Agneepath Yojana 2022 | અગ્નિપથ ભરતી યોજના શું છે? | Agneepath Scheme Apply Online 2022 | Agneepath Yojana | Agneepath Recruitment 2022 | Agneepath Notification | Agneepath Recruitment Scheme Apply Online | અગ્નિપથ યોજના સંપૂર્ણ માહિતી
કેન્દ્રનાં રક્ષા મંત્રાલયે આર્મી યુવાનોની ભરતી માટે મોટાપાયે અભિયાન હાથ ધરેલ છે, આ માટે Agneepath Yojana લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાની માહિતી આપવાનો આ આર્ટીકલ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. પૂરો આર્ટીકલ વાંચવાથી આ યોજનાની પૂરી માહિતી તમને મળી રહેશે.
ભારત સરકારે 14 જૂન 2022 ના રોજ શ્રી રાજનાથ સિંહ ના વરદ હસ્તે આ અગ્નિપથ યોજના 2022 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા આર્મી વિભાગમાં ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી લેવામાં આવશે. ભારતીય અગ્નિપથ યોજના એ આર્મી, એરફોર્સ અને નેવીમાં ઓફિસર રેન્કથી નીચેના કર્મચારીઓની ભરતી છે. રક્ષા મંત્રીએ પુરૂષ અને મહિલાઓ બંને યુવાનો માટે અગ્નિપથ યોજના શરૂ કરી છે. અગ્નિપથ યોજનાની પહેલી રેલી 90 દિવસમાં આયોજિત કરવામાં આવશે.
જેમાં ઉમેદવારો 4 વર્ષ માટે ફરજ બજાવી શકશે. તેમાં પસંદ કરેલ ઉમેદવારને 30000 મહિને પગાર મળશે. જે ચોથા વર્ષે 40,000 મળશે. ઉમેદવારના 4 વર્ષ પૂરા થવા પર એમને 12 ની સેવા નિધિ પેકેજ ના દ્વારા પૈસા પણ આપવામા આવશે. આ ભરતીમાં ઉમેદવાર 4 વર્ષ સુધી જ ફરજ બજાવવી શકશે. પરંતુ આ ચાર વર્ષ દરમિયાન ઉમેદવારને ઘણી બધી નવી નવી સ્કીલ પણ શીખવા મળશે.
Agneepath Yojana 2022
આપણે આજે આ આર્ટિકલ ની મદદથી Agneepath Yojana 2022 માં કેવી રીતે અરજી કરી શકાય. આ ભરતી માટે શું-શું પાત્રતા છે. એમાં અરજી કરવા માટે કયાં-કયાં દસ્તાવેજ જોઈએ. તે તમામ જાણકારી આપણે આ આર્ટિકલ ની મદદથી જાણીશું. એનાં માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.
Highlight of Agneepath Yojana 2022
યોજના નું નામ | Agneepath Yojana 2022 |
યોજનાની શરૂઆત કોણે કરી | Defence Minister |
યોજનાની શરૂઆત ક્યારે કરી | 14 જૂન 2022 |
યોજનાનો ઉદ્દેશ્યો | દેશના યુવાઓને રોજગાર પ્રદાન કરવાનો અને દેશના યુવાઓ આર્મીની સ્કીલ પણ શીખી શકશે. |
લાભ | ઉમેદવારને 30,000 નો પગાર મળશે |
Education qualification | ધોરણ 10 અને 12 પાસ |
Registration date | After 1st July 2022 |
Location | ભારતના બધા જ ઈચ્છુક ઉમેદવારો માટે |
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Agneepath Yojana 2022 નું ઉદ્દેશ્ય – હેતુ
આ યોજના થી ભારતના બેરોજગાર યુવાઓને એક નવી તક મળશે. આ યોજનામાં દર વર્ષે 25 હજાર થી 50 હજાર લોકોની ભરતી કરવામા આવશે. જેમાં આ અગ્નિવીરોની ભરતી થશે. જે ભરતી 4 વર્ષ માટે રહેશે.
કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને તાલીમ આપવા અને નિવૃત્તિ તેમજ પેન્શનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય સેના અગ્નિપથ પ્રવેશ યોજના દાખલ કરવાનો છે. અગ્નિપથ યોજના આર્મી ભરતી ભારત સરકારે આપણા સુરક્ષા દળોને મજબૂત કરવા અને આપણા સુરક્ષા દળોની તાકાત વધારવા માટે આ યોજના લાવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવશે. તો ચાલો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ.
