Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના

Mahila Swavalamban Yojana | Government of Gujarat Loan Scheme । Mahila Loan Yojana | લોન યોજના । Women Empowerment Schemes | મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન

Ministry Of Women & Child Development દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના માટે અલગ-અલગ વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલાઓ માટે કામ કરે છે. જેમાં મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશકિતકરણ કાર્યક્રમો તથા મહિલાઓ આત્મનિર્ભર બનીને સ્વરોજગારી મેળવે તે માટે લોન યોજના બહાર પાડેલી છે.

Women and Child Development Department,Gandhinagar હેઠળ મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. મહિલાઓના આ નિગમ દ્વારા કલ્યાણકારી યોજનાઓ, વિવિધ લોન યોજનાઓ, મહિલા જાગૃતિ કાર્યક્રમ, મહિલા કલ્યાણ મેળા, તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Mahila Swavalamban Yojanaનો લાભ કોને મળે, કેવી રીતે મળે તેની માહિતી મેળવીશું.

Mahila Swavalamban Yojana 2024

વિશ્વ કક્ષાએ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 ચાલતું હતું, ત્યારે વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ગંભીરતાપૂર્વક ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં વર્ષમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવેલ. આ Gujarat Women Economic Development  Corporation Ltd. દ્વારા મહિલાઓને વિવિધ લોન યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મહિલા નિગમ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Gujarat Mahila Arthik Vikas Corporation દ્વારા “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજનાને લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા માંગતા હોય લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત વિવિધ ધંધા-વ્યવસાય માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.

Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel
WhatsApp Group જોડાઓ. Join Now

મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વરા મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જે આર્ટિકલમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના સામાજિક ઉત્થાન તેમજ આર્થિક વિકાસ થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સુવિધાઓ, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક ઉત્થાન કરવાનો મુખ્ય હેતુ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ તે ઉદ્દેશ છે.

Mahila Loan Yojana હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા(BPL) હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. Mahila Swavlanban Yojana હેઠળ મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે.

Important Point of Mahila Swavlanban Yojana

યોજનાનું નામMahila Swavalamban Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશમહિલાઓને નવા ધંધા-વ્યવસાય માટે
બેંકો દ્વારા લોન આપવામાં આવે છે.
લાભાર્થીસ્વરોજગાર મેળવવા માટે નવા ધંધા કે ઉદ્યોગ
કરવા ઈચ્છુક ગુજરાતની મહિલાઓ
સહાયની રકમમહિલાએ નક્કી કરેલા પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી
અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/-
બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.  
અધિકૃત વેબસાઈટhttp://gwedc.gov.in/
કેવી રીતે અરજી કરવીસંબંધિત જિલ્લાની કચેરી ખાતેથી
રૂબરૂ એપ્લિકેશન ફોર્મ સાથે ડોક્યુમેન્‍ટ
જમા કરવાના રહેશે.
Important Point of Mahila Swavlanban Yojana

Mahila Swavalamban Yojana  | mahila yojana gujarat | mahila gruh udyog government scheme | gujarat government gruh udyog | mahila talim yojana । udyog bhavan, gandhinagar website । gujarat ki mahila । gwedc
Image of Mahila Swavalamban Yojana

Mahila Swavalamban Yojana મેળવવા માટેની પાત્રતા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવે છે. મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • અરજદાર મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થી મહિલાની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
  • મહિલા લાભાર્થીની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 સુધી હોવી જોઈએ.
  • શહેરી અથવા અર્બન વિસ્તારના મહિલા અરજદારની કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- સુધી હોવી જોઈએ.

Mahila Swavalamban Yojana Benefits

મહિલાઓને નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને મહિલા સ્વાવલંબન યોજના હેઠળ બેંકોને લોન આપવા માટે ભલામણ સરકાર દ્વારા કરવામાં આવે છે. વિવિધ બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan મહિલાઓને આપવામાં આવે છે. આ લોનમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર અલગ-અલગ સબસીડી આપવામાં આવે છે. સબસીડીની રકમ પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે આપવામાં આવશે.


Gujarat Women Economic Development Corporation Ltd | gwrdc gujarat gov | gwrdc gujarat
Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના | Loan Scheme
Image Credit: Official Government Website (gwedc gujarat)

મહિલા સ્વાવલંબન યોજના માટે માન્ય ઉદ્યોગ-ધંધાની યાદી

Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે. જે ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે  લોન આપવામાં આવે છે. તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા સબસીડી માટે ભલામણ કરવામાં આવે છે. ધંધાની યાદી  નીચે મુજબ છે.

