Post Office New Scheme Mahila Samman Bachat Yojana | Mahila Samman Saving Certificate Scheme | महिला सम्मान बचत प्रमाणपत्र | મહિલા સમ્માન બચત યોજના
Post Office New Scheme Mahila Samman Bachat Yojana : ભારત દેશની દરેક મહિલાઓના સારા ભવિષ્ય માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહિલા સમ્માન બચત યોજના શરૂ કરેલ છે. મહિલાઓ આ યોજનામાં અરજી તથા રોકાણ કરી શકે તે માટે અહીં માહિતી આપવામાં આવી છે.
મહિલાઓ માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના નાણાકીય ભવિષ્ય પર નિયંત્રણ મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. અહીં આ આર્ટીકલ Post Office New Scheme Mahila Samman Bachat Yojana દ્વારા મહિલાઓ માટે Savings Scheme વિગતે વાત કરી રહ્યા છીએ. તેમજ કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી અરજી કરી શકાય.
Post Office New Scheme Mahila Samman Bachat Yojana
Post Office New Scheme Mahila Samman Bachat Yojana: મહિલા સન્માન બચત યોજના એ 2023 ના બજેટમાં ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બચત યોજના છે. તે ખાસ કરીને મહિલાઓ માટે છે. અને 2 લાખ રૂપિયા સુધીની બચત પર 7.5% ના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.
મહિલા સમ્માન બચત પત્ર યોજના સરકારના નોટિફિકેશન બહાર પડતા સાથે જ અમલમાં આવી છે. આ યોજનાનો લાભ મહિલાઓ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને લઈ શકે છે. મહિલાઓ માટેની ખાસ બચત યોજના ક્યારે લાગુ થઈ, કોણ કરી શકે રોકાણ, કેટલું વ્યાજ મળશે, જાણો આ સ્કીમ સાથે સંકળાયેલી વાતો…..
Highlights of Post Office New Scheme Mahila Samman Bachat Yojana
આર્ટીકલનું નામ | Post Office New Scheme Mahila Samman Bachat Yojana |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટીકલનો હેતું | Mahila Samman Bachat Yojana ની માહિતી |
લાભાર્થી | ભારતીય મહિલાઓ |
યોજનાનું નામ | Post Office New Scheme Mahila Samman Bachat Yojana |
પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટ | Click Here… |
Home Page | Click Here… |
Post Office New Scheme – મહિલા સમ્માન સેવિંગ્સ સર્ટિફિકેટ
પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓ માટે ખાસ યોજના ખુલ્લી મુકી છે. મહિલાઓ 2 લાખ રૂપિયા સુધી આ યોજનામાં રોકાણ કરી શકે છે. એ યોજના છે, પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજના. આ યોજનામાં દર 3 મહિને વ્યાજ ઉમેરીને ચક્રવૃધ્ધિ વ્યાજ તરીક ગણવામાં આવશે.
Also Read More:- How to BOB Online Account Open in Gujarati: 5 મિનિટમાં
Read More :- PMKisan eKYC Update 2023 | Know Last Date
Also Read More:- બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information
Mahila Samman Savings Certificate – કોણ ભાગ લઈ શકે?
- કોઈપણ મહિલા દ્વારા પોતાના માટે
- સગીર બાળકી વતી તેના વાલી દ્વારા
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત પત્ર યોજના – કેટલી ડિપોઝીટ
- લઘુતમ રૂપિયા 1 હજાર અને 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય.
- મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી થાપણ મૂકી શકો છો.
- વર્તમાન ખાતુ અને અન્ય ખાતુ ખોલવા વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો રાખવો પડશે. દા.ત. તમે આજે એક ડિપોઝીટ કરાવી. ત્યાર બાદ તમારે બીજી ડિપોઝીટ તે નામ પર જ કરવી પડે તો વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખવો પડે.
Also Read More:- Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના
પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પત્ર સ્કીમ – કેટલો વ્યાજદર
- તમારી ડિપોઝીટ પર વાર્ષિક 7.5 % વ્યાજ ચૂકવવામાં આવશે.