Agneepath Yojana 2022 – અગ્નિપથ યોજના મહત્વના મુદ્દા
- અગ્નિપથ સ્કીમ હેઠળ યુવાનોને 4 વર્ષ માટે નોકરી. સાથે સાથે યુવાનોને ટેકનોલોજીની તાલીમ અપાશે. આ સ્કીમનો હેતુ આર્મીની સરેરાશ ઉમરમાં 4 થી 5 વર્ષનો ઘટાડો કરવાનો છે.
- ભરતીની પ્રોસેસ 90 દિવસમાં શરૂ કરાશે અને પહેલી બેચની કામગીરી જુલાઈ-2023માં પૂરી થશે. 17.5 થી 21 વર્ષના યુવાનો અગ્નિવીર તરીકે સેનામાં નોકરી મેળવી શકશે. પ્રથમ વર્ષ માટે 23 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે. આ સ્કીમ હેઠળ ભરતી થયેલા યુવાનોએ આર્મી માટે જમીન પર, નૌકાદળમાં, એરફોર્સમાં, રણમાં તેમજ પર્વતો પર ફરજ બજાવવાની રહેશે.
- દર વર્ષે 46,000 યુવાનોને સેનામાં નોકરી આપવામાં આવશે. તેમને દર મહીને રૂ.30,000 થી વધુ પગાર આપવામાં આવશે. આર્મીનો વેતનનો જંગી ખર્ચ અને પેન્શનનો ખર્ચ પણ આને કારણે ઓછો થશે.
- 4 વર્ષ પછી 75 ટકા સૈનિકોને ફરજમુકત કરાશે. અને 25 ટકા સૈનિકોને આગળની સેવાઓ લેવા માટે સૈન્યમાં સમાવી લેવામાં આવશે.
- ચાર વર્ષની નોકરી છોડ્યા પછી યુવાનોને સેવા નિધિ પેકેજ અપાશે જે રૂ.11.71 લાખનું હશે. આ રકમ કરમુક્ત રહેશે. નિવૃત્તિ પછી રોજગારી માટે સુરક્ષાદળો દ્વારા સહાય કરાશે ને સુરક્ષાદળોમાં યોગ્યતા મુજબ નોકરી અપાશે. અગ્નિવીરને નિવૃત્તિ પછી ગ્રેજ્યુઈટી અને પેન્શનમાં લાભ મળશે નહિ.
Agneepath Yojana – અગ્નિપથ યોજના 2022 ની પાત્રતા
આ યોજનામાં જે પણ વિદ્યાર્થીઓ દેશની સેવા કરવા ઈચ્છિત હોય, તેવા બધા જ વિદ્યાર્થી આ ભરતી માટે અરજી કરી શકશે. સૌપ્રથમ ઉમેદવારેએ જાણી લેવું પડશે કે, આ યોજના માટે તમે પાત્રતા ધરાવો છે કે કેમ? યોજના માટેની પાત્રતા નીચે મુજબ આપેલ છે.
- આવેદક ની ઉંમર 17.5 થી 21 વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
- ભારતનો નાગરિક આ ભરતી માટે અરજી કરી શકશે.
- ઉમેદવાર ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ.
- આ ભરતી માટે મહિલા અને પુરુષ બંને જ અરજી કરી શકશે.
- અરજદારે પોતાના પરિવારની અનુમતિ મેળવવી પડશે.
Agneepath યોજના – અગ્નિપથ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
અગ્નિપથ યોજના ઘણા બધા લાભ થશે. જે લાભ અગ્નિવીરો થશે તેની બધી જાણકારી અહીં આપેલ છે. ભારત સરકારએ બધીજ સુવિધા અગ્નિવીરોને આપશે, જે દેશના સૈનિકોને મળે છે. સાથે સાથે અગ્નિવીરોને ઘણી બધી નવી સ્કીલ પણ શીખવવામાં આવશે. આ યોજના હેઠળ 4 વર્ષ સુધી જોડાવવા મળશે. આ અગ્નિવીરો જ્યારે 4 વર્ષ ની ફરજ બજાવીને જશે, ત્યારે તેમને 11 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આ પ્રકારના ઘણા બધા લાભ અગ્નિવીરોને મળશે. જેની માહિતી નીચે મુજબ છે.
- આર્મીમાં જોડાવા ઈચ્છુક અરજદારો માટે આ એક સુવર્ણ તક છે.
- આ યોજનાથી દેશના યુવાનોને રોજગારી મળશે. રોજગાર દર ઓછો રહેશે.
- આમાં અગ્નિવીરને 1 કરોડનું સંરક્ષણ પેન્શન પણ મળશે.
