દિવ્યાંગ યોજના 2023 | Divyang Sadhan sahay yojana Gujarat | દિવ્યાંગ સાધન સહાય યોજના | e-samaj kalyan Gujarat online form | Samaj suraxa yojana | અપંગ સહાય યોજના । Divyang Sadhan yojana detail in Gujarati
ગુજરાત સરકાર દ્વારા Divyang Sadhan Sahay Yojana અમલમાં મુકેલ છે. દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ આર્ટીકલ દ્વારા યોજનાને લગતી માહિતી આપવામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Divyang Sadhan Sahay Yojana 2023
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે ‘દિવ્યાંગ સાધન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગવ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ સાધન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.
દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
Divyang Sadhan Sahay Yojana 2023
રાજ્ય સરકાર | ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા |
આર્ટીકલનું નામ | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
અરજીપ્રક્રિયા | Online |
Last Date of Online Application | Coming Soon… |
Official Website | Click Here |
Read More:- How to Apply PM Vishwakarma Loan Yojana Scheme | પીએમ વિશ્વકર્મા લોન યોજના
દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત
દિવ્યાંગ વ્યકિતઓને સાધન સહાય આપવા માટેની દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ EDB/1069/21560/CH, તા.10-04-1970 થી અમલમાં આવેલ છે.
Divyang Sadhan Sahay Yojana નો હેતુ
રાજ્યમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે
- 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
- 16 વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
- ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
દિવ્યાંગ સાધન સહાય યોજનામાં દિવ્યાંગતાના પ્રકાર
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
Divyang Sadhan Sahay Yojana ૨૧ પ્રકારની દિવ્યાંગતા
ક્રમ | દિવ્યાંગતાનો પ્રકાર | દિવ્યાંગતાની ટકાવારી |
1 | અંધત્વ (Blindness) | 40 ટકા કે તેથી વધુ |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy) | 40 ટકા કે તેથી વધુ |
3 | ઓછી દ્રષ્ટિ (Low Vision) | 40 ટકા કે તેથી વધુ |
4 | રક્તપિત-સાજા થયેલ (Leprosy Cured Person) | 40 ટકા કે તેથી વધુ |
5 | એસિડના હુમલાનો ભોગ બનેલા (Acid Attack Victim) | 40 ટકા કે તેથી વધુ |
6 | હલન-ચલન સાથેની અશકતતા (Locomotors Disability) | 40 ટકા કે તેથી વધુ |
7 | સેરેબલપાલ્સી (Cerebral Pals) | 40 ટકા કે તેથી વધુ |
8 | વામનતા (Dwarfism) | 40 ટકા કે તેથી વધુ |
9 | બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis) | 40 ટકા કે તેથી વધુ |
10 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) | 50 ટકા કે તેથી વધુ |
11 | સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ (Hemophilia) | 50 ટકા કે તેથી વધુ |
12 | ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા (Parkinson’s Disease) | 50 ટકા કે તેથી વધુ |
13 | બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability) | 50 ટકા કે તેથી વધુ |
14 | હિમોગ્લોબિનની ઘટેલી (Thelassemia) | 50 ટકા કે તેથી વધુ |
15 | દીર્ઘકાલીન અનેમિયા (Sickle Cell Disease) | 50 ટકા કે તેથી વધુ |
16 | માનસિક બિમાર (Mental Illness) | 50 ટકા કે તેથી વધુ |
17 | ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા (Specific Learning Disabilities) | 50 ટકા કે તેથી વધુ |
18 | વાણી અને ભાષા અશકતતા (Speech and Language Disability) | 50 ટકા કે તેથી વધુ |
19 | ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder) | 50 ટકા કે તેથી વધુ |
20 | મલ્ટીપલ ડિસેબીલીટીઝ (Multiple Disabilities) | 50 ટકા કે તેથી વધુ |
21 | સાંભળવાની ક્ષતિ (Hearing Impairment) | 70 ટકા કે તેથી વધુ |
Read More:- SBI Home Loan Interest Rate 2023 Gujarati | એસબીઆઈ બેંકમાં હોમ લોનના વ્યાજદર
Also Read:- How to get Baroda Two Wheeler Loan | બરોડા ટુ વ્હીલર લોન
Also Read:- ઘરબેઠા તમારા ખાતામાં તમારું KYC અપડેટ કરો | How to Update Your KYC in Your Bank Account
Divyang Sadhan Sahay Yojana હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગાર લક્ષી સાધનો રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે. દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે. ૨૧ પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો સરકારશ્રી દ્રારા નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.
Divyang Sadhan Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે નીચે મુજબ છે.
- દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
- શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
- રેશનકાર્ડની પ્રમાણિત નકલ
- આધારકાર્ડની નકલ
- ચુંટણીકાર્ડની નકલ
- વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
Divyang Sadhan Sahay Yojana હેઠળ મળવાપાત્ર સાધનો
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ નીચે મુજબના વ્યવસાયકારોને સહાય મળવાપાત્ર છે.
