Loans – Meaning, Types, and Features | લોન ની માહિતી

Loan Information in Gujarati | Personal Loan | Gold Loan | Vehicle Loan | Meaning Of Loans | Education Loan | લોન વિશે માહિતી

અમુક કામો કરવા અથવા અમુક વસ્તુઓ ખરીદવા માટે આપણી પાસે હંમેશા જરૂરી પૈસા હોતા નથી. આવી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ કે સંસ્થાઓ BanK પાસેથી Loan લેવાનો વિકલ્પ પસંદ કરે છે.

Meaning of Loans

મિત્રો, જ્યારે કોઈ Loan આપનાર bankકે Finance કોઈ વ્યક્તિ કે સંસ્થાને ચોક્કસ ગેરંટી સાથે અથવા વિશ્વાસના આધારે નાણાં આપે છે ત્યારે Loan મેળવનાર વ્યાજ સહિત ઉધાર લીધેલા નાણાંની ચુકવણી કરશે આ પ્રક્રિયાને ધિરાણ અથવા લોન લેવી એવું કહેવામાં આવે છે.

આપણામાંના મોટાભાગના લોકો Bankઅથવા વિશ્વસનીય પાસેથી Loan લેવાનું પસંદ કરે છે. કારણ કે તેઓ Government સાથે બંધાયેલા હોય અને વિશ્વાસપાત્ર હોય છે.

Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel

લોનના પ્રકાર

લોનના પ્રકાર નીચે મુજબ છે. જેની વિગતવાર માહિતી મેળવીશું.

Secured Loan

Secured Loan માટે ઉધાર લેનારને ઉછીના લીધેલા નાણાં માટે કોલેટરલ ગીરવે રાખવાની જરૂરી હોય છે. જો ઉધાર લેનાર લોનની ચૂકવણી કરવામાં અસમર્થ હોય તો બેંક બાકી ચૂકવણીની પુન:પ્રાપ્તિ માટે ગીરો કોલેટરલનો ઉપયોગ કરવાનો અધિકાર અનામત રાખે છે. આ પ્રકારની લોન માટેનો વ્યાજ દર ઘણો ઓછો હોય છે.

Unsecured Loan

Unsecured Loan એવી છે કે જેને લોન માટે કોઈ કોલેટરલની જરૂર હોતી નથી. લોન આપવી જોઈએ કે નહી તે નક્કી કરવા માટે બેંક લોન લેનાર સાથેના ભૂતકાળના સંબંધો, અને અન્ય પરિબળોનું વિશ્લેષણ કરે છે. આવે લોન માટે Interest વધારે હોઈ શકે છે. કારણ કે જો લોન લેનાર ડિફોલ્ટ કરે તો લોનની રકમ વસુલવાનો કોઈ રસ્તો નથી.

આ પણ વાંચો- પોતાના મોબાઈલ દ્વારા Navi Loan Application થી લોન મેળવવી તેની માહિતી મેળવો.

Education Loan

આ લોન માટે ઉધાર લેનારને ઉછીના લીધેલા નાણાં માટે કોલેટરલ ગીરવે રાખવાની જરૂરી હોય છે. જો ઉધાર લેનાર લોનની ચૂકવણી કરવામાં અસમર્થ હોય તો બેંક બાકી ચૂકવણીની પુન:પ્રાપ્તિ માટે ગીરો કોલેટરલનો ઉપયોગ કરવાનો અધિકાર અનામત રાખે છે. આ પ્રકારની લોન માટેનો વ્યાજ દર ઘણો ઓછો હોય છે.

Personal Loan

પર્સલોન લોન જુનું દેવુ ચુકવવા,વેકેશન પર જવા, ઘર/કારના ડાઉન પેમેન્ટ માટે, મેડિકલ ઈમરજન્સીમાં, કોઈ ગેજેટસ ખરીદવા મળી શકે છે. credઅરજદારના ભૂતકાળના સંબંધોને આધારે Personal loan આપવામાં આવે છે.

Vehicle Loan

Vehicle Loan અને Wheeler વાહનોની ખરીદી માટે નાણાં પૂરા પાડે છે. અમુક કંપનીઓ જુના વાહન પર ઓન રોડ કિંમતના આધારે લોનની રકમ આપવામાં આવે છે.તમારે નવા વાહન મેળવવા માટે ડાઉન પેમેન્ટ ભરવું પડતુ હોય છે કારણ કે વ્હીકલ લોન પર ભાગ્યે જ 100 % લોન આપતા હોય છે. લોનની રકમ જ્યાં સુધી સંપૂર્ણ ચુકવણી કરવામાં ન આવે ત્યાં સુધી Vehicle Loan પ્રોવાઈડ કરનારની માલિકીનું રહેશે.

Home Loan

Home Loan ઘર કે ફ્લેટ ખરીદવા, મકાન બાંધવા, હાલના મકાનનું નવીનીકરણ, મરામત કરવા અથવા મકાન/ફ્લેટના બાંધકામ માટે પ્લોટ ખરીદવા માટે મળે છે. આ કિસ્સામાં મિલકત લોન આપનાર પાસે રહે છે. અને ચુકવણી પૂર્ણ થયા પછી માલિકી હક મૂળ માલિકને ટ્રાન્સફર કરવામાં આવે છે.

Loan Detail in Gujarati । Loans | Loan Detail in Gujarati | Loan Information in Gujarati | Personal Loan | Gold Loan | Vehicle Loan |  Meaning Of Loans | Education Loan
Loan Information in Gujarati

Gold Loan

ઘણા ફાઈનાન્સર્સ અને લોન આપનાર સંસ્થાઓ તમે સોનુ કે સોનાના દાગીના ગીરવે મુકો તો રોકડ રકમ લોન રૂપે આપતા હોય છે. લોન આપનાર સોનાનું વજન,શુધ્ધતાના આધારે લોનની રકમની ગણતરી કરે છે. આ પૈસા તમે કોઈપણ હેતુ માટે ઉપયોગ કરી શકો છો.

