[Business Funda] Vyapar Credit Card Yojana In Gujarati – સરકારી વેપાર ક્રેડિટ કાર્ડ

Vyapar Credit Card Yojana In Gujarati | VCC | સરકારી વેપાર ક્રેડિટ કાર્ડ | કિસાન ક્રેડિટ કાર્ડ | | Confederation of All India Traders | BOB Credit Card | VYAPAR CREDIT CARD | SBI Unnati Credit Card | Vyapar Credit Card for MSMEs | સરકારી વેપાર ક્રેડિટ કાર્ડ સંપૂર્ણ માહિતી

ભારત સરકારે આપણા દેશના ખેડુતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મુકેલ છે. ખેડૂતોના વિકાસ માટે Kisan Credit Card યોજના લાભદાયી યોજના છે. આ જ રીતે, નાના વેપારીઓ, નાના પાયે બિઝનેસ કરતા લોકો માટે સરકાર સારી યોજના લાવવા માટે આયોજન કરી રહી છે.

કિસાન ક્રેડિટ કાર્ડની જેમ Vyapar Credit Card Yojana In Gujarati આપવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે. વેપારીઓ, ગલ્લાવાળાઓ, નાના પાયે ધંધા-રોજગાર કરતા લોકોને તાત્કાલિક પૈસાની જરૂરિયાત વેપાર ક્રેડિટ કાર્ડ વાળા પૂરી શકશે એમ માની શકાય. તો મિત્રો આ આર્ટિકલ દ્વારા સરકારી વેપાર ક્રેડિટ કાર્ડ ની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સંપૂર્ણ વાંચન કરવાથી તમને લાભદાયી બની શકે તેમ છે.

Vyapar Credit Card Yojana In Gujarati

Kisan Credit Card Yojana કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. KCC Yojana હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોને રુપિયા 1,60,000/-  સુધીની લોન આપવામાં આવે છે.આ યોજનાથી ખેડૂતોને ઘણી સુવિધા મળી છે.

એવી જ રીતે સરકાર માને છે કે નાના ઉદ્યોગો અને વેપારીઓનો વેપાર વિકાસ પામશે તો રોજગારી વધશે અને ભારતના બિઝનેસની કરોડરજ્જુ વધુ મજબુત બનશે. એટલા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ની જેમ Vyapar Credit Card Yojana લાવી રહી છે.

સરકારી ડેટા દર્શાવે છે કે 40 ટકાથી ઓછા MSME ઔપચારિક નાણાકીય સિસ્ટમમાંથી ઉધાર લે છે. નાણા પરની સ્થાયી સમિતિએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અથવા MSME ક્ષેત્રને ધિરાણ પ્રવાહને મજબૂત કરવા માટે રોડમેપ તૈયાર કર્યો છે.

Vyapar Credit Card Yojana In Gujarati હેતુ

  • હાલમાં, ભારતના 6 કરોડથી વધુ MSMEsમાંથી 60 ટકાથી વધુ ઔપચારિક નાણાકીય ક્ષેત્ર પાસેથી ઉધાર લેતા નથી, જેના કારણે 20-25 ટ્રિલિયન રૂપિયાનો ક્રેડિટ ગેપ થાય છે. વધુમાં, MSMEs ઊંચા દરે ઉધાર લે છે અને તેમની પાસે માત્ર મર્યાદિત નાણાકીય ઉત્પાદનોની ઍક્સેસ છે.
  • એક Vyapar Credit Card (VCC) રોલ આઉટ કરવાની જરૂર છે જે દરેક MSME ને – ફૂટપાથના હોકરથી લઈને સાડી વણનાર સુધી કેશ-ફ્લો આધારિત ધિરાણ પહોંચાડી શકે. જેમ કિસાન ક્રેડિટ કાર્ડ કૃષિ ધિરાણ પ્રણાલીને ચલાવે છે, તેમ VCC MSME ધિરાણ પ્રણાલીને ચલાવી શકે છે.

