તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Tabela Loan Scheme in Gujarat | Tabela Loan Yojana Gujarat 2023 | તબેલા લોન યોજના ઓનલાઈન | Tabela Sahay Yojana Gujarat | Tabela Loan Scheme

Tabela Loan Scheme in Gujarat: આજે ઘણા યુવાનો શિક્ષણમાં ઉચ્ચ ડિગ્રી મેળવે છે. ઘણા શિક્ષિત યુવાનો પોતાના વતન જઈ તબેલો કરવાનું વિચારતા હોય છે. શિક્ષિત બેકારી વધી રહી છે સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી ત્યારે જો તમે પણ Dairy Farming કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને સહાય બંને આપે છે.

રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી. મિત્રો આજે આપણે આ તબેલા બનાવવા માટે લોન યોજના Tabela Loan Scheme in Gujarat આર્ટિકલની મદદથી તબેલા બનાવવા માટે લોન યોજના નો લાભ કેવી રીતે મળશે?  આપણે આ Loan માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જાણીશું. વધુમાં, આ લોન માટે શું-શું પાત્રતા નક્કી કરેલી છે તેની માહિતી મેળવીશું.

Tabela Loan Scheme in Gujarat

Table of Contents

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, મહિલાઓ માટે બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ખેડુતોની એક યોજના લઈને આવ્યા છે. જે ખેડૂતોને ભેંસો કે ગાયો માટે લોન જોઈએ છે તો આ પોસ્ટ ફ્કત એના માટે જ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી તબેલો બનાવી શકાય છે.

જે Adijati ના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોય અને તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. એસ.ટી જ્ઞાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે આદિજાતિ નિગમ, ગાંધીનગર દ્વારા આવી લોન આપવામાં આવે છે.આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન યોજનાનો લાભ આપવામાં આવે છે. જે આદિજાતિના નાગરિકોની નાણાંકીય સ્થિતિ સારી નથી અને ગાયો-ભેંંસોના નિભાવ માટે તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બેંકો પાસેથી કે અન્ય કોઈ પણ સંસ્થા પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

Important Point of Tabela Loan Scheme in Gujarat

યોજનાનું નામ તબેલા બનાવવા માટે લોન યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
ક્યા લાભાર્થી મળે?ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો હેતુતબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદરમાત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમઆ લોન યોજના હેઠળ 4,00,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Online ApplyApply Now
Official WebsiteClick Here
Important Keys in Tabela Loan Scheme Gujarat 2023
WhatsApp Group જોડાઓ. Join Now
Tabela Loan Subsidy | Cow Tabela Loan in Gujarat | Tabela Loan in GUjarat 2022 | Dairy Loan Subsidy | Dairy Farm Loan Scheme | BUffalo Loan Scheme
Tabela Loan Scheme in Gujarat 2023

તબેલા બનાવવા માટે લોન યોજના અંતર્ગત મળવાપાત્ર લોનની રક્મ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. પશુપાલનમાં તબેલો બનાવવા માટે કુલ રૂપિયા 4,00,000/- સુધી લોન આપવામાં આવે છે.

તબેલા માટે લોન યોજનાની પાત્રતા

Tribal Development Department Gujarat દ્વારા તબેલા બનાવવા માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. તમે લોન માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબતે વિગતવાર માહિતી મેળવીએ.

  • લાભાર્થી આદિજાતિ વર્ગના હોવા જોઈએ.
  • આદિજાતિ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધેલી હોવી જોઈશે.
  • લાભાર્થી પાસે પશુપાલનમાં ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • લાભાર્થી પાસે કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • લાભાર્થીએ છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની Passbook રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત Certificate રજુ કરવાનું રહેશે.
  • અરજદારને પશુપાલનની સારી એવી જાણકારી હોવી જોઈએ.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ GTDC Gandhinagar માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

યોજનાનો લાભ મેળવવા માટે નક્કી થયેલી આવક મર્યાદા

Tabela Loan Scheme in Gujarat : ગુજરાતના ST જ્ઞાતિઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લાભાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોય, તેમને લાભ મળશે જોઈએ.

