How to Apply for Divyang Lagn Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના
How to Apply for Divyang Lagn Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | e-samaj kalyan Gujarat online form | Divyang Lagn yojana detail in Gujarati
અત્યારે ગુજરાત સરકાર દ્વારા પ્રજાકીય લાભકારક યોજનાઓ અમલમાં મુકેલ છે. દિવ્યાંગ લોકો માટે પણ ઘણી યોજનાઓ બહાર પાડેલ છે.
ગુજરાત સરકાર દ્વારા Divyang Lagn Sahay Yojana અમલમાં મુકેલ છે. દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ આર્ટીકલ How to Apply for Divyang Lagn Sahay Yojana દ્વારા યોજનાને લગતી માહિતી આપવામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
How to Apply for Divyang Lagn Sahay Yojana
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓને લગ્ન માટે આર્થિક સહાય આપવા માટે ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.
દિવ્યાંગ વ્યક્તિઓ લગ્ન કરે ત્યારે લગ્ન પછીનું જીવન આર્થિક રીતે સુધારણા માટે 50 હજાર થી 1 લાખની સહાય સરકાર દ્વારા આ યોજના હેઠળ સહાય કરવામાં આવે છે.
Highlight of Divyang Lagn Sahay Yojana
રાજ્ય સરકાર | ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા |
આર્ટીકલનું નામ | દિવ્યાંગ લગ્ન સહાય યોજના |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
અરજીપ્રક્રિયા | Online |
Official Website | Click Here |
---|---|
હોમ પેજ | Click Here |
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની શરૂઆત
દિવ્યાંગ વ્યકિતઓને લગ્ન સહાય આપવા માટેની દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ગુજરાત સરકારે કરેલ છે.
Divyang Lagn Sahay Yojana નો હેતુ
દિવ્યાંગ વ્યક્તિઓ લગ્ન કરે ત્યારે લગ્ન પછીનું જીવન આર્થિક રીતે સુધારણા માટે 50 હજાર થી 1 લાખની સહાય સરકાર દ્વારા આ યોજના હેઠળ સહાય કરવામાં આવે છે. તે હેતુથી સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે
- કન્યાની ઉંમર ૧૮ વર્ષ થી વધુ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ.
- યોજનાનો લાભ ફક્ત એક જ વખત (યુગલ દીઠ મળવાપાત્ર રહેશે).
- આ યોજનામાં લગ્ન થયાની તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
- બે અલગ અલગ જિલ્લામાં રહેતી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટેની અરજી દંપતિએ લગ્ન બાદના દિવ્યાંગ દંપતિના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે. અરજી મંજૂર કરનાર જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને અરજી મંજૂર કર્યા અંગેની જાણ કરવાની રહેશે.
- દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં બન્ને દિવ્યાંગ પતિ –પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજૂ કર્યેથી મળવા પાત્ર રહેશે. દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજયમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાહેંધરી મેળવી લેવાની રહેશે.
- આ યોજના નો લાભ નીચે મુજબની ટકાવારી અને દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં દિવ્યાંગતાના પ્રકાર
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ નીચે આપેલ પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
Divyang Lagn Sahay Yojana – દિવ્યાંગતા પ્રકાર
ક્રમ | દિવ્યાંગતાનો પ્રકાર | દિવ્યાંગતાની ટકાવારી | |
1 | અંધત્વ , ઓછી દ્રષ્ટી, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ , એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા , સેરેબલપાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ | 40 ટકા કે તેથી વધુ | |
2 | સાંભળવાની ક્ષતિ | 71 થી 100 ટકા | |
3 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા , બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, દીર્ધ કાલીન અનેમિયા, માનસિક બિમાર, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીઝ | 50 ટકા કે તેથી વધુ |
Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Also Read:- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Also Read:- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat
Divyang Lagn Sahay Yojana હેઠળ મળવાપાત્ર સહાય
- આ યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલ દીઠ રૂ.૫૦૦૦૦/- + રૂ.૫૦૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ)સહાય મળવા પાત્ર છે.
- દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૫૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
Divyang Lagn Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે નીચે મુજબ છે.
- દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
- દંપતિના શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
- રેશનકાર્ડની પ્રમાણિત નકલ
- આધારકાર્ડની નકલ
- ચુંટણીકાર્ડની નકલ
- વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
- બન્નેના સંયુક્ત લગ્ન ફોટા/ લગ્ન કંકોત્રી
- લગ્ન રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.
Also Read:- Manav Garima Yojana | માનવ ગરિમા યોજના 2022
Read More:- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana
દિવ્યાંગ લગ્ન સહાય યોજના Apply Online
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ક્લીક કરો.
Divyang Lagn Sahay Yojana Video Gallery
eSamajKalyan Registration
E Samaj Kalyan Citizen Help Manual
E Samaj Kalyan Website | Click Here |
Citizen-Help Manual | Download Here |
E Samaj Kalyan Helpline | Click Here |
Home Page | Click Here |
FAQ
દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે લગ્ન પછી કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે ?
Divyang Lagn Sahay Yojana
કેટલા પ્રકારની દિવ્યાંગતામાં આ યોજનાનો લાભ મળે છે ?
21 પ્રકારની દિવ્યાંગતામાં આ યોજનાનો લાભ મળે છે. વધુ માહિતી માટે પૂરો આર્ટીકલ વાંચો.
Divyang Lagn Sahay Yojana નો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા કયું પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે ?
https://esamajkalyan.gujarat.gov.in/
દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાય મર્યાદા કેટલા રૂપિયાની છે ?
આ યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલ દીઠ રૂ.૫૦૦૦૦/- + રૂ.૫૦૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ)સહાય મળવા પાત્ર છે. દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૫૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં લગ્ન થયાની કેટલા સમયમાં અરજી કરવાની રહેશે ?
આ યોજનામાં લગ્ન થયાની તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
Disclaimer
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Divyang Lagn Sahay Yojana” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….