Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો

Gold Loan Process in Gujarati | ગોલ્ડ લોન | SBI Gold Loan| Gold Loan eligibility| Gold Loan terms & conditions |Gold Loan Interest Rate | Cheapest Gold loan । ગોલ્ડ લોન માહિતી

ક્યારેક જો રૂપિયાની ટૂંકાગાળા માટે જરૂર ઉભી થાય અને ઘરમાં સોનું પડ્યું હોય તો Gold Loan બની રહે છે સૌથી સારો ઓપ્શન.

ક્યારેક અચાનક થોડા સમય માટે રૂપિયાની જરૂર પડે તે વખતે મોટાભાગે લોકો પર્સનલ લોન લેતા હોય છે. જો કે, પર્સનલ લોનની સરખામણીએ ગોલ્ડ લોન (Gold Loan) ઘણી સરળતાથી તેમજ ઓછા વ્યાજ પર મળી જતી હોય છે, અને તેના રિપેમેન્ટ માટે પણ ફ્લેક્સિબલ ઓપ્શન મળતા હોય છે.

Gold Loan Process 2023

દેશની બધી સરકારી બેંક આકર્ષક દરો પર ગોલ્ડ લોન (Gold Loan) ઓફર કરે છે. જેના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકાય છે. 18 વર્ષથી વધુ વય ધરાવતો કોઈપણ વ્યકિત આ લોન લઈ શકે છે. તેની એક બીજી સારી વાત એ છે કે આ લોન લેવા માટે તમારે કોઈ પ્રકારના આવકના પુરાવા આપવાની જરૂર નથી પડતી. સામાન્ય રીતે બેંક ગોલ્ડની વેલ્યૂના આધારે 75 ટકા સુધી લોન આપતી હોય છે. સોનું કેટલા કેરેટનું છે તેના પર પણ લોનની રકમ નક્કી થાય છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા જાણો Gold Loan કેવી રીતે મેળવવી, તેના પર કેટલો વ્યાજદર લાગે છે?, શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે તેની માહિતી મેળવીશું.

Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel

Gold Loan કોને મળી શકે ?

18 વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ ગોલ્ડ લોન લઈ શકે છે. કોઈ વ્યક્તિ માત્ર પોતાના નામ પર કે પછી સંયુક્તરૂપે પણ ગોલ્ડ લોન લેવા માટે પાત્ર છે. તેમાં બેંકના કર્મચારી, પેન્શનર્સ સહિત નિયમિત આવકનો સ્ત્રોત ધરાવતા લોકો સામેલ છે. Gold Loan માટે આવકના પુરાવાની જરૂર નથી.

ઓછામાં ઓછી કેટલી ગોલ્ડ લોન મળી શકે ?

Gold Loan માં કોઈપણ વ્યક્તિ બેંકમાં સોનું ગિરવે મૂકીને ઓછામાં ઓછા 20 હજાર રૂપિયા અને વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધીની લોન મએળવી શકે છે.

આ પણ વાંચો- PPFમાં કરો છો Investment, આવ્યા છે તમારા માટે શુભ સમાચાર

Gold Loan Process માં બેંકનું માર્જિન કેટલું રહે છે ?

ભારતમાં ઘણી બધી બેંકો ઉપલબ્ધ છે. જેમાંથી ઘણી બધી બેંકો Gold Loan આપે છે. ગોલ્ડ લોન આપીને બેંક અલગ-અલગ માર્જિન લેતી હોય છે. Gold Loan માં બેંકનુ માર્જિન નીચે પ્રમાણે હોય છે.

લોનનો પ્રકારમાર્જિનની
ટકાવારી
ગોલ્ડ લોન25 %
લિક્વિડગોલ્ડ લોન25 %
બુલેટ રિપેમેન્ટ
ગોલ્ડ લોન
35 %
Gold Loan Process માં બેંકનું માર્જિન

ગોલ્ડ લોનમાં સિક્યોરિટી

Gold Loan માટે તમારી સિક્યોરિટી એટલે કે જામીન તરીકે બેંકમાં તમે જેટલી રકમની લોન લેવા ઈચ્છતા હોય તે અનુસાર ગોલ્ડ ગીરવે મુકવું પડે છે. તમે ગીરવે મુકેલું સોનું કેટલા કેરેટનું છે તેના આધારે પણ લોનની રકમ નક્કી થતી હોય છે. જો ઓછા કેરેટના સોનાનું વજન વધુ હોય, અને તેની સામે વધુ કેરેટના સોનાનું વજન ઓછું હોય તો પણ લોનની રકમમાં ફેર પડી જતો હોય છે.

ગોલ્ડ લોનની પ્રોસેસિંગ ફી

Gold Loan માટે લોનની રકમના 0.25 ટકા + ઓછામાં ઓછા 250 રૂપિયા GST તેના માટે પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરવામાં આવે છે. જોકે, તમે બેંકના ખાતેદાર હો તો તમે બેંકની એપ દ્વારા પણ આ લોન માટે એપ્લાય કરી શકો છો, અને તેના માટે તમારે કોઈ પ્રોસેસિંગ ફી પણ નહીં આપવી પડે.

gold loan process in gujarati | gold loan process in bank |gold loan calculator
Image of Gold Loan Process

Gold Loan માં વ્યાજ દર

દરેક બેકોમાં અલગ-અલગ પ્રકારની લોન આપવામાં આવે છે. ગોલ્ડ લોન માટે વ્યાજદર પણ અલગ-અલગ હોય છે. જેમાં સામાન્ય રીતે Gold Loan માટે લોનની રકમ માટે એક વર્ષના MCLR થી 0.50 ટકા વધુ વ્યાજદર હોઈ શકે છે. લોન લેનારે ગોલ્ડ અપ્રેઝર ચાર્જ પણ આપવો પડશે.

