How to Apply PM Vishwakarma Loan Yojana Scheme | પીએમ વિશ્વકર્મા લોન યોજના

How to Apply PM Vishwakarma Loan Yojana Scheme | પીએમ વિશ્વકર્મા લોન યોજના | વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના | PM વિશ્વકર્મા લોન યોજના 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશના કૌશલ્યવાન શ્રમિકો માટે એક નવી નાણાકીય સહાયની યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ બેરોજગાર નાગરિકોને 3 લાખની લોન આપવામાં આવશે. આ યોજનાનું પૂરુ નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત તો કરી દીધી, પરંતુ કલાકારો અને કારીગરોને આ યોજના માટે નાણાં કોણ આપશે તે જાણવું જરૂરી છે.આજે અમે આ પોસ્ટ How to Apply PM Vishwakarma Loan Yojana Scheme માં જણાવીશું કે તમે કેવી રીતે આ યોજનામાં અરજી કરી શકો છો ? અને કેવી રીતે લાભ ઉઠાવી શકો છો.

How to Apply PM Vishwakarma Loan Yojana Scheme

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને કલાકારોને સર્ટિફિકેટ્સ અને ઓળખપત્રો આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને કોલેટરલ ફ્રી ઍન્ટર્પ્રાઇઝ ડેવલપમૅન્ટ લોનના રૂપમાં નાણાકીય સહાય આપવામાં આવશે.

તેમને પ્રથમ તબક્કામાં રૂ. એક લાખ સુધીની લોન મળશે અને તેની ચૂકવણી કરી દીધા, પછી તેઓ વ્યાજના રાહત દરે રૂ. બે લાખ સુધીની લોન મેળવવાને પાત્ર બનશે. લાભાર્થીઓ પાસેથી લોન પેટે વસૂલવાપાત્ર વ્યાજનો રાહત દર પાંચ ટકા નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા વ્યાજ છૂટની સીમા આઠ ટકા સુધીની હશે અને તે બૅન્કોને અગ્રિમ સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે.

Highlights of How to Apply PM Vishwakarma Loan Yojana Scheme

આર્ટીકલનું નામPM Vishwakarma Loan Yojana in Gujarati
આર્ટીકલની પેટા માહિતીPM Vishwakarma Loan Yojana વિશે માહિતી
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
આર્ટીકલનો હેતુPM Vishwakarma Loan Yojana માહિતી આપવાનો હેતુ
Official WebsiteClick Here
હોમ પેજClick Here
Highlights of How to Apply PM Vishwakarma Loan Yojana Scheme
WhatsApp Group જોડાઓ. Join Now
– Shri Narendrabhai Modi, Prime Minister, Bharat(2019-2024)

Read More :- Baroda Digital Pre-Approved Personal Loan | બીઓબી પૂર્વ મંજૂર પર્સનલ લોન

Also Read More:- How to Open Baroda Mahila Shakti Saving Account | બરોડા મહિલા શક્તિ બચત ખાતું

Also Read More:- Baroda Pensioners Savings Bank Account | 5 રૂપિયામાં Bank of baroda માં ખાતું ખોલાવી મેળવો અનેક ફાયદા

પીએમ વિશ્વકર્મા લોન યોજનાનો હેતુ

  • આ યોજનાનો હેતુ કારીગરોની ગુરુ-શિષ્ય પરંપરાને ટેકો આપવાનો અને તેમને તથા તેમના પરિવારોને મૂડી સહાય આપીને તેમના બિઝનેસની વૃદ્ધિમાં મદદ કરવાનો છે.
  • આ યોજનાનો ઉદ્દેશ કળાકારો વધારે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આપે તેવું કરવાનો પણ છે. આ યોજના મારફત કારીગરો અને કળાકારોને દેશભરના અને વિશ્વના મોટા બિઝનેસ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

કોને-કોને લાભ મળશે?

  • પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ સમગ્ર દેશના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના કારીગરો તથા કળાકારોને મળશે.
  • નીચે મુજબના 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને શરૂઆતમાં તેનો લાભ મળશે. એવા વ્યવસાયીઓમાં સુથાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, કાથીનું કામ કરતા વણકરો, વાંસના કળાકારો, સાદડી-સાવરણીના ઉત્પાદકો, પરંપરાગત રમકડાના ઉત્પાદકો, વાળંદ, ધોબી, માળી, દરજી, માછીમારીની જાળના નિર્માતાઓ, હોડી નિર્માતાઓ, શસ્ત્રાસ્ત્ર ઉત્પાદકો, લુહાર, તાળાં બનાવતા લોકો અને હથોડી તથા ટૂલકીટના નિર્માતાઓનો સમાવેશ થાય છે.

