How to Apply Foreign Education Loan Scheme | વિદેશ અભ્યાસ લોન માટે અરજી

How to Apply Foreign Education Loan Scheme | Foreign Education Scheme | Foreign Education Loan Interest Rate | Foreign Student Loan | વિદેશ અભ્યાસ લોન માટે અરજી

How to Apply Foreign Education Loan Scheme : શું તમે વિદેશમાં જઈ વધુ અભ્યાસ કરવા માંગો છો ? વધુ અભ્યાસ કરી સારી જોબ મેળવી લાઈફમાં સેટલ થવા માંગો છો ? આ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપવાનો આંશિક પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે. જે તમને સારી માહિતી ઉપયોગી બનશે.

વિદેશ જઈ અભ્યાસ કરવા માટે ઘણા રૂપિયાની જરૂર પડતી હોય છે. આના માટે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની મદદે યોજના બહાર પાડી છે. જેનો મહત્તમ લાભ ઉઠાવી શકાય તેમ છે. આ How to Apply Foreign Education Loan Scheme આર્ટીકલ દ્વારા વધુ માહિતી તમને મળી શકે છે.

How to Apply Foreign Education Loan Scheme

ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય યોજના ચાલુ કરેલ છે. આ યોજના શરુ કરવાનો મુખ્ય હેતુ એ છે, ગુજરાતના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરળતાથી લોન મળે. ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો, તેમને સાદા વ્યાજ તરીકે અને ઓછા વ્યાજના દરે વિદેશ અભ્યાસ લોન આપવામાં છે. જેની બધી જ વિગતોની ચર્ચા અહીં કરીશું.

Highlights of How to Apply Foreign Education Loan Scheme

આર્ટીકલનું નામHow to Apply Foreign Education Loan Scheme
આર્ટીકલની પેટા માહિતીForeign Education Loan Scheme-ગુજરાત સરકાર
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
આર્ટીકલનો હેતુForeign Education Loan Scheme માહિતી આપવાનો હેતુ
Official WebsiteClick Here
હોમ પેજClick Here
Highlights of How to Apply Foreign Education Loan Scheme

Read More :- પ્રધાનમંત્રી મુદ્રા યોજના । Pradhan Mantri Yojana Details in Gujarati

Also Read More:- બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information

Also Read :- પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ | Post Office Mahila Samman Saving Scheme 2023

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયનો હેતુ

HSC(STD-12) પછી M.B.B.S, સ્નાતક થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે લોન આપવામાં આવે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો

  • વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ મેળવવા માટે ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ મેળવેલ હોવા જોઈએ. આટલી ટ્કાવારી હોય તો જ આ યોજના હેઠળ લોન મળી શકે છે.
  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
  • જે વિદ્યાર્થીઓ રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.
  • લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢગણી રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
  • કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 (છ લાખ) થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.
  • અનુસ્નાતક (Master Course ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે

વ્યાજનો દર

વિદેશ અભ્યાસ લોન(Loan For Foreign Study) યોજના હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 15 લાખની (પંદર લાખ) મર્યાદામાં 4 % સાદા વ્યાજ પર મળવાપાત્ર થાય છે.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ

Bin anamat aayog દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. બિન અનામત યોજનાની લોન લેવા માટે નક્કી ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.

  • શાળા છોડ્યાનો દાખલો (L.C)
  • આધાર કાર્ડ (Aadhar Card )
  • રેશનકાર્ડ (Ration Card)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
  • કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
  • આઇ. ટી. રીટર્ન /સ્વઘોષણા પત્ર
  • ઘોરણ-10 અને 12 ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
  • સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
  • ધો-12 /સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
  • વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે)
  • એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
  • જો આ૫ના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર
  • પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું
  • પરિશિષ્ટ-1 મુજબ પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર
  • પરિશિષ્ટ-1 મુજબ જો મિલ્કતના સહ ધારણ હોય તો એ કુલ મુખ્યતારનામું આપેલ હોય તો તેવું કુલ મુખ્યતારનામું Upload કરવું)
  • પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત)અને મિલકતના આધારો
  • મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ (આઇ.એફ.સી કોડ સહિત)
  • લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક (પરિશિષ્ટ-2 મુજબ)
  • પાસપોર્ટ (Passport)
  • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
  • વિઝા (VISA)
  • એર ટિકિટ (Air Ticket)