ક્રમધંધા-વ્યવસાય
તથા
વિભાગનું નામ
કુલ ઉદ્યોગની
સંખ્યા
1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ44
2કેમીકલ અને સૌંદર્ય
પ્રસાધન ઉદ્યોગ
37
3ટેક્ષટાઈલ ઉદ્યોગ29
4પેપર પ્રિન્‍ટીંગ અને
સ્ટેનરી ઉદ્યોગ
11
5ખેત પેદાશ સંબંધિત
ઉદ્યોગ
9
6પ્લાસ્ટિક ઉદ્યોગ21
7ફરસાણ ઉદ્યોગ20
8હસ્તકલા ઉદ્યોગ16
9જંગલ પેદાશ આધારિત
ઉદ્યોગ
11
10ખનીજ ઉદ્યોગ07
11ડેરી સંબંધિત ઉદ્યોગ02
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ06
13ઈલેક્ટ્રીક અને
ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ
06
14ચર્મોઉદ્યોગ05
15અન્ય ઉદ્યોગ17
16સેવા પ્રકારનાં વ્યવસાય42
17વેપાર પ્રકારનાં ધંધાઓ24
 કુલ વ્યવસાય અને ધંધાની સંખ્યા307
મહિલા સ્વાવલંબન યોજના માટે માન્ય ઉદ્યોગ-ધંધાની યાદી

Mahila Arthik Vikas Nigam,Gandhinagar દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો મારફતે લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે.

મહિલા સ્વાવલંબનયોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્‍ટ

મહિલાઓ માટેની આ Government Loan Yojana નો લાભ લેવા માટે પાત્રતા અને શરતો નક્કી થયેલી છે. યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

  • અરજદારનું રેશનકાર્ડ
  • લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • ઉંમર અંગેનો દાખલો
  • કાચા માલનું પાકું ભાવપત્રક
  • લાભાર્થીના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીના અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
  • ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) આપવાની રહેશે.

Mahila Swavalamban Yojana Gujarat Pdf

મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ યોજનાનું છપાયેલ ફોર્મ જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.

Mahila Swavalamban Yojana Helpline

લાભાર્થીઓને આ યોજના અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન કે અન્ય કોઈપણ બાબતે જરૂર હોય તો જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે. વધુ માહિતી અને મદદ માટે ગાંધીનગર ખાતે આવેલી વડીકચેરીનો પણ સંપર્ક કરી શકાય છે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે.

વડીકચેરીનું સરનામું:-  ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.

ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર

ફોન નંબર- 079-23227287 , 23230385

Email Id ‌– gwedcgnr@gmail.com

WCD GujaratClick Here
WCD IndiaClick Here
GWEDC Contact
Number
Click Here
Join Our Telegram
Channel
Join Now
Home PageClick Here
Mahila Swavalamban Yojana Helpline
FAQ of Mahila Swavalamban Yojana

Que.1 મહિલા સ્વાવલંબન યોજનાની અરજી કેવી રીતે કરી શકાય?

Ans.1 Mahila Swavalamban Yojana Online Registration કરી શકાતું નથી. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત ઓફલાઈન એટલે કે રૂબરૂ અરજી ફોર્મ મેળવીને કરવાની હોય છે.

Que.2 Mahila Swavalamban Yojana હેઠળ કેટલા ઉદ્યોગ-ધંધા માટે લોન આપવામાં આવે છે?

Ans.2 મહિલાઓને કુલ- 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે આ યોજના હેઠળ Bank  દ્વારા લોન આપવામાં આવે છે.

Que.3 મહિલા સ્વાવલંવન યોજનાનું એપ્લિકેશન ફોર્મ કઈ જગ્યાએથી મેળવવાનું રહેશે?

Ans.3 આપના જિલ્લાની જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિનામૂલ્યે Mahila Swavalamban Yojana Form મળશે. આ અરજી એપ્લિકેશન ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી કચેરી પરથી રૂબરૂ મેળવવાનું રહેશે.

Que.4 Mahila Svavalamban Yojana હેઠળ કેટલી લોન મળવાપાત્ર છે?

Ans.4 મહિલાઓને કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી-જુદી લોન માટે બેંકને ભલામણ  કરવામાં આવે છે. મહિલા સ્વાવલંબન યોજના દ્વારા 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન આપવામાં આવે છે.

Que.5 મહિલા સ્વાવલંબન લોન યોજના દ્વારા મહિલાઓને લોન પર કેટલી સબસીડી આપવામાં આવે છે?

Ans.5 મહિલાઓને આ યોજના દ્વારા પોતાન પ્રોજેક્ટ કોસ્ટ પર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “મહિલા સ્વાવલંબન યોજના” વિશે કોઈપણ પ્રશ્ન  હોય તો , તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US  માં જઈને Comment કરીને પૂછી શકો છો. અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા સગા-સંબંધીઓમાં તમામ બહેનો સાથે જરૂર Share કરજો. તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

5 thoughts on “Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button
Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના
Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના