How to Easy Apply for Education Loan | Apply Education Loan Online | Government Education Loan Scheme | Domestic Education Loan | શૈક્ષણિક લોન માહિતી
વિદ્યાર્થીઓ Best Future વિદેશમાં કે પોતાના દેશમાં સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવા તત્પર રહેતા હોય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે આના માટે ઘણા લોકો માટે મોઘું પડતું હોય છે. આપની જણાવી દઈએ કે લાખો ભારતીય વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં વિવિધ University કે college માં જઈને અભ્યાસ કરે છે. આવા અભ્યાસ કરનારા Student ની સંખ્યા ખૂબ ઝડપથી વધવાની કારણે બધાને Scholarship નો લાભ મળતો નથી. તેથી જેને આ લાભ ના મેળવી શકતા હોય તેઓ Education Loans for Students લેવાનું પસંદ કરે છે. પરંતુ તેમાં ઘણા મિત્રો આ લોન લેવા માટે How to apply ની પ્રક્રિયા અંગે અવઢ્વમાં રહેતા હોય છે. તો તમને આજે જણાવીશું કે How to apply for Education loans ની પૂરી પ્રક્રિયા જણાવીશું.
આજે બેંકો સિવાય ઘણી Financial firms પણ એજ્યુકેશન લોન પ્રોવાઈડ કરતા હોય છે. પરંતુ આપણે બેંકનો જ વિકલ્પ પસંદ કરવાનો પ્રયત્ન પહેલા કરવો. તો જાણીએ કઈ રીતે Apply for Education Loan થી મેળવી શકો છો.
Online Apply for Education Loan
આજે ટેકનોલોજી એટલી આગળ વિકસેલી છે કે વ્યકિત ઘણા ખરા કામ ઘરે પોતાના મોબાઈલ કે લેપટોપ દ્વારા કરી શકે છે. આ ઓનલાઈન માધ્યમ દ્વારા ઘણી ખરી બેંકો તમારા દરવાજે પહોંચી ગઈ છે. ત્યારે Education Loans માટે ઓનલાઈન અરજી કરવી ઘણી સરળ બની ગઈ છે. જેના કારણે બેંકોની લાઈન અને બેંકના ધક્કા ખાવાની તેમજ સમય બગાડવાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
તમે ઓનલાઈન અરજી બે રીતે કરી શકો છો:
- તમે ઓનલાઈન માટે Education Loan Application Form ભરી જરૂરી કાગળો અપલોડ કરી અરજી સબમિટ કરી શકો છો. આજે દરેક બેંકોએ પોતાની વેબસાઈટ અને મોબાઈલ એપ બનાવેલી હોય છે. જેનાથી લોન સહિત ઘણી બધી સેવાઓનો લાભ ઓનલાઈન ઘર બેઠા લઈ શકો છો.
- બીજી રીતમાં તમે બધી વિગતો આપો તો લોન આપનાર બેંક તમારો સંપર્ક સાધીને લોનની શરતો અને વિગતો આપની સાથે ચર્ચા કરશે. ત્યારબાદ તમામ કાગળો જમા કરાવીને લોન મેળવી શકો છો. ઈ-મેઈલ કે અન્ય માધ્યમ દ્વારા પણ તમે અરજી કરી શકો છો.
Offline Education Loan Procedure
બ્રાંચની મુલાકાત લઈને તમે જે બેંક કે કંપની પસંદ કરેલ હોય તેની મુલાકાત લઈને તેની શરતો અને વિગતોની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ loan application form ભરી જરૂરી કાગળો જમા કરીને લોન મેળવી શકો છો.
લોનદાતાને ફોન કરીને- તમે જે-તે લોનદાતાને ટેલીફોનિક સંપર્ક કરીને લોનની વિગતોની ચર્ચા કરી શકો છો. અને લોન લેવા માટે તૈયાર છો કે કેમ તે જણાવી શકો છો.
Education Loan by Virtual Assistant
આજે ટેકનોલોજી આધારી ઘણી બેંકો અને સંસ્થાઓ તેમના ગ્રાહકોને વધુ સગવડ અને સેવા આપવા માટે ડિજિટલ પધ્ધતિઓ અપનાવે છે. જેમાં તમારા મનમાં ઉદભવતી શંકાઓ કે સવાલોને દૂર કરવા અને લોનની અરજી પ્રક્રિયામાં સહાય કરવા માટે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નો આશરો લઈ રહી છે.
દાખલા તરીકે, તમે એક્સિસ બેંકની મોબાઈલ એપ વાપરી રહ્યા છો અને એજ્યુકેશન લોનની જાણકારી મેળવવા ઈચ્છો છો તો, આ બેંક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીક ‘Chat with Axis Aha!’ નો વિકલ્પ આપે છે. જેમાં તમારા મનમાં ઉદભવતી શંકાઓ કે સવાલો લખીને તેના ઉત્તર મેળવી શકો છો.
Education Loan આપતી બેંકોનું લિસ્ટ
દેશમાં ઘણી બધી બેંકો વિદ્યાર્થીઓને Education Loan આપે છે. એજ્યુકેશન લોન આપતી બેંકોનું લિસ્ટ નીચે મુજબ છે.