35 પ્રકારના વ્યવસાય
ક્રમ | ટ્રેડના નામ | સહાયની મર્યાદા |
1 | કડીયાકામ | રૂ.20,000/- |
2 | સેન્ટીંગ કામ | રૂ.20,000/- |
3 | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ | રૂ.20,000/- |
4 | મોચીકામ | રૂ.20,000/- |
5 | દરજીકામ | રૂ.20,000/- |
6 | ભરતકામ | રૂ.20,000/- |
7 | કુંભારી કામ | રૂ.20,000/- |
8 | વિવિધ પ્રકારની ફેરી | રૂ.20,000/- |
9 | પ્લમ્બર | રૂ.20,000/- |
10 | બ્યુટી પાર્લર | રૂ.20,000/- |
11 | ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ | રૂ.20,000/- |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ | રૂ.20,000/- |
13 | સુથારીકામ | રૂ.20,000/- |
14 | ધોબીકામ | રૂ.20,000/- |
15 | સાવરણી સુપડા બનાવનાર | રૂ.20,000/- |
16 | દુધ-દહી વેચનાર | રૂ.20,000/- |
17 | માછલી વેચનાર | રૂ.20,000/- |
18 | પાપડ બનાવટ | રૂ.20,000/- |
19 | અથાણા બનાવટ | રૂ.20,000/- |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ | રૂ.20,000/- |
21 | પંચર કીટ | રૂ.20,000/- |
22 | ફ્લોર મીલ | રૂ.20,000/- |
23 | મસાલા મીલ | રૂ.20,000/- |
24 | રૂ ની દીવેટ બનાવવી | રૂ.20,000/- |
25 | મોબાઇલ રીપેરીંગ | રૂ.20,000/- |
26 | હેર કટીંગ (વાળંદ કામ) | રૂ.20,000/- |
27 | ટ્રાયસીકલ | રૂ.20,000/- |
28 | ફોલ્ડીંગ વ્હીલચેર | રૂ.20,000/- |
29 | હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું | રૂ.20,000/- |
30 | ફોલ્ડીંગ સ્ટીક | રૂ.20,000/- |
31 | એલ્યુમીનીયમની કાંખ ઘોડી | રૂ.20,000/- |
32 | કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સ | રૂ.20,000/- |
33 | બ્રેઇલ કીટ | રૂ.20,000/- |
34 | એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે) | રૂ.20,000/- |
35 | સંગીતના સાધનો | રૂ.20,000/- |
Also Read:- Baroda Pre-Approved Home Loan in Gujarati | બીઓબી પૂર્વ મંજૂર હોમ લોન
Read More:- What is Baroda Jeevan Suraksha Saving Account | બરોડા જીવન સુરક્ષા સેવિંગ એકાઉન્ટ
દિવ્યાંગ સાધન સહાય યોજના Apply Online
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.
દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ક્લીક કરો.
Divyang Sadhan Sahay Yojana Video Gallery
eSamajKalyan Registration
E Samaj Kalyan Citizen Help Manual
E Samaj Kalyan Website | Click Here |
Citizen-Help Manual | Download Here |
E Samaj Kalyan Helpline | Click Here |
Home Page | Click Here |
FAQ – Divyang Sadhan Sahay Yojana
Que.1 દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે ?
Ans.1 Divyang Sadhan Sahay Yojana
Que.2 Divyang Sadhan Sahay Yojana ની શરૂઆત ક્યારે થઈ ?
Ans.2 દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ૧૯૭૦ થઈ હતી.
Que.3 કેટલા પ્રકારની દિવ્યાંગતામાં આ યોજનાનો લાભ મળે છે ?
Ans.3 21 પ્રકારની દિવ્યાંગતામાં આ યોજનાનો લાભ મળે છે. વધુ માહિતી માટે પૂરો આર્ટીકલ વાંચો.
Que.4 કેટલા પ્રકારના વ્યવસાયમાં Divyang Sadhan Sahay Yojanaનો લાભ મળે છે ?
Ans.4 35 પ્રકારના વ્યવસાયમાં આ યોજનાનો લાભ મળે છે. વધુ માહિતી માટે પૂરો આર્ટીકલ વાંચો.
Que.5 Divyang Sadhan Sahay Yojana નો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા કયું પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે ?
Ans.5 https://esamajkalyan.gujarat.gov.in/
Que.6 દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સાધન સહાય મર્યાદા કેટલા રૂપિયાની છે ?
Ans.6 દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સાધન સહાય મર્યાદા ૨૦,૦૦૦/- રૂપિયાની છે.
Disclaimer
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Divyang Sadhan Sahay Yojana” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો, તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો. અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો. તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….
Billing Sasha shay Kare and Kay make Jan Kaari keep visiting rite male