લોનની પરત ચુકવણી

  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે
How to Apply Foreign Education Loan Scheme | વિદેશ અભ્યાસ લોન માટે અરજી
How to Apply Foreign Education Loan Scheme | વિદેશ અભ્યાસ લોન માટે અરજી

How to Apply Foreign Education Loan Scheme

ફોરેન એજ્યુકેશન લોન માટે અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ લિંક પરથી માહિતી મેળવી શકો છો:

https://gueedc.gujarat.gov.in/Documents/how-to-apply/Videsh-Abhyas-Loan.pdf
  • Step:2. હોમ પેજ પર ‘Schemes’ માં જઈ ‘FOREIGN EDUCATION SCHEME’ સિલેક્ટ કરવાની રહેશે.
  • Step:3. બીજી વેબસાઈટ ખૂલશે(esamaj Kalyan). તેમાં Corporation પર ક્લીક કરી. Gujarat Unreserved Education and Economical Developement Corporation સિલેક્ટ કરવાનું રહેશે.
  • Step:4. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી, લોગિન કરવું.
  • Step:5. વિદેશ અભ્યાસ લોન યોજના પર ક્લીક કરો.
  • Step:6. માગેલ માહિતી ભરો. અપલોડ કરવાના ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • Step:7. જો દરેક વિગતો સાચી હોય તો સબમિટ કરો.

Also Read :- Manav Kalyan Yojana Online Registration Process | માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ

GUEEDC – હેલ્પલાઈન

આયોગનું નામGUJARAT UNRESERVED EDUCATION & ECONOMIC
DEVELOPMENT CORPORATION (GUEEDC)
AddressBlock No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar,
Gujarat – 382010
Helpline Number079-23258688
079-23258684
જિલ્લાવાઈઝ સંપર્ક નંબરClick Here…
GUEEDC – હેલ્પલાઈન

How to Apply Foreign Education Loan Scheme – વિડીયોરૂપી માહિતી

How to Apply Foreign Education Loan Scheme Video Credit : ‘Trick Gujarati‘ YouTube Channel
FAQs

Que 1. વિદેશ અભ્યાસ યોજના નો લાભ લેવા માટે ધોરણ 12માં કેટલા ટકા જોઈએ ?

Ans 1 : 60% કે તેનાથી વધુ.

Que 2. આ લોન યોજના હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે?

Ans 2. : Videsh Abhyas Loan Yojana હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર થાય છે.

Que 3. વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ મેળવેલ લોન પર કેટલો વ્યાજ દર હોય છે ?

Ans 3 : આ યોજના હેઠળ મેળવેલ લોન પર 4% સાદું વ્યાજ ચુકવવાનું હોય છે.

Que 4. GUEEDC નો હેલ્પલાઈન નંબર કયો છે ?

Ans 4: હેલ્પલાઈન નંબર
079-23258688
079-23258684

Que 5.: વિદેશ અભ્યાસ યોજના નો લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

Ans 5 : છ લાખ કે તેનાથી ઓછી આવક હોવી જોઈએ.

Disclaimer – How to Apply Foreign Education Loan Scheme

આ આર્ટીકલથી અમે તમારા લાભકારક How to Apply Foreign Education Loan Scheme વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Apply Foreign Education Loan Scheme ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

1 thought on “How to Apply Foreign Education Loan Scheme | વિદેશ અભ્યાસ લોન માટે અરજી”

Leave a Comment