Pre-Approved Loan In Gujarati | Hdfc Pre Approved Loan | What does pre approved loan mean | pre approved loan axis bank | pre approved loan banks | pre approved personal loan | pre approved loan offers | પૂર્વ-મંજૂર લોન વિશે સંપૂર્ણ માહિતી
નાણાંકીય કટોકટીના સમયમાં લોન મોટી મદદ કરે છે. લોકો ધંધો કરવા, ઘર ખરીદવા કે કાર ખરીદવા માટે લોન લે છે. ઘણી વખત લોન માટે વ્યક્તિએ બેંકના ધક્કા ખાવા પડે છે. તો બીજી તરફ બેંકો પોતે સામે ચાલીને કેટલાક લોકોને લોન આપે છે. આવી લોનને ‘Pre-Approved Loan’ (પૂર્વ મંજૂર લોન) કહેવામાં આવે છે.
Pre-Approved Loan In Gujarati 2022
હવે સવાલ એ છે કે આ પ્રી-એપ્રૂવ્ડ લોન ઓફર શું છે. શું તેને સ્વીકારવા જોઈએ? તેની તપાસ કેવી રીતે કરવી જોઈએ? એવા સવાલો તમારા મનમાં થતા હસે. તેના જવાબ રૂપે આ આર્ટીકલ દ્વારા માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
બેંકો એવા લોકોને લોન આપવાનું પસંદ કરે છે, જેઓ લોનના હપ્તા સમયસર ભરી શકે છે. બેંકો માને છે કે આર્થિક રીતે મજબૂત અને જાગૃત લોકો લોન ડિફોલ્ટમાં ઘટાડો લાવે છે. ઘણી બેંકો લોન આપવા માટે આર્થિક રીતે સારા ઉધાર લેનારાઓનો સંપર્ક કરે છે અને તેમને લોન આપે છે. જ્યારે બેંકો પોતે લોન આપવા માટે લેનારાનો સંપર્ક કરે છે, ત્યારે તેને પ્રી-એપ્રૂવ્ડ લોન (Pre-Approved Loan) કહેવામાં આવે છે.
Important Point Of Pre-Approved Loan In Gujarati
આર્ટીકલનું નામ | Pre-Approved Loan In Gujarati |
આર્ટીકલની પેટા માહિતી | પૂર્વ-મંજૂર લોન વિશે સંપૂર્ણ માહિતી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
આર્ટીકલનો ઉદ્દેશ | પૂર્વ-મંજૂર લોન વિશેની માહિતી પુરી પાડવાનો હેતુ |
Official Website | Click Here |
Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online
Pre-Approved Loan ઓફરનું મુલ્યાંકન
જો બેંક તમને પ્રી-એપ્રૂવ્ડ લોન ઓફર કરે છે, તો તેનો અર્થ એ છે કે બેંક તમારા વિશે બધું જ જાણે છે. પ્રી-એપ્રૂવ્ડ લોન હેઠળ, બેંકો સામાન્ય રીતે ઉધાર લેનારની ક્રેડિટપાત્રતા અગાઉથી જ જાણતા હોય છે. દા.ત, બેંકો તમારા ક્રેડિટ સ્કોર અને આવક વિશે જાણે છે. જો કે, તેમને હજી પણ રિપેમેન્ટ કેપેસીટી અને વર્તમાન આવકને વેરીફાય કરવા માટે ITR રિટર્ન અને લેટેસ્ટ ઈન્કમ પ્રૂફ જેવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે.
દા.ત, તમને પ્રી-એપ્રૂવ્ડ હોમ લોન, બાઈક લોન, કાર લોન અને પર્સનલ લોનની ઓફર મળી શકે છે. પરંતુ તેમાં સાવધાની પણ જરૂરી છે. ઘણીવાર પ્રી-એપ્રુવ્ડ લોનના નામે છેતરપિંડી પણ થાય છે. જે લોકોની નાણાંકીય સ્થિતિ સારી હોય છે તેમને પ્રી-એપ્રૂવ્ડ લોન ઓફર મળવાની શક્યતા વધુ હોય છે. પ્રી-એપ્રૂવ્ડ લોન મોટે ભાગે વધુ ક્રેડિટ સ્કોર, ઝીરો લોન ડિફોલ્ટ હિસ્ટ્રી, ITR મુજબ ઊંચી આવક ધરાવતી વ્યક્તિઓને આપવામાં આવે છે.