- વ્યાજ ત્રિમાસિક ચક્રવૃધ્ધિ રીતે ગણવામાં આવશે. આ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. અને ખાતુ બંધ કરતી વખતે ચૂકવવામાં આવશે.
- નિયમોનું ઉલ્લંઘન કરીને ડિપોઝીટ ઉપાડવામાં આવે તો સાદુ વ્યાજની ગણતરી કરવામાં આવશે.
Mahila Samman Savings Certificate – ઉપાડ
- એકાઉન્ટ ખોલવાની તારિખથી એક વર્ષ પછી જે બેલેન્સ હોય તેમાંથી 40 % રકમ ઉપાડી શકાય.
- ખાતાધારક અવસાન પામે ત્યારે બધી રકમ ઉપાડી શકાય. આવા સંજોગોમાં યોજનાનું વ્યાજ મૂળ રકમ પર ચૂકવવામાં આવશે.
- ખાતુ ખોલ્યાના છ મહિના પછી કોઈ કારણ દર્શાવ્યા વગર ઉપાડવામાં આવે તો, યોજનામાં 2 ટકા ઓછું વ્યાજ આપવામાં આવશે. એટલે કે 5.5 % જ વ્યાજ ચૂકવવામાં આવશે.
Mahila Samman Savings Certificate – પરિપક્વતા
- શરૂઆતની તારિખથી 2 (બે) વર્ષ પછી થાપણદાર મહિલાને ચૂકવવાપાત્ર રકમ આપવામાં આવશે.
Also Read More:- Kisan Vikas Patra Yojana in Post Office | પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ
Mahila Samman Savings Certificate – ખાતુ કેવી રીતે ખોલવું
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ફોર્મ અને ડોક્યુમેન્ટ લઈ નજીકની પોસ્ટ ઓફિસ પર જવું પડશે.
- ખાતુ ખોલવાનું ફોર્મ (ફોર્મ માટે અહીં ક્લીક કરો…)
- આધાર કાર્ડ
- પાનકાર્ડ – નવા પાનકાર્ડ કાઢવાની માહિતી
- KYC ફોર્મ
- રોકડ રકમ અથવા ચેક સાથે પે-ઈન-સ્લીપ
Post Office Mahila Samman Saving Scheme – Helpline
વિભાગનું નામ – Post Office in India |
Address – તમારી નજીકની પોસ્ટ ઓફિસ |
Customer Care Toll Free Number-1800 266 6868 |
Join with us Telegram Channel |
Join with us Whats App Group |
Home Page |
FAQ’s Post Office New Scheme Mahila Samman Bachat Yojana
મહિલા સમ્માન બચત પત્ર યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?
ભારતના નાણામંત્રી, નિર્મલા સીતારમણ.
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનામાં 2 વર્ષમાં કેટલું રોકાણ કરી શકાય?
₹2,00,000 સુધી.
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો કવરેજ વિસ્તાર કેટલો છે?
સમગ્ર દેશને આવરી લે છે.
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો વ્યાજ દર શું છે?
દર વર્ષે 7.5%.
How to Open a Mahila Samman Savings Certificate?
પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ કરી શકો છો. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને, તેને ભરીને અને નજીકની પોસ્ટ ઓફિસ શાખામાં સબમિટ કરીને તમે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતું ખોલી શકો છો.
શું મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર કરમુક્ત છે?
ના, આ રોકાણ પર મળતુ વ્યાજ કરપાત્ર છે. પરંતુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદા હોઈ તેમાં મળતું વ્યાજ પર ટી.ડી.એસ. કપાય તેવો સંભવ નથી.
મહિલા સમ્માન બચત યોજના ક્યાં સુધી ચાલશે ?
મહિલા સમ્માન બચત યોજના માર્ચ 2025 સુધી ચાલશે.
Disclaimer – Post Office Mahila Samman Saving Scheme
Post Office New Scheme Mahila Samman Bachat Yojana અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Post Office New Scheme Mahila Samman Bachat Yojana ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…