પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ | Post Office Mahila Samman Saving Scheme 2023

Post Office Mahila Samman Saving Scheme 2023 | પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ | How To Open Mahila Samman Saving Certificate | Mahila Samman Saving Scheme Calculator

Post Office Mahila Samman Saving Scheme 2023 : અત્યાર સુધી, સરકારે મહિલા સમ્માન બચત યોજના માટે કેવી રીતે અરજી કરવી તે અંગે કોઈ માહિતી પ્રદાન કરી નથી. પરંતુ 1 એપ્રિલ, 2023 થી પોસ્ટ ઓફિસ ખાતે મહિલા સમ્માન બચત યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાથી દરેક મહિલાઓને લાભ થશે. વ્યાજ ત્રણ મહિને ચક્રવૃધ્ધિ વ્યાજ પ્રમાણે ઉમેરવામાં આવશે.

મહિલાઓ માટે તેમની બચત વધારવા અને તેમના નાણાકીય ભવિષ્ય પર નિયંત્રણ મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. અહીં આ આર્ટીકલ Post Office Mahila Samman Saving Scheme 2023 દ્વારા મહિલાઓ માટે Savings Scheme વિગતે વાત કરી રહ્યા છીએ.

Post Office Mahila Samman Saving Scheme 2023

Table of Contents

Post Office Mahila Samman Saving Scheme 2023: મહિલા સન્માન બચત યોજના એ 2023 ના બજેટમાં ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બચત યોજના છે. તે ખાસ કરીને મહિલાઓ માટે છે. અને 2 લાખ રૂપિયા સુધીની બચત પર 7.5% ના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.

મહિલા સમ્માન બચત પત્ર યોજના સરકારના નોટિફિકેશન બહાર પડતા સાથે જ અમલમાં આવી છે. આ યોજનાનો લાભ મહિલાઓ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને લઈ શકે છે. મહિલાઓ માટેની ખાસ બચત યોજના ક્યારે લાગુ થઈ, કોણ કરી શકે રોકાણ, કેટલું વ્યાજ મળશે, જાણો આ સ્કીમ સાથે સંકળાયેલી વાતો…..

Highlights of Post Office Mahila Samman Saving Scheme 2023
આર્ટીકલનું નામPost Office Mahila Samman Saving Scheme 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો હેતુંPost Office Mahila Samman Saving Scheme 2023 ની માહિતી
લાભાર્થીભારતીય મહિલાઓ
યોજનાનું નામPost Office Mahila Samman Saving Scheme 2023
પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટClick Here…
Home PageClick Here…
Highlights of Post Office Mahila Samman Saving Scheme 2023

Post Office New Scheme

પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓ માટે ખાસ યોજના ખુલ્લી મુકી છે. મહિલાઓ 2 લાખ રૂપિયા સુધી આ યોજનામાં રોકાણ કરી શકે છે. એ યોજના છે, પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજના. આ યોજનામાં દર 3 મહિને વ્યાજ ઉમેરીને ચક્રવૃધ્ધિ વ્યાજ તરીક ગણવામાં આવશે.

Also Read More:- પરિવારના દરેક સભ્ય માટે પોસ્ટ ઓફિસમાં રોકાણ વિકલ્પ | Post Office Bachat Yojana For All Member

Read More :- PM Kisan Yojana New Helpline | Pm Kisan Problem Solved

Also Read More:- ગ્રામીણ વિસ્તારના સૌથી વધુ કમાણીવાળા બિઝનેસ | Top Five Village Business Idea in Gujarati

Mahila Samman Savings Certificate – કોણ ભાગ લઈ શકે?

  • કોઈપણ મહિલા દ્વારા પોતાના માટે
  • સગીર બાળકી વતી તેના વાલી દ્વારા

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત પત્ર યોજના – કેટલી ડિપોઝીટ

  • લઘુતમ રૂપિયા 1 હજાર અને 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય.
  • મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી થાપણ મૂકી શકો છો.
  • વર્તમાન ખાતુ અને અન્ય ખાતુ ખોલવા વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો રાખવો પડશે. દા.ત. તમે આજે એક ડિપોઝીટ કરાવી. ત્યાર બાદ તમારે બીજી ડિપોઝીટ તે નામ પર જ કરવી પડે તો વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખવો પડે.

Also Read More:- Shri Vajpayee Bankable Yojana 2023 | શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના

પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પત્ર સ્કીમ – કેટલો વ્યાજદર

  • તમારી ડિપોઝીટ પર વાર્ષિક 7.5 % વ્યાજ ચૂકવવામાં આવશે.
  • વ્યાજ ત્રિમાસિક ચક્રવૃધ્ધિ રીતે ગણવામાં આવશે. આ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. અને ખાતુ બંધ કરતી વખતે ચૂકવવામાં આવશે.
  • નિયમોનું ઉલ્લંઘન કરીને ડિપોઝીટ ઉપાડવામાં આવે તો સાદુ વ્યાજની ગણતરી કરવામાં આવશે.

