Govt will give subsidy on bank loans | Credit Linked Subsidy Scheme | ડેરી ફાર્મિંગ લોન | Dairy Farming Loan | Subsidy Loan Scheme | બેંક લોન પર સબસિડી
ભારત એક ખેતીપ્રધાન દેશ છે. દેશની લગભગ ૬૦% થી વધુ લોકો ખેતી પર નિર્ભર છે. ખેડુતો પણ તેમની આવક વધારવા અવાર નવાર અવનવી તરકીબો અપનાવતા રહે છે, ખેડુતોનું ધ્યાન હવે ડેરી ફાર્મિંગના વ્યવસાય તરફ જોવા મળી રહ્યુ છે. જો તમે પણ ડેરી ફાર્મિંગનો વ્યવસાય કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.
આ ગુજરાતી આર્ટીકલ દ્વારા Govt will give subsidy on bank loans ની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
Govt will give subsidy on bank loans
ડેરી ફાર્મિંગના વ્યવસાયમાં તમે માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો તમારે નાના પાયે કામ શરૂ કરવું હોય તો તમે 2 ગાય અથવા ભેંસ સાથે ડેરી શરૂ કરી શકો છો. બે પશુઓ પર તમને 35 થી 50 હજાર રૂપિયા મળશે.
Highlight of Govt will give subsidy on bank loans
યોજનાનું નામ | ડેરી ફાર્મિંગ લોન યોજના |
યોજનાનો હેતુ | ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે લોન પર સબસિડી |
કેટલી સબસિડી મળશે ? | 2.5 લાખ રૂપિયાની સબસિડી મળશે. |
સબસિડી કોના દ્વારા મળશે ? | સબસિડી નાબાર્ડ દ્વારા આપવામાં આવે છે. |
સત્તાવાર વેબસાઈટ | https://www.nabard.org/ |
Home Page | More Details… |
ડેરી ફાર્મિંગ શરૂ કરવાના પગલા
- ડેરી ફાર્મિંગ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે શરૂઆતમાં અમુક ગાય અથવા ભેંસ રાખવી જોઈએ.
- ત્યારબાદ માંગ પ્રમાણે પછીના તબક્કામાં પશુઓની સંખ્યા વધારી શકાય છે.
- આ માટે સૌ પ્રથમ તમારે સારી જાતિની ગાય જેમ, કે ગીર જાતિની ગાય ખરીદવી પડશે અને તેની સારી સંભાળ અને ખોરાકની કાળજી લેવી પડશે.
- આનો ફાયદો એ થશે કે વધુ માત્રામાં દૂધનું ઉત્પાદન થવા લાગશે. તેનાથી આવકમાં વધારો થશે. થોડા દિવસો પછી તમે પશુઓની સંખ્યામાં પણ વધારો કરી શકો છો.
ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંક આપશે લોન
- ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના શરૂ કરી છે.
- આ યોજનાનો ઉદ્દેશ્ય આધુનિક ડેરી તૈયાર કરવાનો છે. આ સાથે આ યોજનાનો હેતુ એ પણ છે કે ખેડૂતો અને પશુપાલકો ડેરી ફાર્મ ખોલી શકે અને તેમની આવકમાં વધારો કરી શકે.
- આ યોજના હેઠળ, તમને ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંક તરફથી લોન પણ આપવામાં આવે છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે આ લોન પર સબસિડી પણ મળે છે.
લોન પર મળશે સબ્સિડી
- જ્યારે તમે ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંકમાંથી લોન લો છો, તો તમને સરકાર તરફથી તેના પર સબસિડી આપવામાં આવે છે.
- જો તમે ૧૦ જાનવરોની ડેરી ખોલવા માંગો છો તો તેના માટે તમારે 10 લાખ રૂપિયાની જરૂર પડશે.
- કૃષિ મંત્રાલયની DEDS યોજનામાં તમને લગભગ 2.5 લાખ રૂપિયાની સબસિડી મળશે.
- આ સબસિડી નાબાર્ડ દ્વારા આપવામાં આવે છે.
- આ રીતે તમે આ બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો.
આ પણ વાંચો- Udyogini Loan Scheme Gujarati | ઉદ્યોગીની લોન મહિલાઓ માટેની યોજના
Read More:- Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 | મહિલાઓ માટે વગર વ્યાજની લોન
Read More:- Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો
યોજનાનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવો
આ યોજના અંતર્ગત લોન મેળવવા માટે તમારી નજીકની બૅન્કનો સંપર્ક કરવાનો રહેશે.
મંત્રાલયનું નામ | કૃષિ મંત્રાલયની DEDS યોજના |
વિભાગનું નામ | કૃષિ, ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ |
સરનામુ | બ્લોક-૫, પહેલો માળ નવુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત |
---|---|
ઈમેલ | secagri@gujarat.gov.in |
TELEPHONE | 079-23250802 |
Home Page | More Details… |
Last Word
આ આર્ટીકલ અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Pasupalan
Vi. Sakri to. Kheralu di. Mhesana
ઓછામાં ઓછાં કેટલા પશુ હોવા જોઈએ