Highlight of Vyapar Credit Card Yojana In Gujarati

આર્ટીકલનું નામVyapar Credit Card Yojana In Gujarati
આર્ટીકલની પેટા માહિતીVyapar Credit Card Yojana Details
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
આર્ટીકલનો ઉદ્દેશVyapar Credit Card વિશે માહિતી પૂરી પાડવાનો.
લાભાર્થીનાના વેપારીઓ
ઉદ્દેશ્યનાના વેપારીઓને નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો
Application modeOnline / Offline
Official WebsiteClick Here
Vyapar Credit Card Yojana In Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now
  • ભારતની સત્તાવાર ફાયનાન્સ સિસ્ટમો એટલે કે બેંક, NBFC વગેરેએ નાના વેપારીઓને આસાનીથી લોન આપી શકતી નથી. નાના વેપારીઓને આ લાભ મળી રહે તેવો હેતુ છે.
  • સરકાર આ કાર્ડ દ્વારા દંડ વિનાનું ઓછું વ્યાજ અને વ્યાજ વિનાની રોકડ ઉપાડ કરવાની સુવિધા આપવાનો હેતુ સમાયેલો છે.
  • હકીકતમાં 80 % નાના વેપારીઓ પોતાની નાણાંકીય જરૂરિયાત પ્રાઈવેટ ધીરધાર કરનારા પાસે જાય છે. ત્યાં લુંટાઈ જતા હોય છે. આમાં રાહત આપવાનો હેતુ છે.

“Vyapar Credit Card (VCC) પ્રકારનું પ્લેટફોર્મ MSMEને MSME વ્યાપર ક્રેડિટ કાર્ડ જેવા ઉત્પાદનો સાથે સસ્તું ક્રેડિટ પ્રદાન કરવાનું શક્ય બનાવશે.”

ભૂતપૂર્વ નાણા રાજ્ય મંત્રી અને સમિતિના અધ્યક્ષ જયંત સિંહા

Vyapar Credit Card Yojana In Gujarati – વિશેષતાઓ

વેપાર ક્રેડિટ કાર્ડ યોજનાની કેટલીક વિશેષતાઓ છે, જે નીચે મુજબ છે:

  • વ્યાપારમાં રોજ સવારે નાણાંની જરૂરિયાત પડતી હોય છે. તે નાણાંની જરૂરિયાત આ ક્રેડિટ કાર્ડ પૂરી કરી શકે છે.
  • વેપાર-ધંધામાં ઘણા વધારે પૈસાની લેણ-દેણ કરવી પડતી હોય છે. જો આ કાર્ડ ઉપયોગ કરવામાં આવે તો તમે સુરક્ષિત રહેશો અને તમારા કામ ઝડપી થશે
  • આના કારણે બેંક સ્ટેટમેન્ટ મળતું હોય છે. એટલે તમે પૈસા કેવી રીતે, ક્યાં અને શા માટે વાપર્યા છે તે જાણી શકીયે છીએ.
  • આ ક્રેડિટ કાર્ડ જેના નામે હોય તે તેના માટે જવાબદાર વ્યક્તિ હોય છે. કોઈપણ ડિફોલ્ટ માટે તે જ વ્યક્તિ જવાબદાર બને છે.
  • આ કાર્ડ નો ઉપયોગ કરીને સમયે-સમયે પૈસાની ચુકવી દો છો તમારા ક્રેડિટ સ્કોરમાં વધારો થાય છે.

Vyapar Credit Card Yojana લાભો

વ્યાપાર ક્રેડિટ કાર્ડનો લાભ નીચે મુજબ છે:

(1) બિઝનેસ સંબંધિત રિવોર્ડ:

આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે તમને કંઈક રિવાર્ડ પણ પ્રાપ્ત થાય છે. રિવોર્ડનો ઉપયોગ તમે સામાન અથવા સેવાઓ માટે કરી શકો છો.

(2) યાત્રાનો વિશેષાધિકાર:

વ્યવસાયમાં લોકોને સામાન્ય રીતે ખૂબ જ ટ્રાવેલ કરવું પડતું હોય છે. વેપાર ક્રેડિટ કાર્ડ (બિઝનેસ ક્રેડિટ કાર્ડ) મુસાફરી માટે ઘણી બધી ઑફર આપશે. એર માઈલ્સનો ઉપયોગ કરીને તમે તમારા માટે ફ્લાઈટ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

(3) વીમો :

જો તમારી પાસે વેપાર ક્રેડિટ કાર્ડ છે તો તમે કેટલાક ઇન્શ્યોરન્સ સાથે મળી શકો છો. જેમ કે, કાર્ડ ચોરી પર ઇન્શ્યોરન્સ, હવાઈ મુસાફરી દરમિયાન અકસ્માત થવા પર ઇન્શ્યોરન્સ, મોડી ફ્લાઇટ, સમાન ખોવાય વગેરે માટે ઇન્શ્યોરન્સ.

Vyapar Credit Card Yojana યોગ્યતા અને શરતો

વ્યાપાર ક્રેડિટ કાર્ડ માટે કેટલીક યોગ્યતા અને શરતો રાખવામાં આવશે. જો વેપારીઓ વેપાર ક્રેડિટ કાર્ડ બનાવવા માંગતા હોય છે. તો નીચે મુજબની યોગ્યતા અને શરતો પર ખરા ઉતરવું પડશે:

(1) તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 70 વર્ષ હોવી જોઈએ.

