Vahan Loan Sahay Yojana Gujarat | વાહન લોન સહાય 5 % વ્યાજદરે

Vahan Loan Sahay Yojana Gujarat | વાહન લોન સહાય | Nana Vyavasay Mate Loan Yojana | Self Employment Scheme in Gujarat | GUEEDC | Government Loan Scheme

આજે આપણે ગુજરાત સરકારની સ્વરોજગારલક્ષી લોન યોજના ની વાત કરવાના છીએ. સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ તમે વિવિધ કામો માટે લઈ શકાય જેની આ પોસ્ટ માં વાત કરીશું.

સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય, તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

Vahan Loan Sahay Yojana Gujarat – GUEEDC

આ યોજના ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/122017/568451/A, તા:30/09/2017 ના મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેમાં બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક EBC/102018/814/A.1, તા:15/08/2018ના મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય, તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના લોકોને પોતે સ્વરોજગારી મેળવવા માટેની લોન સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા હાલ આનો અમલ થયેલ છે. આ લોન અલગ-અલગ 3 સ્વરોજગારી માટે આપવામાં આવે છે જે નીચે મુજબની છે.

Highlights of Vahan Loan Sahay Yojana Gujarat – GUEEDC
યોજનાનું નામસ્વરોજગાર લક્ષી લોન યોજના
યોજનાની સહાયઆ યોજના માં 3 પ્રકાર ના રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
રાજ્યગુજરાત રાજ્ય
હેતુબિનઅનામત વર્ગ ના લોકો રોજગારી મેળવી શકે અને આગળ આવી શકે.
લાભાર્થીબિનઅનામત વર્ગ ના ગુજરાત રાજ્ય ના લોકો
અરજીનો પ્રકારઓનલાઈન
સંપર્ક079-23258688/23258684
સત્તાવાર વેબસાઈટClick Here…
Home PageClick Here…
Highlights of Vahan Loan Sahay Yojana Gujarat – GUEEDC
WhatsApp Group જોડાઓ. Join Now

Also Read More:- દરજી કામ માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2023

Read More :- Beauty Parlour Loan Scheme 2023 | બ્યુટી પાર્લર ધિરાણ યોજના

Also Read More:- 5 લાખ સુધી ની લોન જોઈએ છે તો તાત્કાલિક અહીંયા અરજી કરો | IPPB Personal Loan Online Apply

યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ.

યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો

 • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
 • વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.10.00 લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
 • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.10.00 લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

 • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
 • મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
 • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
 • નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
 • લોનની કુલ રકમ રૂા.7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
 • લોનની કુલ રકમ રૂા.7.50 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
 • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.

સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

 • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
 • અરજદારની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષ સુધીની હોવી જોઇએ.
 • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5 ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4 ટકા રહેશે.
 • પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

Also Read More:- Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના

Also Read More:- Kisan Vikas Patra Yojana in Post Office | પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ

Vahan Loan Sahay Yojana Gujarat | વાહન લોન સહાય 5 % વ્યાજદરે
Vahan Loan Sahay Yojana Gujarat | વાહન લોન સહાય 5 % વ્યાજદરે

How to Apply for Self Employment Loan Scheme GUEEDC

સ્વરોજગારલક્ષી યોજનામાં લોન સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવાની હોય છે. વધુ માહિતી આયોગની વેબસાઈટની મુલાકાત લો.

અહીં કલીક કરો…

GUEEDC Helpline

વિભાગનું નામ – ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
Address – બ્લોક નં-2, 7મો માળ, કર્મયોગી ભવન ભવન સે-10, ગાંધીનગર
Phone Number-079-23258685 / 88
Join with us Telegram Channel
Join with us Whats App Group
Home Page
Helpline-GUEEDC Nigam

FAQ’s Vahan Loan Sahay Yojana Gujarat – GUEEDC

Que.1 GUEEDC નું પુરૂ નામ શું છે ?

Ans.1 Gujarat Unreserved Educational & Economical Development Corporation

Que.2 GUEEDC નું ગુજરાતી નામ શું થાય ?

Ans.2 ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

Que.3 Vahan Loan Sahay Yojana નો લાભ કોણ લઈ શકે છે ?

Ans.3 Vahan Loan Sahay Yojana નો લાભ ગુજરાતના વતની અને બિનઅનામત વર્ગના લોકો લઈ શકે છે.

Que.4 Vahan Loan Sahay Yojana માં લોનનો વ્યાજ દર શું હોય છે ?

Ans.4 ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5 ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4 ટકા રહેશે.

Disclaimer – Vahan Loan Sahay Yojana Gujarat

Vahan Loan Sahay Yojana Gujarat અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવાની સલાહ આપવાની નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Vahan Loan Sahay Yojana Gujarat ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Posted By Jigalbahen Patel

2 thoughts on “Vahan Loan Sahay Yojana Gujarat | વાહન લોન સહાય 5 % વ્યાજદરે”

Leave a Comment

close button