WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

[e Samaj Kalyan] દિવ્યાંગ સાધન સહાય યોજના | Divyang Sadhan Sahay Yojana

દિવ્યાંગ યોજના 2022 | Divyang Sadhan sahay yojana Gujarat | દિવ્યાંગ સાધન સહાય યોજના | e-samaj kalyan Gujarat online form | Samaj suraxa yojana | અપંગ સહાય યોજના । Divyang Sadhan yojana detail in Gujarati

ગુજરાત સરકાર દ્વારા Divyang Sadhan Sahay Yojana અમલમાં મુકેલ છે. દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ આર્ટીકલ દ્વારા યોજનાને લગતી માહિતી આપવામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Divyang Sadhan Sahay Yojana 2022

Table of Contents

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે ‘દિવ્યાંગ સાધન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગવ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ સાધન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

Divyang Sadhan Sahay Yojana 2022

રાજ્ય સરકારગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા
આર્ટીકલનું નામદિવ્યાંગ સાધન સહાય યોજના 2022
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
અરજીપ્રક્રિયાOnline
Last Date of Online Application31 July, 2022
  Official WebsiteClick Here
દિવ્યાંગ સાધન સહાય યોજના 2022

દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત

દિવ્યાંગ વ્‍યકિતઓને સાધન સહાય આપવા માટેની દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ ઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી અમલમાં આવેલ છે.

Divyang Sadhan Sahay Yojana નો હેતુ

રાજ્યમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે

  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
  • ૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
  • ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં દિવ્યાંગતાના પ્રકાર

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

Divyang Sadhan Sahay Yojana ૨૧ પ્રકારની દિવ્યાંગતા

ક્રમદિવ્યાંગતાનો પ્રકારદિવ્યાંગતાની ટકાવારી
1અંધત્વ (Blindness)40 ટકા કે તેથી વધુ
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
(Muscular Dystrophy)
40 ટકા કે તેથી વધુ
3ઓછી દ્રષ્ટિ (Low Vision)40 ટકા કે તેથી વધુ
4રક્તપિત-સાજા થયેલ
(Leprosy Cured Person)
40 ટકા કે તેથી વધુ
5એસિડના હુમલાનો ભોગ બનેલા
(Acid Attack Victim)
40 ટકા કે તેથી વધુ
6હલન-ચલન સાથેની અશકતતા
(Locomotors Disability)
40 ટકા કે તેથી વધુ
7સેરેબલપાલ્સી (Cerebral Pals)40 ટકા કે તેથી વધુ
8વામનતા (Dwarfism)40 ટકા કે તેથી વધુ
9બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ
કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis)
40 ટકા કે તેથી વધુ
10ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
(Chronic Neurological Condition)
50 ટકા કે તેથી વધુ
11સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
(Hemophilia)
50 ટકા કે તેથી વધુ
12ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા
(Parkinson’s Disease)
50 ટકા કે તેથી વધુ
13બૌદ્ધિક અસમર્થતા
(Intellectual Disability)
50 ટકા કે તેથી વધુ
14હિમોગ્લોબિનની ઘટેલી
(Thelassemia)
50 ટકા કે તેથી વધુ
15દીર્ઘકાલીન અનેમિયા
(Sickle Cell Disease)
50 ટકા કે તેથી વધુ
16માનસિક બિમાર
(Mental Illness)
50 ટકા કે તેથી વધુ
17ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા
(Specific Learning Disabilities)
50 ટકા કે તેથી વધુ
18વાણી અને ભાષા અશકતતા
(Speech and Language Disability)
50 ટકા કે તેથી વધુ
19ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી
સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder)
50 ટકા કે તેથી વધુ
20મલ્ટીપલ ડિસેબીલીટીઝ
(Multiple Disabilities)
50 ટકા કે તેથી વધુ
21સાંભળવાની ક્ષતિ
(Hearing Impairment)
70 ટકા કે તેથી વધુ
૨૧ પ્રકારની દિવ્યાંગતા
દિવ્યાંગ સાધન સહાય યોજના | Divyang Sadhan Sahay Yojana
Divyang Sadhan Sahay Yojana

Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Also Read:- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

Also Read:- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Divyang Sadhan Sahay Yojana હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગાર લક્ષી સાધનો રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે. દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે. ૨૧ પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો સરકારશ્રી દ્રારા નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.

Divyang Sadhan Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે નીચે મુજબ છે.

  • દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
  • શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
  • આધારકાર્ડની નકલ
  • ચુંટણીકાર્ડની નકલ
  • વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ

Divyang Sadhan Sahay Yojana હેઠળ મળવાપાત્ર સાધનો

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ નીચે મુજબના વ્યવસાયકારોને સહાય મળવાપાત્ર છે.

35 પ્રકારના વ્યવસાય

ક્રમટ્રેડના નામસહાયની મર્યાદા
1કડીયાકામરૂ.20,000/-
2સેન્ટીંગ કામરૂ.20,000/-
3વાહન સર્વિસીંગ અને રીપેરીંગરૂ.20,000/-
4મોચીકામરૂ.20,000/-
5દરજીકામરૂ.20,000/-
6ભરતકામરૂ.20,000/-
7કુંભારી કામરૂ.20,000/-
8વિવિધ પ્રકારની ફેરીરૂ.20,000/-
9પ્લમ્બરરૂ.20,000/-
10બ્યુટી પાર્લરરૂ.20,000/-
11ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગરૂ.20,000/-
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામરૂ.20,000/-
13સુથારીકામરૂ.20,000/-
14ધોબીકામરૂ.20,000/-
15સાવરણી સુપડા બનાવનારરૂ.20,000/-
16દુધ-દહી વેચનારરૂ.20,000/-
17માછલી વેચનારરૂ.20,000/-
18પાપડ બનાવટરૂ.20,000/-
19અથાણા બનાવટરૂ.20,000/-
20ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણરૂ.20,000/-
21પંચર કીટરૂ.20,000/-
22ફ્લોર મીલરૂ.20,000/-
23મસાલા મીલરૂ.20,000/-
24રૂ ની દીવેટ બનાવવીરૂ.20,000/-
25મોબાઇલ રીપેરીંગરૂ.20,000/-
26હેર કટીંગ (વાળંદ કામ)રૂ.20,000/-
27ટ્રાયસીકલરૂ.20,000/-
28ફોલ્ડીંગ વ્હીલચેરરૂ.20,000/-
29હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનુંરૂ.20,000/-
30ફોલ્ડીંગ સ્ટીકરૂ.20,000/-
31એલ્યુમીનીયમની કાંખ ઘોડીરૂ.20,000/-
32કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સરૂ.20,000/-
33બ્રેઇલ કીટરૂ.20,000/-
34એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે)રૂ.20,000/-
35સંગીતના સાધનોરૂ.20,000/-
35 પ્રકારના વ્યવસાય

Also Read:- Manav Garima Yojana | માનવ ગરિમા યોજના 2022

Read More:- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana

દિવ્યાંગ સાધન સહાય યોજના Apply Online

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ક્લીક કરો.

Divyang Sadhan Sahay Yojana Video Gallery

eSamajKalyan Registration

eSamajKalyan Registration સંપૂર્ણ માહિતી આપતો YouTube Video (Video Credit-Guj Info Petro Limited GIPL)

E Samaj Kalyan Citizen Help Manual

E Samaj Kalyan WebsiteClick Here
Citizen-Help ManualDownload Here
E Samaj Kalyan HelplineClick Here
Home PageClick Here
E Samaj Kalyan Citizen Help Manual

FAQ – Divyang Sadhan Sahay Yojana

દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે ?

Divyang Sadhan Sahay Yojana

Divyang Sadhan Sahay Yojana ની શરૂઆત ક્યારે થઈ ?

દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ૧૯૭૦ થઈ હતી.

કેટલા પ્રકારની દિવ્યાંગતામાં આ યોજનાનો લાભ મળે છે ?

21 પ્રકારની દિવ્યાંગતામાં આ યોજનાનો લાભ મળે છે. વધુ માહિતી માટે પૂરો આર્ટીકલ વાંચો.

કેટલા પ્રકારના વ્યવસાયમાં Divyang Sadhan Sahay Yojanaનો લાભ મળે છે ?

35 પ્રકારના વ્યવસાયમાં આ યોજનાનો લાભ મળે છે. વધુ માહિતી માટે પૂરો આર્ટીકલ વાંચો.

Divyang Sadhan Sahay Yojana નો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા કયું પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે ?

https://esamajkalyan.gujarat.gov.in/

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સાધન સહાય મર્યાદા કેટલા રૂપિયાની છે ?

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સાધન સહાય મર્યાદા ૨૦,૦૦૦/- રૂપિયાની છે.

Disclaimer

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Divyang Sadhan Sahay Yojana” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

1 thought on “[e Samaj Kalyan] દિવ્યાંગ સાધન સહાય યોજના | Divyang Sadhan Sahay Yojana”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now