બેંકો અથવા નાણાંકીય સંસ્થાઓ સામાન્ય રીતે તેમના ગ્રાહકોને વિવિધ મોડ જેમ કે ઈમેલ, વોટ્સએપ મેસેજ, એસએમએસ અને ગ્રાહકના મોબાઈલ/ઓનલાઈન બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા ઓફર વિશે માહિતગાર કરે છે. આ ઉપરાંત બેંકની કસ્ટમર સપોર્ટ ટીમ પણ તમને કોલ કરી શકે છે. તમે લોન એગ્રીગેટરની ઓનલાઈન મુલાકાત પણ લઈ શકો છો, જ્યાં તમે એક જ જગ્યાએ તમામ પ્રી-એપ્રૂવ્ડ લોન ઑફર્સ મેળવી શકો છો.
Pre-Approved Loan ઓફર કોને મળે
બેંકમાં બચત ખાતું, લોન ખાતું અથવા ઉચ્ચ ધિરાણપાત્રતા ધરાવતા ગ્રાહકોને પૂર્વ-મજૂર લોન ઓફર મેળવવાની વધુ તક હોય છે. કેટલીક પૂર્વ-મંજૂર લોન ઓફરો નિશ્ચિત સમયમર્યાદા પૂરતી જ હોય છે. એ સમય પછી તે ઓફર પૂરી થઈ જાય છે. એટલે કે પાછી ખેંચાઈ જાય છે. આ લોન મોટે ભાગે ઉચ્ચ ક્રેડિટ સ્કોર, શૂન્ય લોન ડોફોલ્ટ હિસ્ટરી, ઈન્કમટેક્ષ રીટર્ન મુજબ ઉંચી આવક ધરાવતી વ્યક્તિઓને ઓફર કરવામાં આવતી હોય છે.
Pre-Approved Loan અને સામાન્ય લોન તફાવત
Pre-Approved Loan અને સામાન્ય લોન તફાવત
Pre-Approved Loan | સામાન્ય લોન |
બેંક પાસે પાત્રતા વિશેની માહિતી પહેલેથી જ હોય છે. | પહેલા અરજી મેળવે છે. પછી પાત્રતા નક્કી થાય છે. |
ઓફર મળે છે. | ઓફર મળતી નથી. |
લોનની રકમની મર્યાદા, વ્યાજદર, અવધિ પહેલેથી જ નક્કી હોય છે. | આમાં એવું કંઈ જ નક્કી હોતું નથી. |
આ ઓફર ના સ્વીકારો તો તમારા ક્રેડીટ સ્કોરને કોઈ અસર થતી નથી. | આમાં ક્રેડીટ સ્કોર પર નકારાત્મક અસર પડી શકે છે. |
Pre-Approved Loan ની ઓફર કેવી રીતે તપાસવી
- બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સામાન્ય રીતે તેમના ગ્રાહકોને વિવિધ સાધનો જેમકે, ઈમેઈલ, એસ.એમ.એસ. મારફતે જાણ કરતી હોય છે.
- બેંકની ગ્રાહક સપોર્ટ ટીમ પણ તમને કોલ કરીને જણાવતી હોય છે.
- તમે લોન એગ્રીગેટર પર ઓનલાઈન પણ જઈ શકો છો. જ્યાં તમારી બધી પૂર્વ મંજૂર ઓફર જોઈ શકાય છે.
Watch Loan Scheme Stories :- સિલાઈ મશીન લોન યોજના
Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat
Pre-Approved Loan લોન નકારી શકાય
પૂર્વ મંજૂર હોવા છતાં બેંક લોન નકારી કાઢે તેવું બની શકે. લોન મેળવવા માટે તમારે અમુક દસ્તાવેજો આપવાના રહે છે. સમયમર્યાદા માં ના કરો તો બેંક લોન નકારી શકે છે. હવે ધારો કે ચકાસણી દરમિયાન તફાવત જોવા મળે તો પણ બેંક આ ઓફર નકારી શકે છે.
ઉદાહરણ તરીકે, નોકરીમાં તાજેતરના ફેરફાર, ક્રેડીટ સ્કોરમાં અચાનક ઘટાડો, નાણાકીય ક્ષમતામાં બગાડ, બેંકના માપદંડમાં ફેરફાર, બેંક ની ચકાસણી દરમિયાન રીજેક્ટ થયેલી મિલકત કારણોસર માટે આ લોનને નકારી શકાય છે.
