રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે

Keep these things in mind while filing your Return | Income Tax Return | ITR Form | Income Tax Department | How to File Tax Returns | Tax Tricks

Keep these things in mind while filing your Return : અત્યારે ઈન્કમ ટેક્ષ ભરવાનો સમયગાળો છે. ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કરતી વખતે ઘણી બાબતોની ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો નહીં રાખો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે આ આર્ટીકલ દ્વારા ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવી રહ્યા છીએ.

Keep these things in mind while filing your Return

ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કરવા માટે છેલ્લી તારિખની રાહ કદી જોવી નહી. જો તમે હજી સુધી ITR ફાઈલ કરી ન હોય, તો વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી દેવી જોઈએ. પ્રારંભિક ITR ફાઈલ ભરીને તમે રીફંડ પણ મેળવી શકાય. તે માટે ITR ફાઈલ કરવા માટે છેલ્લી તારિખની રાહ જોશો નહી. આ સિવાય મોડા ફાઈલ કરવાથી તમારે દંડ પણ ભરવો પડે છે. અને જ્યારે પણ આઈટીઆર ફાઈલ કરો ત્યારે કાળજીપૂર્વક ITR ફાઈલ કરો.

ઈન્કમ ટેક્ષ રીટર્ન ભરવાના ફાયદા

Income Tax Department of India : તમારી ઈન્કમ કરરાહત કરતાં પણ ઓછી હોય તો પણ ટેક્ષ રીટર્ન તમને ઘણી બાબતોમાં સહાયરૂપ બની શકે છે. જેવી કે વીમા પોલીસી લેતી વખતે, લોન લેતી વખતે અથવા તો ફોરેન જવા માટે વિઝા ફાઈલ કરતી વખતે રીટર્ન ફાઈલ સહાયરૂપ બની શકે છે. સામાન્ય રીતે કેરીયરની શરૂઆતમાં કરરાહતની મર્યાદા કરતાં આવક ઓછી હોય છે.

આ પણ વાંચવા જેવું : આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ: રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે

રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કરતી વખતે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ફાઈલ કરતી વખતે તેના નિષ્ણાતની પણ મદદ લઈ શકાય છે.

(1) યોગ્ય ITR Form ભરો

ભારતમાં ઈન્કમ ટેક્ષ રીટર્નના ફોર્મ અલગ-અલગ હોય છે. તમારી આવકના અલગ અલગ સ્ત્રોત પ્રમાણે અલગ અલગ ફોર્મ હોય છે. તમારા લગતા ફોર્મની પસંદગી કરવાની હોય છે. વિવિધ સ્ત્રોતમાંંથી થયેલી આવક પ્રમાણે ફોર્મની પસંદગી કરો.

(2) રાહતપાત્ર આવક જાહેર કરો

કોઈ નાગરિક મ્યુચ્યુલ ફંડ કે લાંબા ગાળાના મૂડીરોકાણ પર ડિવિડન્ડની આવક પ્રાપ્ત કરે તો તેના પર ટેક્ષ રાહત મળતી હોય છે, તેના પર ટેક્ષ ભરવાનો હોતો નથી. પણ નિયમ મુજબ આ આવલ રીટર્ન ભરતી વખતે દર્શાવવી જરૂરી છે.

(3) વાર્ષિક માહિતી રીટર્ન

ITR Form File કરતી વખતે વર્ષ દરમિયાન કરેલું રોકાણ, મિલકતમાં રોકાણ, રોકડ જમા તેમજ ક્રેડીટ કાર્ડનો ખર્ચ વગેરે બાબતો દર્શાવવી આવશ્યક છે. આમ દરેક વાર્ષિક નાણાંકીય માહિતી જાહેર કરવી જોઈએ.

(4) બાળકો દ્વારા હાંસલ કરાયેલી આવક

સગીર બાળકે રીટર્ન ભરવાની જરૂર હોતી નથી. પરંતુ તેઓએ જે આવક મેળવી હોય તે વાલીના રીટર્નમાં દર્શાવવી જરૂરી છે. આ આવક બચત પર થયેલ વ્યાજની આવકનો પણ સમાવેશ થઈ જાય છે..

(5) વ્યાજની આવક દૂર કરવાનું ટાળો

2006 ના એપ્રિલથી કલમ 80 એલ રદ કરવામાં આવી છે. તેથી બેંકમાં કરેલ બચત પરના વ્યાજની આવક કરપાત્ર છે. આમ તમારા બચતખાતામાં જમા રકમ પર મળેલ વ્યાજની રકમ કર પાત્ર છે. ટેક્ષ સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહારની ઝંઝટમાંથી બચવા આ રકમને રીટર્ન ભરતી વખતે ધ્યાનમાં રાખો.

(6) ITR-5 Form સમયસર ભરો

ઓનલાઈન રીટર્ન ભર્યા પછી 30 દિવસમાં આઈટીઆર-5 ફોર્મ ટેક્ષ વિભાગને મોકલવું જરૂરી છે. આમ ન થાય તો તમારા રીટર્નની ફાઈલ તારીખ પાછી ઠેલાશે. અને તમારૂ આઈટીઆર-5 ફોર્મ મળશે તે તારિખ ગણાશે. એનો અર્થ એ કે આઈટીઆર-5 ફોર્મ ન ભરો ત્યાં સુધી તમે ભરેલું રીટર્ન માન્ય રહેતું નથી.

(7) બેંકની વિગતો ચોકસાઈપૂર્વક ભરો

બેંકનો ખાતા નંબર , IFSC Code તેમજ MICR કોડ ચોકસાઈપૂર્વક ભરો. જેથી કોઈ મુશ્કેલી વિના તમને રીફંડ પ્રાપ્ત થઈ શકે. કોઈ ભૂલ રહી જવાના કિસ્સામાં તમારે બેંકના ખાતાનો એક કેન્સલ કરેલો ચેક આપવો જરૂરી છે.

(8) ITR Form સમયસર ભરો

જે કરદાતાને વર્ષ દરમિયાન ખોટ ગઈ હોય અને તેને તે આગળના વર્ષમાં લઈ જવા માગે છે, તો તેના માટે રીટર્ન સમયસર ભરેલું હોવું જરૂરી છે. આમ નિયત સમયમાં રીટર્ન ભરવું આવશ્યક છે.

(9) ITR Form બે વર્ષની મર્યાદા

જે વર્ષમાં આવક કરી હોય તેના બે વર્ષની અંદર રીટર્ન ફાઈલ કરી દેવાનું હોય છે. જો કે આપનો ટેક્ષ બાકી હોય અને તે ભર્યો ન હોય તો બાકી રહેલી રકમ પર વ્યાજ ભરવાનું રહેશે.

રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે
રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે
WhatsApp Group જોડાઓ. Join Now

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Read More :- How to check IPO Allotment Status of any company | કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

નિષ્કર્ષ

આમ, આપણે જાણીએ છીએ કે,ટેક્ષ રીટર્ન ભરવું ફરજિયાત છે અને તે સમયસર ભરવું જોઈએ. આમ છતાં છેલ્લી તારીખ સુધી રાહ જોઈએ છીએ, અથવા તો આળસ કરીએ છીએ. અંતે ઉતાવળમાં કેટલીક બાબતો પર ધ્યાન ન આપી શકતાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રીટર્ન ભરવામાં રાખેલી કાળજી નાણાંકીય અને માનસિક શાંતિ માટે જરૂરી છે.

Last Word

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આ આર્ટીકલKeep these things in mind while filing your Return માં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે-તે લોકોને નાણાંકીય મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Keep these things in mind while filing your Return આર્ટીકલને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button