Mahila Samman Savings Certificate – ઉપાડ

  • એકાઉન્ટ ખોલવાની તારિખથી એક વર્ષ પછી જે બેલેન્સ હોય તેમાંથી 40 % રકમ ઉપાડી શકાય.
  • ખાતાધારક અવસાન પામે ત્યારે બધી રકમ ઉપાડી શકાય. આવા સંજોગોમાં યોજનાનું વ્યાજ મૂળ રકમ પર ચૂકવવામાં આવશે.
  • ખાતુ ખોલ્યાના છ મહિના પછી કોઈ કારણ દર્શાવ્યા વગર ઉપાડવામાં આવે તો, યોજનામાં 2 ટકા ઓછું વ્યાજ આપવામાં આવશે. એટલે કે 5.5 % જ વ્યાજ ચૂકવવામાં આવશે.

Mahila Samman Savings Certificate – પરિપક્વતા

  • શરૂઆતની તારિખથી 2 (બે) વર્ષ પછી થાપણદાર મહિલાને ચૂકવવાપાત્ર રકમ આપવામાં આવશે.

Also Read More:- Manav Kalyan Yojana Online Registration Process | માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ

Mahila Samman Savings Certificate – ખાતુ કેવી રીતે ખોલવું

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ફોર્મ અને ડોક્યુમેન્ટ લઈ નજીકની પોસ્ટ ઓફિસ પર જવું પડશે.

  • આધાર કાર્ડ
  • KYC ફોર્મ
  • રોકડ રકમ અથવા ચેક સાથે પે-ઈન-સ્લીપ
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ | Post Office Mahila Samman Saving Scheme 2023
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ
Post Office Mahila Samman Saving Scheme 2023

Post Office Mahila Samman Saving Scheme 2023 Helpline

વિભાગનું નામPost Office in India
Addressતમારી નજીકની પોસ્ટ ઓફિસ
Customer Care Toll Free Number1800 266 6868
Join with us Telegram ChannelClick Here…
Join with us Whats App GroupClick Here…
Home PageClick Here…
Helpline-Post Office Mahila Samman Saving Scheme 2023

Post Office Mahila Samman Saving Scheme વિડીયો માહિતી

https://www.youtube.com/watch?v=sZY7mSt_Kjo

FAQ’s Post Office Mahila Samman Saving Scheme 2023

મહિલા સમ્માન બચત પત્ર યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?

ભારતના નાણામંત્રી, નિર્મલા સીતારમણ.

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનામાં 2 વર્ષમાં કેટલું રોકાણ કરી શકાય?

₹2,00,000 સુધી.

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો કવરેજ વિસ્તાર કેટલો છે?

સમગ્ર દેશને આવરી લે છે.

પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો વ્યાજ દર શું છે?

દર વર્ષે 7.5%.

How to Open a Mahila Samman Savings Certificate?

પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ કરી શકો છો. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને, તેને ભરીને અને નજીકની પોસ્ટ ઓફિસ શાખામાં સબમિટ કરીને તમે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતું ખોલી શકો છો.

શું મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર કરમુક્ત છે?

ના, આ રોકાણ પર મળતુ વ્યાજ કરપાત્ર છે. પરંતુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદા હોઈ તેમાં મળતું વ્યાજ પર ટી.ડી.એસ. કપાય તેવો સંભવ નથી.

મહિલા સમ્માન બચત યોજના ક્યાં સુધી ચાલશે ?

મહિલા સમ્માન બચત યોજના માર્ચ 2025 સુધી ચાલશે.

Disclaimer – Post Office Mahila Samman Saving Scheme 2023

Post Office Mahila Samman Saving Scheme 2023 અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Post Office Mahila Samman Saving Scheme 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Posted By Jigalbahen Patel

5 thoughts on “પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ | Post Office Mahila Samman Saving Scheme 2023”

  1. આ યોજના માં પોસ્ટ ઓફિસ ના એજેન્ટ દ્રારા રોકાણ કરી શકાય?

    Reply
    • નજીકની પોસ્ટ ઓફિસ જઈ પોસ્ટ માસ્ટરનો સંપર્ક કરી વધુ માહિતી લઈ રોકાણ કરી શકો છો…..

      Reply
  2. શું આ એક જ સમયે કરવાનું રોકાણ છે? એવું હોય તો ૨,૦૦,૦૦૦ નુ ૨ વષૅના વ્યાજ સાથે પરત મળવા પાત્ર રકમ કેટલી થાય તે જણાવશો. આભાર

    Reply

Leave a Comment