Three Wheeler Loan Apply Online 2022 | થ્રી વ્હીલર લોન યોજના
Three Wheeler Loan Yojana Gujarat | Auto Rickshaw Loan | Government Loan Yojana | SC Nigam Loan Gujarat |Loan Detail in Gujarati | થ્રી વ્હીલરની લોન યોજના
ગુજરાત સરકારમાં અલગ-અલગ વિભાગો અને કચેરીઓ કાર્યરત છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર નીચે વિવિધ ડિપાર્ટમેન્ટ કામગીરી કરે છે. Gujarat Schedule Caste Development Corporation દ્વારા SC જ્ઞાતિઓ માટે ઘણી સરકારી યોજનાઓનો ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા SJE Gujarat હેઠળ અનુસુચિત જાતિ નિગમ દ્વારા ચાલતી Three Wheeler Loan Scheme વિશે માહિતી મેળવીશું.
SC Nigam Loan Gujarat
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા સમાજના નબળાં વર્ગો માટે સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિઓ તથા ધિરાણ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Gujarat Schedule Cast માટે અરજી ઓનલાઈન કરવા માટે Online Portal બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ધિરાણ માટેની યોજનાઓની ઓનલાઈન અરજીઓ કરી શકો છો. અનુસૂચિત જ્ઞાતિઓ માટે GSCDC Online પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર રીક્ષા લોન યોજના, મારૂતિ ઈકો વાન પેસેન્જર ફોર વ્હીલર યોજના, નાના પાયાની ધંધા-રોજગાર માટે લોન વગેરેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય. આ યોજનાનો લાભ માટે શું પાત્રતા જરૂરી છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય?, તેના માટે ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.
થ્રી વ્હીલર લોન યોજનાનો હેતુ
Anusuchit Jati Vikas Nigam દ્વારા આ ધિરાણ યોજનાનો લાભ SC જાતિના ઈસમોને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના બેરોજગાર તથા ધંધો કરવા શકિતમાન હોય તેવા નાગરિકોને આપવામાં આવે છે. સ્વરોજગાર મેળવવા માટે રીક્ષા મેળવવા માંગતા હોય તેવા એસ.સી નાગરિકોને આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે ખૂબ જ હળવા વ્યાજદરે Loan આપવામાં આવે છે.
યોજનાનું નામ | થ્રી વ્હીલર માટે લોન યોજના (SC) |
ભાષા | ગુજરાતી અને English |
યોજના મુખ્ય ઉદ્દેશ | અનુસુચિત જાતિના બેરોજગાર થ્રી વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા નાગરિકોને હળવા દરે લોન સહાય આપવી |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જાતિ(એસ.સી) જ્ઞાતિઓ નાગરિકોને |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ કુલ-2,50,000/- લાખ સુધી લોન મળવાપાત્ર થશે. |
વ્યાજદર | માત્ર 3% વ્યાજે 2.50 લાખની લોન |
Official Website | Click Here |
Online Apply | Apply Now |
Three Wheeler Loan Gujarat માટેની પાત્રતા
Gujarat Schedule Caste Development Corporation દ્વારા આ ધિરાણ યોજના ચલાવવામાં આવે છે. જેનો મોટાભાગ નો સહયોગ NSFDC આપે છે. NSFDC એટલે National Scheduled Castes Finance And Development Corporation થાય છે. વિવિધ ધિરાણ યોજનાના ઓનલાઈન ફોર્મ GSCDC Online Gujarat દ્વારા સ્વીકારવામાં આવે છે. Auto Rickshaw Loan Scheme યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ આપેલી છે.
● લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
- અરજદાર અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઈએ.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષથી સુધી હોવી જોઈએ.
● અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- લાભાર્થીના કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં જોડાયેલ ન હોવા જોઈએ.
- અરજદાર વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
- અરજી કરનારે અગાઉ કોઈપણ સરકારી / અર્ધ સરકારી બેંકમાંથી લોન લીધેલી ન હોવી જોઈએ.
- અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
થ્રી વ્હીલર લોન યોજના મળતી લોનની રકમ
ગુજરાત અનુસુચિત જાતિ નિગમ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ધિરાણ યોજના હેઠળ 2,50,000/- લોન આપવામાં આવે છે.
થ્રી વ્હીલર લોન યોજનાનો વ્યાજદર
અનુસુચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા થ્રી વ્હીલર માટે લોન માટે વ્યાજદર નક્કી કરેલો છે. જે નીચે મુજબ આપેલો છે.
- રીક્ષા લોન યોજના માટે વ્યાજનો દર ૩% રહેશે.
- થ્રી વ્હીલરની યોજના માટે લીધેલ લોન નિયમિત હપ્તા પ્રમાણે પરત ભરવાની રહેશે.
- આ ધિરાણ માટે નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2 % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
થ્રી વ્હીલર લોન માટે જામીનદાર
Gujarat Anusuchit Jati Vikas Corporation Nigam દ્વારા આપવામાં આવતી આ ધિરાણ યોજના માટે કેટલીક પાત્રતા અને શરતો નક્કી થયેલી છે. આ લોન યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારે જામીનદારની વિગતો આપવાના રહેશે જેની વિગતો નીચે મુજબ છે.
- રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની રકમના ધિરાણ યોજનાનો લાભ માટે એક જામીન આપવાના રહેશે.
- રૂ.1,00,000/- થી વધુ રકમની લોન યોજનાનો લાભ મેળવવા માટે બે જામીન આપવાના રહેશે.
- જામીનદાર સરકારી કે અર્ધસરકારી નોકરી હોવા જોઈએ.
- લોનની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિના જામીન આપવાના રહેશે.
- આ લોન માટે સ્થાવર મિલકત સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે.
Document Required for Three Wheeler Loan Scheme Gujarat
SC Nigam Loan Gujarat દ્વારા થ્રી વ્હીલર યોજનાના ચલાવવામાં આવે છે.અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન GSCDC New Registration પરથી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ online upload કરવાના રહેશે.
- અરજદારનો ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડની નકલ, ડ્રાઈવીંગ લાઈસન્સ & પાનકાર્ડની પૈકી કોઈપણ એક)
- અરજદારના આધારકાર્ડની નકલ
- લાભાર્થીનો ઉંમરનો પુરાવો
- અરજદારની જાતિનો પુરાવો
- આવક અંગેનો દાખલો
- લાભાર્થીના રહેઠાણનો પુરાવો
- અરજદારનો ફોટો
- અરજદારની સહીનો નમૂનો
Three Wheeler Loan Apply Online Step by Step
GSCDC New Registration વિવિધ ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. Nigan Loan Yojana 2022 યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. Online Application કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.
- Google માં “GSCDC Online ટાઈપ કરવાનું રહેશે.
- ઉપર મુજબ ટાઈપ કરતાં SJE Gujarat અનુસૂચિત જાતિની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે ”SC Nigam Loan Gujarat” ધિરાણ મેળવવા માટે વેબસાઈટ પર ક્લિક કરો.
- ઉપર મુજબ ક્લિક કરતાં SJE Gujarat સિવાયની નવીન બનાવેલ વેબસાઈટ ખૂલશે.
- અનુસૂચિત નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
- Registration for Online Loan Application System પર અરજદારની Email Id, Mobile No, Password તથા Captcha Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
- Registration કર્યા બાદ મોબાઈલ પર Username અને Password આવશે.
- હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
- GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-4 પર થ્રી વ્હીલરની યોજના (2020-21)(GOG) “અરજી કરો” પર ક્લિક કરો.
- જેમાં લાભાર્થીની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરૂ નામ, સરનામું વગેરે વિગતો ભરવાની રહેશે.
- હવે લાભાર્થીએ Upload Photograph & Upload Signature કરવાની રહેશે.
- અરજદારે શૈક્ષણિક લાયકાત તથા વાહનની વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી એકવાર ફરીથી ચકાસણી કરવાની રહેશે.
- ત્યારબાદ Captcha Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
- જો ઓનલાઈન એપ્લિકેશનમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશનમાં ભરેલી તમામ વિગતો સાચી હોય તો Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- Confirm Application થયા બાદ તમારી ઓનલાઈન એપ્લિકેશનનો અરજી નંબર આવશે. Print Application પર ક્લિક કરીને પ્રિન્ટ કરવાની રહેશે.
યોજનામાં પસંદગી થયા પછીની પ્રક્રિયા (જિલ્લા કચેરી ખાતે રૂબરૂ)
થ્રી વ્હીલર યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ જિલ્લાની કચેરી ખાતે અરજીઓનું વેરિફિકેશન થાય છે. અરજીઓનું વેરિફિકેશન થયા બાદ પસંદગી પામેલા લાભાર્થીઓને જિલ્લા કચેરી ખાતે રૂબરૂ હાજર થવાનું હોય છે. જિલ્લાની કચેરી ખાતે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે.
- અરજદારનું રેશનકાર્ડ અને ચૂંટણીકાર્ડની પ્રમાણિત કરેલી નકલ
- લાભાર્થીના બેંક એકાઉન્ટની પોસ્ટડેટેડ ચેક
- લાભાર્થીને બેંકમાં કોઈ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટિફિકેટ
- લાભાર્થીએ અગાઉ કોઈ સરકારી એજન્સી પાસેથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું
- લાભાર્રેથીએ રેવન્યુ સ્ટેમ્પ નંગ-8 લાવવાના રહેશે.
- રૂપિયા 1 લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી.
- રૂ.1.00 થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.300/- અને ખાત્રીપત્રક પર રૂ.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે.
FAQ’s of Three Wheeler Loan Scheme
થ્રી વ્હીલર યોજનાનો કોના દ્વારા ચલાવવામાં આવે છે?
ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા આ યોજના ચલાવવામા આવે છે.
Three Wheeler Loan Scheme હેઠળ કેટલી લોન મળે છે?
SC Nigam હેઠળ ચાલતી આ યોજનામાં કુલ-2,50,000/- ની લોન આપવામાં આવે છે.
અનુસૂચિત જાતિ નિગમ દ્વારા થ્રી વ્હીલર લોન યોજનામાં કેટલા વ્યાજદર આપવામાં આવે છે?
આ યોજના હેઠળ આપવામાં આવતી લોન 3% ના દરે લોન આપવામાં આવે છે.
Three Wheeler Loan Yojana નો લાભ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
એસ.સી નિગમ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ મેળવવા માટે GSCDC Online પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.