તબેલા લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

તબેલા માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે. આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 40,000/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

તબેલા લોન યોજનામાં લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે:

  • લાભાર્થીઓએ આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • લોન લેનાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

આ પણ વાંચો- PM Kisan Online Correction – Name, Mobile and Aadhaar Number

Document Requirement of Tabela Loan Scheme

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિના લોકોને લાભ આપવામાં આવે છે. તેઓ Dairy Farming Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તેવા લોકો માટે આ Loan Sarkari Nokri સમાન જ છે. આ યોજના માટે નીચે મુજબનાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • એસ.ટી અંગેનું પ્રમાણપાત્ર
  • લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
  • લાભાર્થી નું તાલીમનું પ્રમાણપત્ર.
  • બેંક ખાતાની પાસબુક
  • લાભાર્થીએ રજૂ કરેલ મિલ્કતનો પુરાવો. (જમીનનાં 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીનનાં 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • જામીનદાર-1  નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2  નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • બંને જમીનદારોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુંં રજૂ કરવાનું રહેશે.

Also Read- Manav Kalyan Yojana Last Date 2023 | જાણો અરજી કરવાની છેલ્લી તારિખ

New Update – How to Calculate EPF Higher Pension | શ્રમ મંત્રાલયે જાહેર કરી ફોર્મ્યુલા

How to Apply Online Tabela Loan Scheme

આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે Adijati Vikas Vibhag કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિના લોકોને સરકારની આદિજાતિ વિકાસ નિગમની વેબસાઇટ પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રોને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે. તમે અરજી ગ્રામ પંચાયતમાં જઈ VCE પાસે અથવા તો સાયબર કાફેમાં જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. તેની માહિતી અહીંયા Step-by-Step આપેલ છે. જે નીચે મુજબ ની છે.

  • Google Search પર જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું TAB ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું Page Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈનબતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા બનાવવા માટે લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના Document Upload કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટે લઈને સાચવી રાખવાની રહેશે.

Tabela Loan Yojana Gujarat – Helpline

Important links of Tabela Loan Yojana Gujarat

Adijati Nigam Gujarat Official WebsiteClick Here
Direct Apply for Loan LinkClick Here
Login hereClick Here
Register HereClick Here
Forgotten Password?Click Here
Home PageClick Here
Tabela Loan Yojana Gujarat

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની સંપર્કની વિગતો

NIGAM NAMEGujarat Tribal Development Corporation,
Gujarat State
REGISTERED OFFICEBirsa Munda Bhavan, Sector 10-A,
Gandhinagar, Gujarat.
CONTACT PERSONShri K H Rajwadi +91 79 23253891,
23253893
EMAILgog.gtdc@gmail.com
TELEPHONE+91 79 23253891, 23256843,
23256846
WEBSITEhttps://adijatinigam.gujarat.gov.in/
Gujarat Adijati Vikas Corportaion’s Contact Details

FAQ‘s of Tabela Loan Yojana Gujarat

તબેલા માટેની લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 4 લાખ ની લોન આપવામાં આવે છે.

તબેલા માટેની લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

તબેલા બનાવવા માટે લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

Tabela Loan Scheme હેઠળ લોન પર કેટલા વ્યાજદર લેવામાં આવે છે?

પશુપાલન માટે ઉપયોગી તબેલો બનાવવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

Disclaimer

આ આર્ટીકલ Tabela Loan Scheme in Gujarat થી અમે તમને તબેલા બનાવવા માટેની લોન યોજના હેઠળ લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને Social Media પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. તબેલા લોન-2023 લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Tabela Loan Scheme in Gujarat ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box માં કમેન્ટ કરીને અથવા Contact US માં પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

10 thoughts on “તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button