Education Loan Provided BanksName | More Detail Links |
SBI Education Loan | Click Here |
Canara Bank Education Loan | Click Here |
Bank of Baroda Education Loan | Click Here |
Axix Education Loan | Click Here |
HDFC Education Loan | Click Here |
IDBI Bank Education Loan | Click Here |
Union Bank of India Education Loan | Click Here |
Kotak Mahindra Bank Education Loan | Click Here |
Education Loan ના પ્રકાર
દેશમાં એજ્યુકેશન લોન મેળવવાના ઘણા બધા રસ્તાઓ અને પ્રકાર છે. જેમાંથી કેટલાક પ્રકારથી લોન મેળવી શકાય તેની વિગતો નીચે મુજબ છે.
Domestic Education Loan
જે students ભારતમાં જ રહીને સારી યુનિવર્સિટી કે કોલેજમાં Study કરવા માંગે છે, તેઓ આ પ્રકારની લોન માટે અરજી કરી શકે છે. લોન ત્યારે જ મળશે જ્યારે અરજીકર્તા વિદ્યાર્થી ભારતની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવે અને અન્ય તમામ લોન લેવા માટેના માપદંડોને પરિપૂર્ણ કરે છે.
Overseas Education Loan
જે students પોતાની પસંદગીના દેશમાં એટલે ફોરેન જઈને ભણવા માગે છે તો તેઓ આ પ્રકારની લોન માટે અરજી કરીને લોન મેળવી શકે છે. આ પ્રકારની લોનમાં વિમાન ભાડુ, એકોમોડેશન અને ટ્યુશન ફી સામેલ હોય છે.
U.G Education Loan
આ પ્રકારની એજ્યુકેશન લોન સ્ટુડન્ટને નાણાંકીય સહાય આપવા માટે આપવામાં આવે છે. જેથી તેઓ તેમની અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરી શકે અને ભવિષ્યમાં સારી જોબ મેળવી સારું જીવન જીવી શકે છે.
P.G education Loan
જે students અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવે છે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન દ્વારા પોતાનું ભણતરચાલુ રાખવામાગે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન સામાન્ય રીતે 2 વર્ષનો અભ્યાસક્રમ હોય છે. આ પ્રકારની લોન મેળવી વિદ્યાર્થી પોતાના ફીલ્ડને અનુરૂપ વધુ એજ્યુકેશન મેળવી શકે છે.
Career Development Loan
આ લોન એવી વ્યકિતઓ માટે જેઓ કોઈ કંપનીમાં કામ કરે છે અને તેનાથી વધુ સારી નોકરીની તક કે પ્રમોશન મેળવવા માટે પ્રોફેશનલ કોર્સ કરવા માગે છે તેમના માટે છે. આવી વ્યક્તિઓ તેમની સ્કીલને ડેવલપ કરવા અને તેમની કારકિર્દીને વધુ ઉંચાઈ સુધી પહોંચાડવા માટે સારી બિઝનેસ કે ટેકનીકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે આ પ્રકારની લોન લાભકારી બની રહે છે.
Loan Against Property, Security And Deposit
તમે તમારી મિલ્કતો જેમ કે રહેણાંક, તેની જમીન, ખેતીની જમીન, એફ.ડી.સર્ટી., બોન્ડસ વગેરે ગીરવે મુકીને વધુ શિક્ષણ મેળવવા માટે લોન લઈ શકો છો.
Third Party Guarantee Loan
બેંકના કર્મચારી અથવા હોમ બેંકનો ગેરંટી લેટર એજયુકેશન લોન મેળવવામાં મદદકરી શકે છે.
FAQ Of Education Loan
શૈક્ષણિક લોન કેવી રીતે મેળવવી, ક્યાં અરજી કરવી વગેરે વિદ્યાર્થીઓના મનમાં હોય છે. જેમાં નીચે મુજબના સર્વસામાન્ય પ્રશ્નો નીચે મુજબ છે.
Que.1 Education Loan કેવી રીતે મેળવી શકાય છે?
Ans.1 એજ્યુકેશન લોન રૂબરૂ બેંક્માં જઈને દસ્તાવેજો જમા કરાવીને, Online Website દ્બારા તથા હાલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ લોન મેળવી શકો છો.
Que.2 એજ્યુકેશન લોન કેટલી મળી શકે છે?
Ans.2 એજ્યુકેશન લોન મેળવવા માટે વિદ્યાર્થીની પ્રવેશ ફી, ભણવા માટેના ખર્ચના આધારે લોન આપવામાં આવે છે.
Que.3 એજ્યુકેશન લોનના EMI ની ગણતરી કેવી રીતે કરી શકાય છે ?
Ans.3 એજ્યુકેશન લોનના EMI ની ગણતરી માટે અત્યારે હાલમાં ઘણા બધા Calculator ઉપલબ્ધ છે. જેમાં Home Loan EMI Calculator, Car Loan EMI Calculator, Personal Loan EMI Calculator વગેરે કેલ્યુલેટરથી ગણતરી કરી શકાય છે.
Disclaimer of Education Loan
Education Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. એજ્યુકેશન લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Education Loan ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા Comment Box માં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
2 thoughts on “How to Easy Apply for Education Loan | કેવી રીતે શૈક્ષણિક લોન મેળવવી ?”