ક્યા દસ્તાવેજો જરૂરી છે ?

  • રજીસ્ટ્રેશન ફોર્મ
  • મોબાઈલ ઑથેન્ટિકેશન અને આધાર ઇકેવાયસી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ફોટો સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આધાર કાર્ડ
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખ કાર્ડ
  • પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ

અરજી કેવી રીતે કરવી?

સરકારની વેબસાઇટ પરની માહિતી મુજબ, યોજના માટે નોંધણી નીચે મુજબ કરી શકાશે.

  • મોબાઈલ અને આધાર વેરિફિકેશન : કારીગરે મોબાઈલ ઑથેન્ટિકેશન અને આધાર ઇકેવાયસી કરવાનું રહેશે.
  • રજિસ્ટ્રેશન ફોર્મ : કારીગરે રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને અરજી સુપ્રત કરવાની રહેશે. લાભાર્થીઓની નોંધણી ગ્રામ પંચાયત તથા શહેરી નગરપાલિકાઓના સ્તરે કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા તેમજ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી દ્વારા પણ કરવામાં આવશે.
  • પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ : કારીગરે પીએમ વિશ્વકર્મા ડિજિટલ ઓળખપત્ર અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.
  • આખરે, કારીગરે તેની કાર્યકુશળતાના આધારે યોજનાના ઘટકો માટે અરજી કરવાની રહેશે. સરકારી વેબસાઈટ પર જણાવ્યા મુજબ, “લાભાર્થીઓ અરજી સુપ્રત કરે એ પછી ત્રણ તબક્કાનું વેરિફિકેશન કરવામાં આવશે. તે નિયમ અનુસારનું હશે તો પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી કરવામાં આવશે.”
How to Apply PM Vishwakarma Loan Yojana Scheme | પીએમ વિશ્વકર્મા લોન યોજના
How to Apply PM Vishwakarma Loan Yojana Scheme | પીએમ વિશ્વકર્મા લોન યોજના

PM Vishwakarma Loan Yojana – Contact Details

મંત્રાલયનું નામMINISTRY OF MICRO, SMALL AND MEDIUM ENTERPRISES
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો…
નોડલ ઓફિસરAS&DC( MSME) is the Nodal Officer for PM VISHWAKARMA
Mail iddcmsme@nic.in
Telephone No.011-23061176
વધુ માહિતી માટેવેબસાઈટ….
Home PageMore Details…
PM Vishwakarma Loan Yojana – Contact Details

FAQs for How to Apply PM Vishwakarma Loan Yojana Scheme

Que.1 પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોનની માહિતી માટે કઈ વેબસાઈટ છે ?

Ans.1 પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોનની માહિતી માટે https://pmvishwakarma.gov.in/ વેબસાઈટ છે.

Que.2 પીએમ વિશ્વકર્મા યોજના નોડલ ઓફિસર કોણ હશે ?

Ans.2 પીએમ વિશ્વકર્મા યોજના નોડલ ઓફિસર તરીકે AS&DC( MSME) નીમવામાં આવેલ છે.

Que.3 PM Vishwakarma Loan Yojana નો પ્રારંભ ક્યારે થશે ?

Ans.3 પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિથી થશે.

Que.4 What is Pradhan Mantri Vishwakarma Scheme?

Ans.4 PM વિશ્વકર્મા એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કારીગરો અને કારીગરોને કોલેટરલ ફ્રી ક્રેડિટ, કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક સાધનો, ડિજિટલ વ્યવહારો અને બજાર માટે પ્રોત્સાહન દ્વારા સર્વગ્રાહી અને અંત-થી-અંત સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે.

Que.5 How many members of a family can apply for PM Vishwakarma?

Ans.5 Only one member from a family can apply for PM Vishwakarma.

Last Word – How to Apply PM Vishwakarma Loan Yojana Scheme

આ આર્ટીકલથી અમે તમારા લાભકારક How to Apply PM Vishwakarma Loan Yojana Scheme સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ કે, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને બેંક ખાતાની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

3 thoughts on “How to Apply PM Vishwakarma Loan Yojana Scheme | પીએમ વિશ્વકર્મા લોન યોજના”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button