(2) ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ.

(3) કોઈપણ ધંધાના માલિક, ભાગીદાર અથવા સ્વ-રોજગારી ધરાવતા હોવા જોઈશે.

Vyapar Credit Card Yojana In Gujarati |  BOB Credit Card | VYAPAR CREDIT CARD | SBI Unnati Credit Card | Vyapar Credit Card for MSMEs | સરકારી વેપાર ક્રેડિટ કાર્ડ સંપૂર્ણ માહિતી
Vyapar Credit Card Yojana In Gujarati

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online

Vyapar Credit Card માટે આવશ્યક દસ્તાવેજો

જે વેપારી લાભાર્થીઓ વ્યાપાર ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવા માંગે છે. તેમને કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્‍ટની જરૂર પડશે, આ ડોક્યુમેન્‍ટનું લિસ્ટ નીચે મુજબ છે.

  • ખેડૂત ભારત દેશનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • અરજદારનું ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે (કોઈપણ એક)
  • બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલ હોવું જોઈએ.
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • પાનકાર્ડ
  • Income Tax રીટર્ન
  • તે તમામ વેપારીઓ આ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે, જેઓ ધંધા-રોજગાર સાથે સંકળાયેલા હોવા જોઈએ.

Vyapar Credit Card Yojana Bank List

નીચે આપેલી કોષ્ટકમાં બેંકોના નામ અને તેમની સત્તાવાર વેબસાઇટ આપી રહ્યા છીએ જ્યાં તમે વ્યાપાર ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ ઓનલાઈન અરજી કરીને લોન માટે અરજી કરી શકો છો.

Bank NameOfficial Website
State bank of india.sbi.co.in
Punjab Nation Bankwww.pnbindia.in
Allhabad Bankhttps://www.indianbank.in
ICIC Bankwww.icicibank.com
Bank of Barodawww.bankofbaroda.in
Andhra Bankwww.andhrabank.in
Canara Bankhttps://canarabank.com
સર્વા હરિયાણા ગ્રામીણ બેંકhttps://www.shgb.co.in
ઓડિશા ગ્રામ્યા બેંકhttps://odishabank.in
Bank of Maharashtrahttps://www.bankofmaharashtra.in
Axis Bankwww.axisbank.com
HDFC Bankhttps://www.hdfcbank.com
Vyapar Credit Card Yojana in Gujarati Bank List

Vyapar Credit Card Yojana – How to Apply

  • વ્યાપાર ક્રેડિટ કાર્ડ યોજના માટે Udaym Portal પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આમ તમામ વ્યવસાયોને એક પોર્ટલ પર લાવવામાં આવશે.
  • આખી આર્થિક ડિજીટલ ઈકો સિસ્ટમ ઉભી કરીને કઈ પાર્ટીમાં બિઝનેસ કરવાની ખરી ધગશ છે તે જોવામાં આવશે.
  • GST Council પણ આ યોજનામાં જોડાશે.

Watch Loan Scheme Stories :- સિલાઈ મશીન લોન યોજના

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

FAQ’s Kisan Credit Card 2022 Yojana

Vyaapar Credit Card Yojana માટે અરજી કરવા માટે કયું પોર્ટલ છે ?

Udaym Portal

Vyaapar Credit Card Yojana માટે કઈ સંસ્થાને જોડવામાં આવશે ?

જીએસટી કાઉન્સિલ ને પણ જોડવામાં આવશે.

Vyaapar Credit Card Yojana કોને મદદરૂપ બનવા માટે લાવવામાં આવશે ?

આ યોજના નાના વેપારીઓને મદદરૂપ બનવા માટે લાવવામાં આવશે.

વેપાર ક્રેડિટ કાર્ડ સ્કીમનો હેતુ શું છે?

નાના વેપારીઓ તેમની પરિસ્થિતિમાં સુધારો કરી શકે. અને વેપાર-રોજગારને પણ પ્રોત્સાહન મળે.

Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Disclaimer

કિસાન ક્રેડિટ કાર્ડની સફળતા બાદ હવે સરકાર Vyapar Credit Card ની નવી પહેલ કરવા જઈ રહી છે. દેશના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન નાના વેપારીઓ, નાન કારખાનેદારો, લારી ગલ્લાવાળા એટલે કે MSME માટે સરકાર વેપાર ક્રેડિટ કાર્ડ લાવવા જઈ રહી છે.

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Vyapar Credit Card Yojana In Gujarati” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

3 thoughts on “[Business Funda] Vyapar Credit Card Yojana In Gujarati – સરકારી વેપાર ક્રેડિટ કાર્ડ”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button