રી-પેમેન્ટના ઓપ્શન

ભારતમાં Bank Wise ગોલ્ડ લોન પર રી-પેમેન્‍ટ અલગ-અલગ હોય છે. જેમાં Gold Loan માં રી-પેમેન્ટના ઓપ્શન નીચે પ્રમાણે હોય છે.

  • ગોલ્ડ લોન – ડિસ્બર્સમેન્ટના બીજા મહિનાથી જ મુદ્દલ (પ્રિન્સિપલ અમાઉન્ટ) અને વ્યાજનું રિપેમેન્ટ શરૂ થઈ જશે.
  • લિક્વિડગોલ્ડ લોન – ટ્રાન્ઝેકશન ફેસિલિટી સાથે ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ અને માસિક વ્યાજ પણ આપવાનો રહેશે.
  • બુલેટ રિપેમેન્ટ ગોલ્ડ લોન – લોન બંધ થવા કે તએના શરૂ થવા પહેલા.

આ પણ વાંચો- A Few Tips for Financial Planning | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ

રી-પેમેન્ટનો સમયગાળો

બેંકોમાં આપવમાં આવતી Gold Loan માં રી-પેમેન્ટનો સમયગાળો નીચે પ્રમાણે હોય છે.

લોનનો પ્રકારરી-પેમેન્‍ટનો
સમયગાળો
ગોલ્ડ લોન36 મહિના
લિક્વિડગોલ્ડ લોન36 મહિના
બુલેટ રિપેમેન્ટ ગોલ્ડ લોન12 મહિના
રી-પેમેન્ટનો સમયગાળો

Documents Required For Gold Loan

દેશમાં આવેલી જુદી-જુદી બેંકોમાં સોના પર લોન આપવામાં આવે છે. આ લોન લેવા માટે સર્વસામાન્ય ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

  • અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટા
  • આધારકાર્ડ
  • પાસપોર્ટની નકલ
  • ડ્રાઈવીંગ લાઈસન્‍સ અથવા ચૂંટણીકાર્ડ
  • Government-issued photo ID card
  • Defense ID card
  • ગ્રાહક જો અભણ હોય તો સાક્ષીનો પત્ર

List of Top 10 Banks / NBFCs offering Gold Loan in India

દેશમાં આવેલી બેંકો તથા નોન-બેંકીગ સેકટર દ્વારા સોના પર લોન આપવામાં આવે છે. દેશની ટોપ-10 બેંક તથા સોના પર ધિરાણ કરતી ફાઈનાન્‍સ કંપની વિગતો નીચે મુજબ છે.

Gold Loan આપનારવ્યાજદરલોનની રકમOfficial Website Link
Muthoot Finance12% P.A. OnwardsRs 1,500 – No LimitClick Here
IIFL9.24% P.A. OnwardsRs.3,000 OnwardsClick Here
HDFC Bank9.90% OnwardsRs.25,000 Onwards (Rs.10,000 for Rural areas)Click Here
ICICI Bank11% P.A. OnwardsRs.10,000 to Rs.1 croreClick Here
Canara Bank7.65% P.A. OnwardsRs.5,000 to Rs.20 lakhClick Here
Axis Bank12.50% P.A. OnwardsRs.25,001 to Rs.25 lakhClick Here
Manappuram Finance9.90% P.A. OnwardsRs.1,000 to Rs.1.5 croreClick Here
Federal Bank8.50% OnwardsRs.1,000 to Rs.1.5 croreClick Here
Bank of Baroda8.75% P.A.Up to Rs.25 lakhClick Here
SBI7.50% P.A. OnwardsRs.20,000 to Rs.50 lakhClick Here
List of Top 10 Banks / NBFCs offering Gold Loan in India

FAQ’s of Gold Loan Process

Gold Loan કેવી રીતે મેળવી શકાય છે?

ગોલ્ડ લોન રૂબરૂ બેંક્માં જઈને દસ્તાવેજો જમા કરાવીને, Online Website દ્બારા તથા હાલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ લોન મેળવી શકો છો.

Gold Loanકેટલી મળી શકે છે?

ઓછામાં ઓછા 20 હજાર થી વધુમાં વધુ 20 લાખ રૂપિયાની લોન મળી શકે.

ગોલ્ડ લોનના EMI ની ગણતરી કેવી રીતે કરી શકાય છે.

ગોલ્ડ લોનના EMI ની ગણતરી માટે અત્યારે હાલમાં ઘણા બધા Calculatorઉપલબ્ધ છે. જેમાં Gold Loan EMI Calculator, Loan EMI Calculator, Personal Loan EMI Calculator વગેરે કેલ્યુલેટરથી ગણતરી કરી શકાય છે.

Disclaimer

Gold Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Gold લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gold Loan નેલગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box માં Comment કરીને પૂછી શકો. અથવા Contacts US માં પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

3 thoughts on “Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો”

Leave a Comment