Pre-Approved Loan – Documents Required
પૂર્વ મંજૂર લોન માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડી શકે છે:
- Fully Completed and Signed Application Form
- Passport Size Photos
- Photo ID
- Residence Proof
- Academic Documents
- Last 8 Months Bank Statements
- Income Proof
- If, Collateral – Immovable Property
Bank List
બેંકનું નામ | વ્યાજદર |
State Bank of India | Linked to MCLR |
ICICI Bank | As per ICICI bank guidelines |
IDBI Bank | Linked to IDBI Bank’s Base Rate and Rating |
UCO Bank | 8.85% p.a. onwards |
Bank of Baroda | 9.65% p.a. onwards |
Indian Overseas Bank | As per Indian Overseas bank guidelines |
Union Bank of India | 7.30% p.a. onwards |
HDFC Bank | As per HDFC bank guidelines |
Canara Bank | As per Canara bank guidelines |
Central Bank | As per Central bank guidelines |
Allahabad Bank | As per Allhabad bank guidelines |
Bank of Maharashtra | 9.25% p.a. onwards |
Bank of India | Linked to MCLR |
Oriental Bank of Commerce | As per Oriental bank guidelines |
FAQs of Pre-Approved Loan in Gujarati
Pre-Approved Loan ઓફર કોને મળે ?
બેંકમાં બચત ખાતું, લોન ખાતું અથવા ઉચ્ચ ધિરાણપાત્રતા ધરાવતા ગ્રાહકોને પૂર્વ-મજૂર લોન ઓફર મેળવવાની વધુ તક હોય છે.
કયા પ્રકારની લોનમાં બેંક પાસે પાત્રતા વિશેની માહિતી પહેલેથી જ હોય છે.
Pre-Approved Loan માં બેંક પાસે પાત્રતા વિશેની માહિતી પહેલેથી જ હોય છે.
બેંકો પોતે સામે ચાલીને કેટલાક લોકોને લોન આપે છે. આવી લોનને કઈ લોન કહેવામાં આવે છે.
બેંકો પોતે સામે ચાલીને કેટલાક લોકોને લોન આપે છે. આવી લોનને ‘Pre-Approved Loan’ (પૂર્વ મંજૂર લોન) કહેવામાં આવે છે.
Pre-Approved Loan ઓફરમાં કઈ-કઈ લોનની ઓફર મળે છે ?
હોમ લોન, બાઈક લોન, કાર લોન અને પર્સનલ લોનની ઓફર મળી શકે છે.
શું બેંક Pre-Approved Loan લોન નકારી શકે છે ?
હા, અમુક કારણોસર બેંક Pre-Approved Loan લોન નકારી શકે છે.
જો હું Pre-Approved Loan લોન ન લઉં તો મારા ક્રેડીટ સ્કોરમાં કોઈ ફરક પડી શકે ખરો ?
ના, તમે Pre-Approved Loan લોન ન લો તો તમારા ક્રેડીટ સ્કોરમાં કોઈપણ પ્રકારાનો ફરક પડતો નથી.
શું Pre-Approved Loan અને સામાન્ય લોનમાં તફાવત હોય છે ?
હા, Pre-Approved Loan અને સામાન્ય લોનમાં ઘણો તફાવત હોય છે.
Disclaimer
તમને જરૂરી હોય ત્યારે જ Pre-Approved Loan લોન ઓફર સ્વીકારવી સારૂ રહેશે. તમે લોન માટે પાત્ર છો અને એ સરળતાથી, સામેથી મળી શકે છે- માત્ર આવા કારણોસર લોનની ઓફર સ્વીકારી લેવી એ મોટી ભૂલ બની શકે છે. આ લોન ઓફર સ્વીકારતાં પહેલા અન્ય બેંકની ઓફર સાથે તુલના કરો. આ ઓફર કરેલી લોન માત્ર ત્યારે જ સ્વીકારો જ્યારે તમને તેની સખત જરૂર હોય અને તમને તે અન્ય બેંકની ઓફર કરતાં વધુ સારી લાગી હોય.
છેલ્લે, ખાતરી કરો કે કોઈ કાયદેસર સ્ત્રોત જેમ કે, બેંક અથવા NBFC તરફથી આવી છે. છેતરપીંડી કરનારાઓથી સાવધ રહો. એવા લોકો તમને SMS અથવા E-mail દ્વારા નકલી લોન ઓફર કરીને તમને ફસાવી શકે છે.
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Pre-Approved Loan in Gujarati” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….
2 thoughts on “Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?”