh receive 1.50% and Rs. 15 lakh and above receive 1.75%.

Can I apply for the LIC Jeevan Labh policy online?

Yes, you can apply for the LIC Jeevan Labh policy online.

Last Word

LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો LIC Jeevan Labh Life Insurance Plan in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment