Pradhan Mantri Yojana Details in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા યોજના | प्रधानमंत्री मुद्रा योजना | PM Mudra Loan in Bank | Bank Loan Project | PM Mudra Bank Loan
Pradhan Mantri Yojana Details in Gujarati : ભારત દેશમાં ઘણા નાગરિકો એવા છે, જેઓ પોતાનો વ્યવસાય કરવા માંગે છે. પરંતુ તેમની પાસે રૂપિયાના અભાવે પોતાનો ધંધો કે વ્યવસાય શરૂ કરી શકતા નથી. એટલા માટે સરકારે 8 એપ્રિલ 2015 ના રોજ આ યોજના શરૂ કરી હતી. અને આ યોજનાને લોન્ચ કરતા 8 વર્ષ થઈ ગયા.
આ યોજનામાં લોન કઈ રીતે મળે, કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, આ યોજનાનો કેટલા લોકોએ લાભ લીધો, કેટલા રૂપિયાની લોન કરવામાં આવી જેવી માહિતી આ આર્ટીકલ Pradhan Mantri Yojana Details in Gujarati દ્વારા આપ મિત્રોને સમજાઈ શકે છે.
Pradhan Mantri Yojana Details in Gujarati
આ યોજનાનો મુખ્ય હેતુ એ રહેલો છે કે, જે નાગરિકો પોતાનો વ્યવસાય કરવા માંગે છે. તેમને મુદ્રા લોન યોજના દ્વારા વ્યવસાય માટે લોન આપવામાં આવે છે. એટલા માટે ભારત સરકારે આવા નાગરિકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા લોન આપે છે.
આ મુદ્રા યોજના દ્વારા ત્રણ પ્રકારની લોન લઈ શકાય છે, જે નીચે મુજબ છે.
- શિશુ લોન – 50 હજાર રૂપિયા સુધીની લોન મળે છે.
- કિશોર લોન – 50 હજારથી 5 લાખ સુધીની લોન મળે છે.
- તરુણ લોન- 5 લાખથી 10 લાખ સુધીની લોન મળે છે.
Highlights of Pradhan Mantri Yojana Details in Gujarati
આર્ટીકલનું નામ | Pradhan Mantri Yojana Details in Gujarati |
આર્ટીકલની ભાષા | ગુજરાતી & English |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના |
આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી | 8 એપ્રિલ, 2015 |
કોના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી | પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી |
લોન સહાય | રૂ.50 હજાર થી 10 લાખ સુધીની |
કેટલી લોન મળે ? | રૂ.50 હજાર થી 10 લાખ સુધીની |
યોજનાનો હેતુ | નાગરિકોને પોતાન નવો વ્યવસાય ચાલુ કરવા માટે |
મુદ્રા લોન યોજના હેલ્પલાઈન નંબર | સ્ટેટવાઈઝ ટોલ ફ્રી નંબરની યાદી |
ઓફીશીયલ વેબસાઈટ | www.mudra.org.in |
Home Page | More Details… |
Read More:- ગોલ્ડ લોનના ફાયદા | Benefits of Taking a Gold Loan
આ પણ વાંચો- Pan Aadhaar Link Latest News | આ નાગરિકોને આધારને સાથે પાન લિંક કરવુ જરૂરી નહી
પ્રધાનમંત્રી મુદ્રા યોજના: આજીવિકા માટે ધિરાણ
આ મુદ્રા લોન યોજનાએ નાના સાહસોને ટેકો આપ્યો છે. અને આ યોજનાએ આઠ વર્ષમાં ભારતીય માઇક્રો-ક્રેડિટ ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરી છે.
- 8 એપ્રિલના રોજ ભારતની પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ આઠ વર્ષ પૂરા કર્યા છે.
- PMMY એ સ્વ-રોજગારને ઉત્તેજન માટે કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓમાંની એક છે.
- આ યોજના સૂક્ષ્મ અને પોતાના ખાતાના સાહસોને લક્ષ્ય બનાવે છે, જે ભારતમાં વાઈબ્રન્ટ બિઝનેસ ઈકોસિસ્ટમનું નિર્માણ કરે છે. સૂક્ષ્મ સાહસો મોટાભાગે ઉત્પાદન, પ્રક્રિયા, ટ્રેડિંગ અને સેવાઓમાં રોકાયેલા છે અને આમાંના ઘણા એકમો એકલ-માલિકીના વ્યવસાયો છે.
- PMMY સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLIs) દ્વારા પ્રદાન કરાયેલ રૂ.10 લાખ સુધીની કોલેટરલ-ફ્રી સંસ્થાકીય ધિરાણ પ્રદાન કરે છે
વધુ માહિતી માટે- અહીં ક્લીક કરો…....
FAQ’s of Pradhan Mantri Yojana Details in Gujarati
શું Mudra Loan Application ઓનલાઈન સબમિટ કરી શકાય છે ?
હા, તમે Mudra Loan અધિકૃત Website https://www.mudra.org.in/પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
Mudra Loan માટે કયા દસ્તાવેજો જરૂરી છે ?
સામાન્ય રીતે તમે જે પ્રકારની લોન માટે અરજી કરી હોય તે પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડતી હોય છે.
Mudra Loan કાર્ડ શું છે ?
એકવાર લોન મંજુર થઈ ગયા પછી સરળતાથી ક્રેડિટ ઉપાડવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યું છે.
Mudra Loan ની ચૂકવણી સમય કેટલો હોય છે ?
ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.
શું બેંકો Mudra Loan ની ઓફર કરે છે?
કેટલીક બેંકો તેમના વર્તમાન ગ્રાહકોને Mudra Loan ની ઓફર કરતા હોય છે.
Mudra Loan પર વ્યાજદર શું છે ?
RBI માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદરો વસુલવામાં આવે છે. અને હા માસિક 1 % થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી.
શું દિવ્યાંગ વ્યક્તિ Mudra Loan માટે અરજી કરી શકે છે ?
શારીરિક રીતે વિકલાંગ લોકો સાથે કોઈ ભેદભાવ નથી પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
શું Mudra Loan વાહન ખરીદવા માટે અરજી કરી શકાય છે ?
હા, પણ ખાનગી વાહનોને આ લાગુ પડતું નથી. લોનમાં મળેલા ભંડોળમાંથી કોઈપણ વાહન ખરીદી શકો છો પણ તેનો ઉપયોગ જાહેર પરિવહન માટે જ કરી શકો છો.
Mudra Loan મેળવવા માટે કોલેટરલ તરીકે કંઈપણ મુકવાની જરૂર પડ્શે?
ના, પીએમ મુદ્રા યોજના હેઠળ લોન મેળવવા માટે કોઈ કોલેટરલ અથવા થર્ડ પાર્ટી સિક્યોરિટીની જરૂર પડતી નથી.
Mudra નું પુરૂ નામ શું છે ?
Mudra એટ્લે Micro Units Development & Refinance Agency (માઈક્રો યુનિટસ ડેવલેપમેન્ટ &રીફાયનાન્સ એજન્સી).
Disclaimer
Pradhan Mantri Yojana Details in Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Mudra Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. આ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Pradhan Mantri Yojana Details in Gujarati ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Home loan kevi rite melvavi
Bloging શીખવશો
Kerala.divs.ma.a.londhai
Che