Manav Kalyan Yojana Online Registration Process | માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ

Manav Kalyan Yojana Online Registration Process | Manav Kalyan Yojana Online Form | માનવ કલ્યાણ યોજના ફોર્મ Pdf | Samaj Kalyan Yojana | માનવ કલ્યાણ યોજના અરજી

Manav Kalyan Yojana Online Registration Process : ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે વિવિધ સહાય કરતી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના માટે અલગ-અલગ યોજનાઓ ચાલે છે. જેના કારણે લોકો પોતાનો વ્યવસાય કરીને સ્વરોજગારી મેળવે તે માટે માનવ કલ્યાણ યોજના બહાર પાડેલી છે.  આ આર્ટિકલ Manav Kalyan Yojana Online Registration Process દ્વારા Manav Kalyan Yojanaનો લાભ કોને મળે, કેવી રીતે મળે તેની માહિતી મેળવીશું.

પ્રિય મિત્રો, આજે આપણે ઈ-કુટીર વિભાગ ગુજરાત ની માનવ કલ્યાણ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Manav Kalyan Yojana Online Registration Process

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવેલ છે. જે પોર્ટલ e-kutir.gujarat.gov.in છે.

ઈ કુટિર ગુજરાત વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વ્યવસાય માટેની Online અરજીઓ કરી શકાય છે. e-kutir.gujarat.gov.in માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Manav Kalyan yojana અંતર્ગત સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો આપવામાં આવે છે.

Manav Kalyan Yojana

સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકી ગરીબી રેખાની નીચેની (BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

Highlight of Manav Kalyan Yojana Online Registration Process
યોજનાનું નામManav Kalyan Yojana
વિભાગનું નામCottage and Rural Industries Gujarat
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
લાભાર્થીની પાત્રતાવ્યવસાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર સહાયલાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયાOnline
Official Websitehttps://e-kutir.gujarat.gov.in/
Highlight of Manav Kalyan Yojana Online Registration Process

Manav Kalyan Yojana કોને સહાય મળવાપાત્ર થાય?

e-kutir Gujarat વિભાગ દ્વારા Manav Kalyan Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફતરે કરવામાં આવશે.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 16 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

Document Required – Gujarat Manav Kalyan yojana

Manav Kalyan Yojana નો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિનો દાખલો
  • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • સ્વ-ઘોષણાપત્ર
  • બાંહેધરી પત્રક
  • અરજદારના ફોટો

Manav Kalyan Yojana – માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

Manav Kalyan Yojana હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

વિસ્તાર આવક મર્યાદાની વિગતો
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટેઆ વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએનહીં.
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેશહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએનહીં.
માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

નોંધ:- વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહીં.

Read More:- How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી

Read Also More:- How to Link Voter ID With Aadhaar Card Online | મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો

Manav Kalyan yojana Tool Kit List

Manav Kalyan Yojana હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૭ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ગરમ-ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

Also Read More: How to IPPB Zero Balance Account Opening Online | પોસ્ટ ઓફિસ ખાતું કેવી રીતે ખોલવું

Read More- Paytm Loan App Review In Gujarati | Paytm થી Loan કેવી રીતે મેળવવી

Manav Kalyan Yojana Online Registration Process

       માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી પોર્ટલ e-kutir.gujarat.gov.in પર કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

  • Step-1.  સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Kutir” ટાઈપ કરવાનું રહેશે.
  • Step-2.  e-kutir વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
  • Step-3.  જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  • Step-4.  હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
  • Step-5.  User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  • Step-6.  લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ કલ્યાણ યોજના પસંદ કરવાની રહેશે.
  • Step-7.  Manav Kalyan Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • Step-8.  Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • Step-9.  તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
  • Step-10.  છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Kalyan Yojana Online Print કાઢવાની રહેશે.
Manav Kalyan Yojana Online Registration Process | માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ
Manav Kalyan Yojana Online Registration Process
માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ

Important Links of Samaj Kalyan Yojana

SubjectLinks
E -Kutir Official PortalClick Here
New User? Please Register Here!Click Here
Step By Step E kutir Registration ProcessClick Here
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનોDownload Here
Home PageClick Here
Important Links of Samaj Kalyan Yojana

Manav Kalyan Yojana – HelpLine Number

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા અને ટેલિફોન નંબરની યાદી – Click Here

Read More:- Google Free Online Course From Home | Grow With Google

આ પણ વાંચો:- Money Earning Tips & Tricks in Gujarati | મોબાઈલથી લાખો રૂપિયા કમાવા માંગો છો

FAQ’s of Manav Kalyan Yojana Online Registration Process

Manav Kalyan Yojana ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવેલ છે.

કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ કલ્યાણ સાધન સહાય માટે અરજી કરી શકે?

અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 16 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Manav Kalyan Yojana નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાની એપ્લિકેશન ઈ-કુટિર ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

Manav Kalyan Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

માનવ કલ્યાણ યોજના હેઠળ કેટલા પ્રકારના વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે ?

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા કુલ 27 પ્રકારના વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે.

Disclaimer

આ આર્ટીકલથી તમને લાભકારક Manav Kalyan Yojana Online Registration Process ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી તે લોકોને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Manav Kalyan Yojana” વિશે કોઈપણ પ્રશ્ન  હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US  માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

13 thoughts on “Manav Kalyan Yojana Online Registration Process | માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ”

  1. માનવ કલ્યાણ યોજના -2023 મા ઓનલાઇન એપ્લિકેશન કરવાં માટેની છેલ્લી તારીખ કઈ છે?

    Reply

Leave a Comment