- ખાસ વાત એ છે કે, આ નોકરી માત્ર 4 વર્ષ માટે છે. આની સાથે અનેક કૌશલ્યો પણ શીખવા મળશે.
- આ યોજના હેઠળ અગ્નિવીરોને સારો પગાર મળશે.
- જ્યારે અગ્નિવીર 4 વર્ષ પૂરા કરશે, ત્યારબાદ તે અન્ય જગ્યાએ સારી પોસ્ટ પર નોકરી કરી શકશે.
- અગ્નિવીરને રૂપિયા 30,000નો પગાર આપવામાં આવશે. ચોથા વર્ષે 40,000 નો પગાર આપવામાં આવશે.
- સર્વિસ ફંડ પેકેજ હેઠળ અગ્નિવીરને 4 વર્ષ પછી રૂ. 11.71 મળશે.
- જો અગ્નિવીરનું સેવા દરમિયાન કોઈ કારણસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારને ₹44 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.
Agneepath Yojana 2022 Important Documents
આ Agneepath Yojana 2022 માં અરજી કરવા માટે અરજદારને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. જ્યારે અરજદાર અરજી કરશે ત્યારે તેની અરજી સાથે નીચે બતાવેલ દસ્તાવેજો આપવાના રહેશે.
- અરજદારનો આધાર કાર્ડ
- અરજદારનો જાતિ નો દાખલો
- આવક નો દાખલો
- અરજદારનું મેડિકલ પ્રમાણ પત્ર
- ઉમેદવારની ધોરણ 10 ની માર્કશીટ
- ધોરણ- 12 ની માર્કશીટ
- અરજદારનો ફોટા
Agneepath Yojana 2022 Apply Online
અગ્નિપથ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબ માહિતી આપેલી છે.
- સૌથી પહેલા ઉમેદવારે આ ભરતીની official website પર જોવું પડશે.
- ત્યાં અરજદાર ને અરજી કરવાનો બટન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી એક નવું ફોર્મ ખુલી જશે. તેમાં માંગેલી બધી જાણકારી સારી રીતે ભરવાની રહેશે. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.
- અને ત્યાબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાનાં રહેશે. તે જરૂરી દસ્તાવેજ અપલોડ કરી દો.
- આ રિતે અરજદાર Agneepath Yojana 2022 અરજી કરી શકશે.
નોંધ: આ યોજના માટે હજુ સુધી કોઈપણ official website Lunch કરવામાં આવી નથી.
Also Read :- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online
Also Read :- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana
Agneepath Yojana 2022 Important Link
જો તમારે પણ આ અગ્નિપથ યોજના માટે અરજી કરવી હોય, તો આ ભરતી વિષે વધુ માહિતી મેળવવી જોઈએ. મહત્વની link નીચે મુજબ છે. જેને ધ્યાનમાં રાખીને અરજદારે અરજી કરવાની રહેશે.
FAQ’s of Agneepath Yojana 2022
Agneepath Yojana 2022 શું છે?
આ એક પ્રકારની સેનાની ભરતી યોજના છે. જેમાં ભારતની આર્મીમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોને 4 વર્ષ માટે નોકરીની તક આપવામાં આવશે.
અગ્નિપથ યોજનામાં કેટલી ઉંમરના અરજદારો અરજી કરી શકશે?
દેશના 17.5 વર્ષથી 21 વર્ષના ઉમેદવારો આ યોજના હેઠળ અરજી કરી શકશે.
અગ્નિપથ યોજનામાં કેટલો પગાર મળે છે?
અગ્નિપથ યોજનામાં પ્રથમ વર્ષમાં 30 હજારનો પગાર આપવામાં આવશે. અને છેલ્લા ચોથા વર્ષમાં 40 હજાર નો પગાર મળશે.
અગ્નિપથ યોજનામાં છેલ્લે નોકરીને અંતે ગ્રેજ્યુઈટીની રકમ કેટલી મળશે ?
અગ્નિપથ યોજનામાં છેલ્લે નોકરીને અંતે ગ્રેજ્યુઈટીની રકમ 11.71 લાખ રૂપિયા જેટલી મળશે.
Disclaimer
અમે અહીં “Agneepath Yojana 2022” વિશે આપેલી માહિતીનો મુખ્ય સ્ત્રોત ઈન્ટરનેટ માધ્યમ છે, અમે અમારી તરફથી કોઈપણ સમાચારની પુષ્ટિ કરતા નથી, વાચકોને વિનંતી છે કે એકવાર સત્તાવાર માધ્યમથી માહિતીની ખરાઈ કરો, આમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Agneepath Yojana 2022” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….