Udyogini Loan Scheme Gujarati | Mahila Loan | Udyogini Scheme for Women Entrepreneurs | Government Udyogini Scheme | ઉદ્યોગીની લોન યોજના
મહિલા ઉદ્યમીઓને પગભર બનાવવા માટે ઉદ્યોગીની યોજના ચાલે છે. ઉદ્યોગ સાહસિકો અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધતા યુવાનો માટે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા યોજના ચાલે છે. ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે PM સ્વનિધિ યોજના જેવી અનેક યોજનાઓ આ સરકારના સુરાજ્યમાં અમલમાં લાવવામાં આવી છે.
મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવા માટે આપણી સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી સ્વાવલંબી બને એ માટે પણ પ્રોત્સાહન કરવામાં આવે છે. સાચી માહિતી અને થોડા માર્ગદર્શનથી મહિલાઓ સ્વાવલંબી બની રહી છે. નોકરી થી લઈને અલગ અલગ વ્યવસાય માં મહિલાઓનો ડંકો વાગે છે. જો કોઈ મહિલા પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો અને પૈસાની સમસ્યાનો સામનો કરી રહી હોય, તો તમે સરકારની મદદથી તમારો વ્યવસાય શરૂ કરી શકો છો.
આ ગુજરાતી આર્ટીકલ દ્વારા Udyogini Loan Scheme Gujarati ની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
Udyogini Loan Scheme Gujarati
પોતાના વ્યવસાયિક સ્વપ્નોને પુરા કરવા સરકાર તરફથી મહિલાઓ માટે ઘણી યોજનાઓ ઉપલબ્ધ છે. જેનો લાભ પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છતી મહિલાઓ લઇ શકે છે. જેમકે, ઉદ્યોગીની યોજના 55 વય થી ઓછી મહિલાઓ માટે લોન ઉપલબ્ધ છે.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઉદ્યોગીની લોન યોજના’ નામની યોજના મહિલાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન, જુદા જુદા કેટલાય પ્રકારનાં નાના વ્યવસાય સ્થાપવા અને આર્થિક રીતે પગભર થવા માટે છે.
Highlight of Udyogini Loan Scheme Gujarati
યોજનાનું નામ | ઉદ્યોગીની લોન યોજના |
યોજનાનો હેતુ | સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છતી મહિલાઓને લોન |
કેટલી લોન ? | ત્રણ લાખ રૂપિયા સુધીની લોન |
લોન કોણ લઈ શકે? | 18થી 55 વય ધરાવતી તમામ મહિલાઓ |
કોનો સંપર્ક કરવો? | મહિલાઓને તેમના વિસ્તારની બૅન્કનો સંપર્ક કરવાનો રહેશે. |
ફોન નંબર | 011-45781125 |
Home Page | More Details… |
Udyogini Loan Scheme ની વિશેષતાઓ
- કેન્દ્ર સરકારના આત્મનિર્ભર કાર્યક્રમનો એક ઉદ્દેશ મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા માટે નાણાકીય સહાય આપવાનો છે.
- જોબ કરતી મહિલાઓને ઉદ્યમી અને વ્યવસાયીના રૂપમાં વિકસિત કરવા અને તેમને આત્મનિર્ભર થવા માટે શરૂ કરવામાં આવેલી આ લોન યોજના છે.
- જોકે આ યોજના સૌપ્રથમ કર્ણાટક સરકાર દ્વારા કર્ણાટકમાં શરૂ કરવામાં આવી હતી, ત્યાર પછી કેન્દ્ર સરકાર મહિલા વિકાસ નિગમ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવી છે.
- મુખ્ય રીતે ગ્રામ્ય ક્ષેત્રોમાં મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતાને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે.
- આ યોજનાથી અત્યાર સુધી લગભગ 50 હજાર જેટલી મહિલાઓને લાભ થયો છે અને બિઝનેસવુમન તરીકે આગળ વધી રહી છે.
આ પણ વાંચો- HDFC Bank Gold Loan Information in Gujarati | એચડીએફસી બેંક ગોલ્ડ લોન
- વિકલાંગ મહિલાઓ અને વિધવાઓ બહેનો માટે લોન માટેની કોઈ મર્યાદા નથી. તેઓ જે વ્યવસાય શરૂ કરે છે, તેની પાત્રતાના આધારે વધુ લોન આપે છે.
- વિકલાંગ, વિધવા અને દલિત મહિલાઓને સંપૂર્ણ રીતે વ્યાજ વગરની લોન આપવામાં આવે છે. અન્ય વર્ગની મહિલાઓને 10થી 12 ટકાના વ્યાજદરે લોન આપવામાં આવે છે.
- મહિલાઓને જે બૅન્કમાંથી લોન મળે છે, તેનો વ્યાજદર બૅન્કના નિયમો આધારિત રહે છે.
- પરિવારની વાર્ષિક આવકના આધારે 30 ટકા સુધીની રકમની સબસીડી આપવામાં આવે છે.
ઉદ્યોગિની લોન યોજના માટેની પાત્રતા
- 18થી 55 વય ધરાવતી તમામ મહિલાઓ આ લોન મેળવવાને પાત્ર છે.
- આ યોજના માટે અરજી કરનાર મહિલાઓએ તેમનો ક્રૅડિટ સ્કોર મજબૂત હોવો જરૂરી રહે છે.
- જો ભૂતકાળમાં કોઈ લોન લીધી હોય અને તેની યોગ્ય રીતે ચુકવણી કરવામાં ન આવી હોય તો તેમને કોઈ લોન આપવામાં આવશે નહીં.
- સિબિલ સ્કોર સારો છે કે નહીં તે જરૂરી છે.
Read More:- Navi Loan App Review in Gujarati | Navi App થી લોન કેવી રીતે મેળવવી
Udyogini Loan Scheme – કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ?
- અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટો
- અરજી કરનાર મહિલાનું આધાર કાર્ડ અને જન્મનો દાખલો
- ગરીબી રેખાથી નીચેના લોકોએ રેશનકાર્ડની નકલ જોડવાની રહેશે.
- જાતિનું પ્રમાણપત્ર.
- બૅન્કખાતાની પાસબુક કે કેન્સલ કરેલો ચેક.
- ઈન્કમ સર્ટિફિકેટ
- રેશન કાર્ડની નકલ.
Read More:- PPFમાં કરો છો Investment, આવ્યા છે તમારા માટે શુભ સમાચાર
યોજનાનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવો
આ યોજના અંતર્ગત લોન મેળવવા માટે મહિલાઓને તેમની નજીકની બૅન્કનો સંપર્ક કરવાનો રહેશે.
બજાજ ફાઇનાન્સ જેવી ખાનગી નાણાકીય સંસ્થા પણ આ લોન આપી શકે છે.
ઓફિસ સરનામું | ઉદ્યોગીની, ડી-17, બેઝમેન્ટ, સાકેત, નવી દિલ્હી -110017 |
ફોનનંબર | 011-45781125 |
ઈમેલ | mail@udyogini.org |
TELEPHONE | +91 20 66529299 |
Home Page | More Details… |