લોન માસિક હપ્તાઓમાં ચુકવવી આવશ્યક છે. જેથી કરીને સમયસર લોન ચુકવી શકાય છે. જો ઉધાર લેનાર સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો લોન આપનાર અધૂરી રકમ માટે સોનુ લેવાનો અધિકાર અનામત રાખે છે.

Property Loan

સોનું ગીરવે રાખવાની જેમ તમે લોન લેવા માટે મિલક્ત વગેરે સંપતિઓ ગીરવે રાખી શકાય છે. જો ઉધાર લેનાર સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો લોન આપનાર અધૂરી રકમ માટે અસ્ક્યામતો વેચી શકે છે.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી મુદ્રા લોન વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

લોન મંજૂર કરવા માટેના મહત્વના પરિબળો

દેશ અને દુનિયામાં લોન લેવા માટે કેટલાક માપદંડો નક્કી કરેલા હોય છે. વ્યકિતગત, સંસ્થા કે કંપનીને લોનની જરૂરિયાત ઊભી થાય ત્યારે નક્કી કરેલી પાત્રતાના આધારે લોન આપવામાં આવે છે.

Credit Score

Credit Score  એ નક્કી કરે છે કે લોન આપનાર તમારી અરજી સાથે આગળ વધવા માંગે છે કે કેમ ? Creditતમારા ક્રેડિટ ઈતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી તેના આધારે વિશ્લેષણ કરે છે અને તારણ કાઢે છે કે ઉધાર લેનાર સમયસર ચુકવણી કરી શકે છે કે કેમ ? શું તે ચુકવણીમાં ડિફોલ્ટ કરશે ?

History of Income and Jobs

તમારી માસિક અથવા વાર્ષિક આવક અને રોજગારી નો સમયગાળો લોન મંજૂરીમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સાતત્યપૂર્ણ અને સ્થિર રોજગાર અને આવકની સ્થિરતાના આધારે લોન આપનારની ખાતરી થાય છે કે તમે લોન ચૂકવવામાં સમર્થ હશો.

Debt And Income Ratio

માત્ર તમારી આવક જ નહી, પણ મહત્વનો ભાગ ભજવે છે. જો તમારી આવક 1,00,000/- લાખ રૂપિયા હોય અને ખર્ચ 75,000/- રૂપિયા હોય તો તમારી લોનની અરજી નકારી શકે છે.

લોનની વિશેષતાઓ અને લાભો

  • વિવિધ પરિબળોને આધારે વિવિધ પ્રકારની લોન વર્ગીકૃત કરવામાં આવી છે.
  • તમે તમારી જરૂરિયાતના આધારે તમે જે પ્રકારની લોન લેવા માંગો છો તે પસંદ કરી શકો છો.
  • લોન આપનાર પુન:ચુકવણીની ક્ષમતા, આવકના આધારે લોનની રકમ નક્કી કરવાની અંતિમ સત્તા છે.
  • ચુકવણીની મુદ્દત અને વ્યાજ દર દરેક લોન સાથે સંકળાયેલ રહે છે.
  • બેંક દરેક લોન પર પ્રોસેસિંગ ફી અને ચાર્જિસ લગાવી શકે છે.
  • વ્યાજદર ના માર્ગદર્શનના આધારે નક્કી કરવામાં આવે છે.

Documents Required for Loans

લોન લેવા માટે કેટલાક અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડે છે. જે નીચે મુજબ છે.

  • ફોટોગ્રાફ સાથેનું અરજીપત્રક
  • ઓળખ અને સરનામાનો પુરાવો
  • છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • નવીનત્તમ પગાર સ્લીપ
  • ફોર્મ – 16 Applicants
  • વ્યવસાયનો પુરાવો
  • વ્યવસાયની પ્રોફાઈલ
  • છેલ્લા 3 વર્ષનું Income IT Return
FAQs of Loan

મારે લોન લેવા માટે કેટલો સમયગાળો લાગશે ?

બે થી ત્રણ કામકાજના દિવસો લાગે છે.

શું મારે લોન લેવા માટે મને બેંક ખાતાની જરૂર પડશે ?

લોન લેવા માટે બેંક ખાતાની જરૂર પડે.

હું કોઈપણ પ્રકારની લોન ક્યાંથી મેળવી શકું ?

સરકારી બેંક, ખાનગી બેંક અથવા તો ફાયનાન્સ કંપની વગેરે

લોન ચુકવણીનો મહત્તમ સમયગાળો શક્ય છે ?

લોનની પરત ચૂકવણી માટે બેંકોમાં અલગ-અલગ સમય આપવામાં આવે છે.

લોનની રકમ મને કેવી રીતે આપવામાં આવશે ?

તમારા ખાતામાં ચેક દ્વારા કે સીધી ક્રેડિટ દ્વારા લોનની રકમ મળે છે.

હું લોનની રકમ મુદત પહેલા ભરી શકું ?

હા તમારી સગવડતા તમે ભરી શકો છો.

હું લોનની રકમ કેવી રીતે ચુકવી શકું ?

લોન ખાતામાં રકમ જમા કરીને, ઓટો-ડેબિટ દ્વારા ચુકવી શકો છો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Loan માટે અરજીને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact Us કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો  તમારા મિત્રો સાથે જરૂર શેર કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…..

2 thoughts on “Loans – Meaning, Types, and Features | લોન ની માહિતી”

Leave a Comment